ખાટુશ્યામજીના મેળામાં દુર્ઘટના:આજે એકાદશીએ દર્શન કરવા લાખો ભક્તો પહોંચ્યાં, ખાટુ શ્યામને હારનારનો સહારો કેમ કહેવાય છે?

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સોમવાર, 8 ઓગસ્ટ એટલે આજે સવારે ખાટુશ્યામજીના મદિરમાં દુર્ઘટના બની. દર મહિને એકાદશીએ અહીં મેળો યોજાય છે. શ્રાવણ સુદ એકાદશી એટલે પુત્રદા એકાદશીએ શ્યામ બાબાના દર્શન કરવા વિશાળ સંખ્યામાં ભક્તો પહોંચ્યાં છે. સવારે ભક્તોની ભીડ વધારે થઈ ગઈ હતી, આ કારણે મંદિરમાં ભાગદોડ વધી ગઈ, જેમાં 3 મહિલા ભક્તોનું મૃત્યુ થઈ ગયું અને થોડાં અન્ય ભક્તો ઘાયલ પણ થઈ ગયાં.

રાજસ્થાનના જયપુરથી લગભગ 80 કિમી દૂર સીકર જિલ્લાના ખાટુશ્યામજીનું મંદિર આવેલું છે. અહીં દર મહિને એકાદશીએ મેળો યોજાય છે, જેમાં દેશભરથી લાખો ભક્તો સામેલ થાય છે અને ખાટુશ્યામજીના દર્શન કરે છે. શ્યામ બાબાને હારનારનો સહારો કહેવામાં આવે છે. આ કારણે બાબાના ભક્તોની સંખ્યા ખૂબ જ વધારે છે. જાણો ખાયુશ્યામજી સાથે જોડાયેલી કથા....

મહાભારતમાં બર્બરિકે પોતાનું માથું કાપીને શ્રીકૃષ્ણને દાન કરી દીધું. શ્રીકૃષ્ણએ એક ઊંચા સ્થાને બર્બરિકનું માથું રાખી દીધું, જ્યાંથી તેઓ મહાભારતનું આખું યુદ્ધ જોઈ શકે
મહાભારતમાં બર્બરિકે પોતાનું માથું કાપીને શ્રીકૃષ્ણને દાન કરી દીધું. શ્રીકૃષ્ણએ એક ઊંચા સ્થાને બર્બરિકનું માથું રાખી દીધું, જ્યાંથી તેઓ મહાભારતનું આખું યુદ્ધ જોઈ શકે

ખાટુશ્યામ જીને હારનારનો સહારો કેમ કહેવામાં આવે છે?
ખાટુશ્યામ જીની કથા મહાભારત સાથે જોડાયેલી છે. ખાટુશ્યામ જીનું મૂળ નામ બર્બરિક છે. બર્બરિક પાંડવ પુત્ર ભીમના પુત્ર ઘટોત્કચના પુત્ર હતાં. જ્યારે મહાભારત યુદ્ધ શરૂ થઈ રહ્યું હતું, તે સમયે બર્બરિકને પોતાની માતા દ્વારા મહાભારત યુદ્ધ અંગે જાણકારી મળી હતી. બર્બરિકે પણ યુદ્ધમા જવાની વાત જણાવી ત્યારે તેમની માતાએ કહ્યું કે યુદ્ધમાં જે પક્ષ નબળો હશે, જે હારી રહ્યો હશે, તમારે તેમની તરફથી યુદ્ધ લડવાનું રહેશે.

માતાની આજ્ઞા મળ્યા પછી બર્બરિક યુદ્ધમાં ભાગ લેવા માટે જતો રહ્યો. બર્બરિકને ત્રણ બાણધારી પણ કહેવામાં આવે છે, કેમ કે તેમની પાસે ત્રણ દિવ્ય બાણ હતાં જે અભેદ હતા એટલે કે આ બાળ પોતાનું લક્ષ્ય ભેદીને ફરી બર્બરિકના તરકસ(તીરોનો ભાથો)માં આવી જતા હતાં. બર્બરિક આ ત્રણ બાણના કારણે અજય યોદ્ધા હતાં.

જ્યારે તેઓ મહાભારત યુદ્ધ ભૂમિ તરફ જઈ રહ્યા હતાં, તે સમયે તેમની મુલાકાત શ્રીકૃષ્ણ સાથે થઈ. બર્બરિકે શ્રીકૃષ્ણને જણાવ્યું કે તે મહાભારતમાં નબળા પક્ષ તરફથી યુદ્ધ કરશે, હારનાર પક્ષનો સહારો બનશે. શ્રીકૃષ્ણ જાણતા હતા કે યુદ્ધમાં કૌરવ પક્ષનો પરાજય થશે અને એવામાં જો બર્બરિક કૌરવ પક્ષ તરફથી યુદ્ધ કરશે તો પાંડવો આ યુદ્ધ જીતી શકશે નહીં અને ધર્મની હાર થઈ શકે છે.

પાંડવોને અને ધર્મની જીત માટે શ્રીકૃષ્ણએ બર્બરિક પાસેથી તેમનું કપાયેલું માથું દાનમાં માગી લીધું. બર્બરિક શ્રીકૃષ્ણને પોતાનું માથું આપવા માટે તૈયાર થઈ ગયો, પરંતુ તેણે કહ્યું કે હું માથું કાપીને તો આપી દઇશ, પરંતુ હું આ આખું યુદ્ધ જોવા ઇચ્છું છું. ત્યારે શ્રીકૃષ્ણ પણ આ અંગે તૈયાર થઈઓ ગયાં. બર્બરિકે પોતાનું માથું કાપીને શ્રીકૃષ્ણને દાન કરી દીધું. શ્રીકૃષ્ણએ એક ઊંચા સ્થાને બર્બરિકનું માથું રાખી દીધું, જ્યાંથી તેઓ મહાભારતનું આખું યુદ્ધ જોઈ શકે.

બર્બરિકની દાનવીરતાથી પ્રસન્ન થઈને શ્રીકૃષ્ણએ બર્બરિકને પોતાનું નામ શ્યામ વરદાન તરીકે આપ્યું અને કહ્યું કે કળિયુગમાં તમે મારા નામથી પૂજાશો અને ખાસ કરીને હારેલાં ભક્તોની મનોકામનાઓ તમારી પૂજાથી પૂર્ણ થઈ શકશે. માન્યતા છે કે ખાટુશ્યામ જીનું ધામ તે સ્થાન છે, જ્યાં શ્રીકૃષ્ણએ બર્બરિકનું કાપેલું માથું રાખ્યું હતું.

શ્રીકૃષ્ણએ બર્બરિકને પોતાનું નામ વરદાન સ્વરૂપ આપ્યું હતું
શ્રીકૃષ્ણએ બર્બરિકને પોતાનું નામ વરદાન સ્વરૂપ આપ્યું હતું

ખાટુશ્યામજી મંદિર કેવી રીતે પહોંચવું?
રાજસ્થાનના જયપુરથી લગભગ 80 કિમી દૂર સીકર જિલ્લાના ખાટુશ્યામજીનું મંદિર આવેલું છે. દેશભરથી જયપુર પહોંચવાના અનેક સાધન સરળતાથી મળી જાય છે. જયપુર આવ્યા પછી અહીંથી ખાટુશ્યામ જી પહોંચવા માટે પ્રાઇવેટ કેબ કરી શકાય છે. જયપુરથી અનેક બસસેવા પણ મળી જાય છે જે ખાટુશ્યામ જી સુધી પહોંચાડે છે. જો તમે ટ્રેનથી આવવા ઇચ્છો છો તો ખાટુશ્યામ જીના ધામથી નજીકનું રેલવે સ્ટેશન રિંગસ છે. રિંગસથી ખાટુ ધામ લગભગ 18 કિમી દૂર છે.

અન્ય સમાચારો પણ છે...