તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે સૂર્યગ્રહણ:ભારતમાં વર્ષનું છેલ્લુ સૂર્ય ગ્રહણ જોવા મળશે નહીં, રાશિ પ્રમાણે શું કરવું અને શું નહીં

4 મહિનો પહેલા
  • ભારતમાં ગ્રહણ દેખાશે નહીં, જેથી તેનું સૂતક પણ લાગશે નહીં. આ ગ્રહણ દક્ષિણ અમેરિકા, દક્ષિણ-પશ્ચિમ આફ્રિકામાં જોવા મળશે

કારતક મહિનાની અમાસ એટલે આજે સૂર્યગ્રહણ થઇ રહ્યું છે. આ ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. ભારતીય સમય પ્રમાણે સાંજે 7.03 વાગ્યે સૂર્ય ગ્રહણ શરૂ થશે, તેનો મધ્યકાળ રાતે 9.43 વાગ્યે રહેશે અને રાતે 12.23 વાગ્યે ગ્રહણ પૂર્ણ થઇ જશે. ભારતમાં ગ્રહણ સમયે રાત રહેશે. અહીં ગ્રહણનું સૂતક લાગશે નહીં.

આર્ટ ઓફ લિવિંગના જ્યોતિષી આશુતોષ ચાવલા પ્રમાણે 2020નું છેલ્લું સૂર્યગ્રહણ દક્ષિણ અમેરિકા, દક્ષિણ-પશ્ચિમ આફ્રિકા, અટલાન્ટિક, હિંદ અને પ્રશાંત મહાસાગરના થોડાં ભાગમાં જોવા મળશે. ભારતમાં ગ્રહણનું સૂતક રહેશે નહીં. આ સમયે મંત્ર જાપ અને ધ્યાન વગેરે પૂજન કર્મ કરવામાં આવે તો જલ્દી જ પોઝિટિવ ફળ મળી શકે છે.

આ ગ્રહણ વૃશ્ચિક રાશિના ઘનિષ્ઠા નક્ષત્રમાં થઇ રહ્યું છે. આ સમયે મકર રાશિમાં ગુરુ અને શનિની યુતિ પણ રહેશે. એવામાં ગ્રહણ હોવાથી આ સમયે દેશ-દુનિયામાં કોઇ મોટું પરિવર્તન જોવા મળી શકશે નહીં. જાણો ગ્રહણ સમયે રાશિ પ્રમાણે ક્યા-ક્યા શુભ કામ કરવામાં આવી શકે છે....

મેષઃ- આ રાશિના લોકોએ મૌન રહીને મંત્ર જાપ કરવો જોઇએ. ધ્યાન કરો.

વૃષભઃ- આ લોકો પોતાના જીવનસાથી સાથે ભજન અને સત્સંગ કરે.

મિથુનઃ- આ રાશિના લોકોએ અન્ય વ્યક્તિનું અપમાન કરવું નહીં. બધાનું સન્માન કરે.

કર્કઃ- આ રાશિના લોકો ગાયત્રી મંત્રનો જાપ કરો.

સિંહઃ- આ રાશિના લોકોએ તેમની માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ઘરની સાફ-સફાઇ જરૂર કરો.

કન્યાઃ- વાહન સાવધાનીથી ચલાવો. મંત્ર જાપ કરો.

તુલાઃ- આ લોકોએ તામસિક આહારથી બચવું જોઇએ. સમજી-વિચારીને નિર્ણય લો.

વૃશ્ચિકઃ- આ રાશિના લોકોએ ધૈર્ય જાળવી રાખવું. પ્રાકૃતિક વાતાવરણમાં થોડો સમય પસાર કરો.

ધનઃ- લાંબી દૂરની યાત્રાથી બચવું અને જરૂરિયાતમંદ લોકોને દાન કરો.

મકરઃ- આ રાશિના લોકોએ પોતાના આરાધ્ય દેવના મંત્રનો જાપ કરવો.

કુંભઃ- આ લોકોએ પોતાનું કામ પ્રામાણિકતાથી કરવું. અટવાયેલું કામ પૂર્ણ થઇ શકે છે.

મીનઃ- આ લોકોએ પોતાના પિતાની સલાહનું પાલન કરવું જોઇએ. આવું કરવાથી નુકસાનથી બચી શકાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો