તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દક્ષિણનું વિષ્ણુ તીર્થ:કૂડલ અઝગર મંદિર 600 વર્ષથી વધારે જૂનું છે, જમીન ઉપર આ મંદિરના શિખરનો પડછાયો પડતો નથી

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઠ ભાગમાં આ મંદિરનું શિખર બનેલું છે, અહીં બેઠેલી મુદ્રામાં ભગવાન વિષ્ણુની 6 ફૂટ ઊંચી મૂર્તિ છે

તમિલનાડુના મદુરાઈ શહેરને પ્રાચીન મંદિરો માટે ઓળખવામાં આવે છે. અહીં ભગવાન વિષ્ણુને સમર્પિત કૂડલ અઝગર મંદિર સ્થિત છે. આ દક્ષિણ ભારતના પ્રમુખ પ્રાચીન મંદિરોમાંથી એક છે. તેને ખૂબ જ સુંદરતા સાથે અલગ-અલગ રંગોથી સજાવવામાં આવે છે. અહીં મળેલાં શિલાલેખો પ્રમાણે આ મંદિર લગભગ 600 વર્ષથી વધારે જૂનું ઉલ્લેખવામાં આવે છે. 12મી થી 14મી સદીની વચ્ચે આ મંદિરના મૂળ રૂપમાં પંડ્યા રાજવંશના રાજાઓએ બનાવ્યું હતું. પછી વિજયનગર અને મદુરાઈના રાજાઓએ 16મી સદીમાં મંદિરના મુખ્ય હોલ અને અન્ય મંદિરોનું નિર્માણ કરાવ્યું.

6 ફૂટની પ્રતિમાઃ-

આ એક વૈષ્ણવ મંદિર છે. મંદિરની અંદર ભગવાન વિષ્ણુની બેઠેલી, ઊભી અને સૂતેલી અવસ્થામાં મૂર્તિઓ છે, જે ગ્રેનાઇટથી બનેલી છે. બેઠેલી મુદ્રામાં સ્થાપિત પ્રતિમા 6 ફૂટ ઊંચી છે. શ્રીદેવી અને ભૂદેવીની પ્રતિમા ભગવાનની મૂર્તિની બંને બાજુ સ્થાપિત છે. મંદિરની અંદર લાકડાની કોતરણી પણ કરવામાં આવી છે તથા ભગવાન રામના રાજ્યાભિષેક સમારોહને પણ દર્શાવવામાં આવ્યો છે. ખાસ વાત છે કે, મંદિરના શિખરનો પડછાયો જમીન ઉપર પડતો નથી.

સોમકા રાક્ષસના વધ માટે કૂડલ અઝગર બન્યાંઃ-

આ મંદિર ભગવાન વિષ્ણુના 108 દિવ્ય સ્થાનોમાંથી એક છે. માન્યતા પ્રમાણે આ જગ્યાએ ભગવાન વિષ્ણુ કૂડલ અઝગર સ્વરૂપમાં રાક્ષસ સોમકાને મારવા માટે પ્રકટ થયાં હતાં, આ રાક્ષસે ભગવાન બ્રહ્માથી ચાર વેદોને ચોરી લીધા હતાં. બ્રહ્માંડ પુરાણના સાતમા અધ્યાયમાં પણ આ જગ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પાંચ-સ્તરીય રાજગોપુરમઃ-

મંદિરની ચારેય બાજુ એક ગ્રેનાઇટ દિવાલ છે, જે તેની અંદરના બધા મંદિરોથી ઘેરાયેલી છે. મંદિરમાં પાંચ સ્તરીય રાજગોપુરમ છે. મંદિરનું શિખર આઠ ભાગમાં બનેલું છે, જેમાં ઋષિઓ, દશાવતાર, લક્ષ્મી નરસિંમ્હા, લક્ષ્મી નારાયણ અને નારાયણમૂર્તિના ચિત્ર છે. આ મંદિરમાં નવગ્રહમ એટલે નવ ગ્રહ દેવતાઓની મૂર્તિ પણ સ્થાપિત છે. એવું માનવામાં આવે છે કે, આ નવ ગ્રહ બ્રહ્માંડમાં દરેક વસ્તુને પ્રભાવિત કરે છે.