ગાંધી જયંતિ:મહાત્મા ગાંધીનો પાઠ: જ્યારે કોઈ પણ ભૂલ થાય તો ક્ષમા માગી લો અને સંકલ્પ કરો કે આ જ ભૂલ ફરી નહિ કરો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે 2 ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતિ છે. ગાંધીજીના અનેક કિસ્સાઓમાં સુખી જીવવના સૂત્ર છૂપાયેલા છે. એક ઘણો પ્રચલિત કિસ્સો બાળપણ સાથે જોડાયેલો છે. બાળપણમાં એક વખત બાળ મોહનદાસે પોતાના ઘરમાં ચોરી કરી હતી ત્યારબાદ તેમને અહેસાસ થયો કો તેમણે આ કામ ખોટું કર્યું છે. ત્યારે તેમણે પિતા સામે ભૂલ સ્વીકારી હતી.

બાળ મોહનદાસે પિતાને ભૂલ માટે પત્ર લખ્યો. તેમના પિતા કરમચંદ ગાંધીએ પત્ર વાંચ્યો. પત્રના અંતમાં લખ્યું હતું કે, હું પોતાની ભૂલ સ્વીકારું છું અને તેના માટે મને પસ્તાવો છે. હું સંકલ્પ લઉં છું કે જીવનમાં હવે ક્યારેય કોઈ ખોટું કામ નહિ કરું. તમે જે સજા આપશો તે મંજૂર રહેશે.

પત્ર વાંચી પિતાની આંખો છલકાઈ ગઈ તેમણે પુત્ર પર પોતાનો ગુસ્સો ન ઠાલવ્યો અને મૌન રહ્યા. પિતાના આ મૌને મોહનદાસનું જીવન બદલી નાખ્યું અને આગળ જઈ બાળક 'મહાત્મા' નામથી પ્રસિદ્ધ થયા.

આ પ્રસંગનો બોધપાઠ છે કે કોઈ ભૂલ થાય તો તેનો પ્રાયશ્ચિત કરવો જોઈએ અને સંબંધિત વ્યક્તિથી માફી માગવી જોઈએ. સાથે જ સંકલ્પ લેવો જોઈએ કે કોઈ ખોટું કામ નહિ કરો. તો જ આપણું જીવન બદલાઈ શકે છે.

અહીં મહાત્મા ગાંધીજીના આવા જ કેટલાક પાઠ છે તેને આપણે સમજી અને અનુકરણ કરી સમસ્યા દૂર કરી શકીએ છીએ...

અન્ય સમાચારો પણ છે...