તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

તીર્થ:કર્ણાટકના કોટિલિંગેશ્વરમાં એશિયાનું સૌથી મોટું શિવલિંગ છે, અહીં મંદિરનો આકાર જ શિવલિંગ સ્વરૂપમાં છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માન્યતા પ્રમાણે દેવરાજ ઇન્દ્રએ ગૌતમ ઋષિના શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે અહીં શિવલિંગનો અભિષેક કર્યો હતો

કર્ણાટકમાં કોલ્લાર જિલ્લાના કામ્માસાંદરા નામના ગામમાં ભગવાન ભોળાનાથનું ખૂબ જ વિશાળ શિવલિંગ સ્થાપિત છે. આ વિશાળ મંદિરને દુનિયાભરમાં કોટિલિંગેશ્વર મંદિરના નામે ઓળખવામાં આવે છે. અહીં મંદિરનો આકાર જ શિવલિંગ સ્વરૂપનો છે. શિવલિંગ રૂપમાં આ મંદિરની ઊંચાઈ 108 ફૂટ છે. ભારત સરકારે આ મંદિરને એશિયાનું સૌથી ઊંચું શિવલિંગ ઘોષિત કર્યું છે. આ મુખ્ય શિવલિંગની ચારેય બાજુ અનેક શિવલિંગ સ્થાપિત છે. આ મંદિરમાં ભક્ત શ્રદ્ધા અને પોતાના સામર્થ્ય પ્રમાણે 1 થી લઇને 3 ફૂટના શિવલિંગ પોતાના નામથી અહીં સ્થાપિત કરાવે છે.

1994 માં અહીં 108 ફૂટનું શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું-
આ મંદિરનું નિર્માણ સ્વામી સાંભ શિવમૂર્તિ અને તેની પત્ની વી રૂક્મિણીએ 1980માં કરાવ્યું હતું. આ જ વર્ષે અહીં પહેલું શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું હતું. શરૂઆતના દિવસોમાં પંચલિંગ સ્થાપિત કરવામાં આવ્યાં, પછી 101 શિવલિંગ અને ત્યાર પછી 1001 શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યાં. 1994માં રેકોર્ડ 108 ફૂટનું શિવલિંગ આ પરિસરમાં સ્થાપિત કરવામાં આવ્યું. સાથે જ એક વિશાળ અને લાંબી નંદીની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે. સ્વામીજીનું સપનું મંદિરમાં કોટિ (કરોડ) લિંગ સ્થાપિત કરવાનું હતું અને તેઓ તેના ઉપર કામ પણ કરી રહ્યા હતાં. 14 ડિસેમ્બર, 2018ના રોજ સ્વામીજીના નિધન પછી તેમની દીકરી અને દીકરાએ જવાબદારી સંભાળી અને પોતાના પિતાના સપનાને પૂર્ણ કરવામાં જોડાઇ ગયાં. ત્યારથી મંદિરમાં અનેક લિંગ સ્થાપિત છે.

દેવરાજ ઇન્દ્રએ સ્થાપિત કર્યું હતું-
એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં પૂજા કરવાથી મનુષ્યના બધા જ પાપ ધોવાઇ જાય છે. એક માન્યતા એવી પણ છે કે જ્યારે ભગવાન ઇન્દ્રને ગૌતમ નામના એક ઋષિએ શ્રાપ આપ્યો હતો. ત્યારે તેમણે આ શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે કોટિલિંગેશ્વર મંદિરમાં શિવલિંગ સ્થાપિત કર્યું હતું. એવું કહેવામાં આવે છે કે, શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે દેવરાજ ઇન્દ્રએ શિવલિંગનો અભિષેક કર્યો હતો.

અહીં અન્ય દેવી-દેવતાઓના 11 મંદિર પણ છેઃ-
આ મંદિર પરિસરમાં કોટિલિંગેશ્વરના મુખ્ય મંદિર સિવાય 11 મંદિર અન્ય પણ છે, જેમાં બ્રહ્માજી, વિષ્ણુજી, અન્નપૂર્ણેશ્વરી દેવી, વેંકટરમાની સ્વામી, પાંડુરંગા સ્વામી, પંચમુખ ગણપતિ, રામ-લક્ષ્મણ-સીતાના મંદિર મુખ્ય રૂપથી વિરાજમાન છે.

નંદીનું વિશાળ રૂપઃ-
આ વિશાળ શિવલિંગ સામે નંદી ભવ્ય અને વિશાળ રૂપમાં દર્શન આપે છે. નંદીની આ મૂર્તિ 35 ફૂટ ઊંચી, 60 ફૂટ લાંબી, 40 ફૂટ પહોળી છે, જે 4 ફૂટ ઊંચા અને 40 ફૂટ પહોળા ચબૂતરા ઉપર સ્થાપિત છે. આ વિશાળ શિવલિંગની ચારેય બાજુ દેવી માતા, શ્રી ગણેશ, શ્રી કુમારસ્વામી અને નંદી મહારાજની પ્રતિમાઓ સ્થાપિત છે જેમ કે, તેઓ પોતાના આરાધ્યને પોતાની પૂજા અર્પણ કરી રહ્યા હોય.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો