શ્રાવણમાં 30 શિવમંદિરોનાં દર્શન:કોટેશ્વર મહાદેવ; આ મંદિર અલકનંદા નદીના કિનારે એક ગુફામાં આવેલું છે, આ શિવલિંગ પ્રાકૃતિક રીતે બનેલું છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • divyabhaskar.com માં અમે શ્રાવણ મહિના નિમિત્તે શ્રાવણ મહિનાના 30 દિવસમાં 30 પ્રખ્યાત શિવ મંદિરોના દર્શન કરાવીશું.

શ્રાવણ મહિનામાં 12 જ્યોતિર્લિંગ સાથે જ પ્રાચીન શિવ મંદિરોમાં પણ ભક્તોની ભીડ જોવા મળે છે. ઉત્તરાખંડમાં શિવજીના અનેક એવા મંદિર છે, જેનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. આજે જાણો એક એવા શિવ મંદિર વિશે જે પહાડો વચ્ચે અલકનંદા નદીના કિનારે એક ગુફામાં સ્થિત છે. તેને કોટેશ્વર મહાદેવ મંદિરના નામથી ઓળખવામાં આવે છે. માન્યતા છે કે મંદિરમાં સ્થાપિત શિવલિંગ પ્રાકૃતિક રીતે જ બનેલું છે.

કોટેશ્વર મહાદેવ મંદિર ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ શહેરથી લગભગ 3-4 કિમી દૂર સ્થિત છે. રાજ્યના ચારધામ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામની યાત્રાએ જતી સમયે જે ભક્ત આ મંદિર અંગે જાણે છે, તે અહીં પણ દર્શન કરવા આવે છે.

કોટેશ્વર મહાદેવ મંદિર અલકનંદા નદીના કિનારે આવેલું છે.
કોટેશ્વર મહાદેવ મંદિર અલકનંદા નદીના કિનારે આવેલું છે.

મંદિર અલકનંદા નદીના કિનારે આવેલું છે. મંદિરની આસપાસનું પ્રાકૃતિક વાતાવરણ અહીં આવનાર શ્રદ્ધાળુઓને ખૂબ જ ગમે છે. મંદિર અંગે એક કથા પ્રચલિત છે કે પ્રાચીન સમયમાં ભગવાન શિવ કેદારનાથ જતી સમયે આ ગુફામાં રોકાયા હતાં. મંદિરની આસપાસ દેવી પાર્વતી, ગણેશજી, હનુમાનજી સાથે અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ છે. દર વર્ષે મહાશિવરાત્રિએ અહીં હજારો ભક્ત પહોંચે છે. શ્રાવણ મહિનામાં અનેક શિવ ભક્ત અહીં દર્શન કરવા આવે છે.

અન્ય સમાચારો પણ છે...