તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

30 ઓગસ્ટે જન્માષ્ટમી:શ્રીકૃષ્ણ પૂજા વાંસળી, ગાયની મૂર્તિ, તુલસી સહિત સાત વસ્તુઓ વિના અધૂરી માનવામાં આવે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

સોમવાર, 30 ઓગ્સટના રોજ જન્માષ્ટમી છે. જન્માષ્ટમીએ શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ બાલ ગોપાલની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે શ્રીકૃષ્ણની પૂજામાં થોડી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ વસ્તુઓ વિના કૃષ્ણ પૂજા અધૂરી માનવામાં આવે છે. જાણો આ વસ્તુઓ કઈ-કઈ છે....

વાંસળી-
શ્રીકૃષ્ણના બાળપણમાં નંદબાબાએ તેમને વાંસળી આપી હતી. તે પછી શ્રીકૃષ્ણએ હંમેશાં તેને પોતાની સાથે જ રાખી. તે શ્રીકૃષ્ણની સૌથી પ્રિય વસ્તુઓમાંથી એક છે. વાસ્તુ પ્રમાણે પણ વાંસળી ઘરમાં રાખવી શુભ હોય છે. કૃષ્ણ પૂજામાં વાંસળી જરૂર રાખવી જોઈએ.

ગૌમાતાની મૂર્તિ-
ભગવાન શ્રીકૃષ્ણ બાળપણથી જ ગાયો વચ્ચે રહ્યાં. તેમને ગાયના દૂધથી બનેલું માખણ ખૂબ જ પ્રિય છે. તેઓ ગાયને ચરાવવા જતાં હતાં. ગાયને ભોજન કરાવવું, ગાયનું દાન કરવું અને ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ સાથે ગાયની મૂર્તિ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

તુલસીના પાન અને તુલસીની માળા-
ભગવાન શ્રીકૃષ્ણને તુલસી વિના ભોગ ધરાવવામાં આવતો નથી. બાળ ગોપાલની મૂર્તિ સાથે તુલસીની માળા ચોક્કસ રાખવી જોઈએ.

મોરપાંખ-
શ્રીકૃષ્ણને રાધાએ મોરપાંખ આપ્યું હતું. ત્યારથી ભગવાન શ્રીકૃષ્ણ તેને પોતાની સાથે હંમેશાં રાખે છે. મોરપાંખ વિના શ્રીકૃષ્ણનો શ્રૃંગાર અધૂરો રહે છે. એટલે કૃષ્ણ મૂર્તિ સાથે મોરપાંખ જરૂર રાખો.

માખણ-મિશ્રી-
ઘરના મંદિરમાં રોજ સવાર-સાંજ ભોગ ધરાવવો જોઈએ. શ્રીકૃષ્ણને માખણ-મિશ્રી ચઢાવો, કેમ કે તે ભગવાનનો સૌથી પ્રિય ભોગ છે. તેના વિના કૃષ્ણમ પૂજા અધૂરી મનાય છે.

વૈજયંતી માળા-
વૈજયંતી એક છોડનું નામ છે. તેના પાન થોડા લાંબા હોય છે, પહોળાઈ ઓછી હોય છે. આ છોડમાં ડાળીઓ હોતી નથી. વૈજયંતીમાં આવતા ફૂલ લાલ કે પીળા રંગના હોય છે. આ ફૂલ સાથે જ નાના-નાના ગોળ દાણા પણ હોય છે, જે થોડા કઠોર હોય છે. આ કઠોર દાણામાં કાણું પાડીને માળા બનાવવામાં આવે છે. આ માળા કોઈપણ પૂજન-સામગ્રીની દુકાનમાં સરળતાથી મળી શકે છે. આ માળા શ્રીકૃષ્ણ ખાસ ધારણ કરે છે.

વસ્ત્ર અને આસન-
ભગવાન શ્રીકૃષ્ણને પીળા ચમકીલા વસ્ત્ર પહેરાવવા જોઈએ. સાથે જ તેમનું એવું જ સુંદર આસન પણ હોવું જોઈએ.