ધર્મ:શ્રાવણ મહિનાના વદ પક્ષમાં બલરામ અને શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો, આ દિવસોમાં બાળ ગોપાલની પૂજા કરવી જોઇએ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 30 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી અને 23 સપ્ટેમ્બરથી શ્રાદ્ધ પક્ષ શરૂ થશે

સોમવાર, 23 ઓગસ્ટ એટલે આજથી શ્રાવણ મહિનાનો વદ પક્ષ શરૂ થઇ ગયો છે. દ્વાપર યુગમાં આ મહિનામાં બલરામ અને ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઊજવવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે હવે પછી આવતાં ભાદરવા મહિનાની પૂનમથી શ્રાદ્ધ પક્ષ શરૂ થઇ જશે.

શ્રાવણ મહિનામાં ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોની વિશેષ પૂજા કરવી જોઇએ. બલરામનો જન્મ આ શ્રાવણ વદ છઠ્ઠ તિથિએ થયો અને ત્યાર બાદ આઠમ તિથિએ શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. એટલે આ મહિનામાં શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ બાળ ગોપાળની પૂજા ખાસ કરવી જોઇએ.

દક્ષિણાવર્તી શંખથી બાળ ગોપાલનો અભિષેક કરોઃ-
આ મહિનામાં રોજ સવારે સ્નાન કર્યા બાદ ઘરના મંદિરમાં બાળ ગોપાળની પૂજા કરો. શ્રીકૃષ્ણની પૂજા બાદ ગોપાલનો દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરવો જોઇએ. ત્યાર બાદ દૂધમાં કેસર મિક્સ કરો અને બાળ ગોપાલને અર્પણ કરો. ત્યાર બાદ જળથી સ્નાન કરાવો. પીળા વસ્ત્ર અર્પણ કરો. ભગવાનને માખણ-મિશ્રીનો ભોગ ધરાવો. ભોગમાં તુલસીના પાન રાખવાં. કૃ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો.

શ્રાવણ મહિનામાં આ શુભ કામ કરોઃ-
રોજ સવારે જલ્દી જાગીને સ્નાન કર્યા બાદ સૂર્યને જળ ચઢાવો. જળ ચઢાવતી સમયે ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. ગણેશજી અને શ્રીકૃષ્ણ પૂજા સાથે શિવલિંગ ઉપર પણ જળ ચઢાવો. ૐ સાંબ સદાશિવાય નમઃ મંત્રનો જાપ કરો. જરૂરિયાતમંદ લોકોને પોતાના સામર્થ્ય પ્રમાણે ધન અને અનાજનું દાન કરો. વસ્ત્રનું દાન કરો