લિયો ટોલ્સટોયના વિચાર:જ્યારે આપણે કોઇને પ્રેમ કરીએ છીએ ત્યારે તેઓ જેવા છે તે સ્વીકારીને પ્રેમ કરીએ છીએ, આપણી જેવા બનાવવા માટે પ્રેમ કરતાં નથી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લિયો ટોલ્સટોય રશિયાના પ્રસિદ્ધિ લેખક હતાં, તેમના વિચારોને અપનાવવાથી વ્યક્તિની અનેક સમસ્યાઓ દૂર થઇ શકે છે

લિયો ટોલ્સટોય રશિયાના પ્રસિદ્ધ ફિલોસોફર અને લેખક હતાં. તેમનો જન્મ 1828માં 9 સપ્ટેમ્બરના રોજ થયો હતો. આજે પણ તેમને દુનિયાના સૌથી મહાન લેખકોમાંથી એક માનવામાં આવે છે. લિયો ટોલ્સટોય રશિયાની સેનામાં પણ રહ્યાં. તેઓ ખૂબ જ ધનવાન હતાં. તેમણે પોતાની ધન-સંપત્તિનો ત્યાગ કર્યો હતો, જેથી તેમને માનસિક શાંતિ મળી શકે. ઘર-પરિવાર છોડીને તેઓ ગરીબોની સેવા કરવામાં જોડાયા હતાં.

લિયો ટોલ્સટોયે અનેક વાર્તાઓ લખી, અનેક નવલકથા લખી હતી. 20 નવેમ્બર 1910ના રોજ તેમનું મૃત્યુ થઇ ગયું. જાણો લિયો ટોલ્સટોયના થોડાં ખાસ વિચાર, જેને અપનાવવાથી આપણી અનેક સમસ્યાઓ દૂર થઇ શકે છે...