બુધવાર, 16 ડિસેમ્બરથી ખરમાસ શરૂ થઈ રહ્યો છે. આ મહિનામાં લગ્ન, ગૃહપ્રવેશ વગેરે માંગલિક કામ કરવામાં આવશે નહીં. બુધવારે સવારે સૂર્યના ધન રાશિમાં પ્રવેશ કરતાં જ આ મહિનો શરૂ થશે અને આવતા મહિને 14 જાન્યુઆરી સુધી ખરમાસ રહેશે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે, તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. આ વર્ષે લગ્ન માટે લગભગ 49 મુહૂર્ત હતાં, પરંતુ કોરોનાને કારણે 26 દિવસ જ લગ્ન માટે થઈ શક્યા છે. 2020નું છેલ્લું લગ્ન મુહૂર્ત 11 ડિસેમ્બર એટલે આજે છે. એ પછી 16 ડિસેમ્બરથી ધનુર્માસ શરૂ થઇ જશે, જેને કારણે 15 જાન્યુઆરી સુધી લગ્ન અને અન્ય માંગલિક કાર્યો થઇ શકશે નહીં. એ પછી 2021માં લગ્નનું પહેલું મુહૂર્ત 18 જાન્યુઆરીના રોજ રહેશે. પછી 3 મહિના બાદ 22 એપ્રિલથી લગ્ન મુહૂર્ત શરૂ થશે.
વર્ષ 2021માં લગ્નનાં શુભ મુહૂર્તઃ-
જાન્યુઆરી | 18 |
એપ્રિલ | 22, 24, 25, 26, 27, 28, 29, 30 |
મે | 1, 2, 7, 8, 9, 13, 14, 21, 22, 23, 24, 25, 26, 28, 29, 30 |
જૂન | 3, 4, 5, 16, 20, 22, 23, 24 |
જૂલાઈ | 1, 2, 7, 13, 15 |
નવેમ્બર | 15, 16, 20, 21, 28, 29, 30 |
ડિસેમ્બર | 1, 2, 6, 7, 11, 13 |
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે, ધન રાશિનો સ્વામી ગુરુ ગ્રહ છે. દેવગુરુ બૃહસ્પતિ સૂર્યદેવના પણ ગુરુ છે. તેમની રાશિમાં સૂર્યનો પ્રવેશ થવાથી ધાર્મિક અર્થ એ છે કે સૂર્ય હવે એક મહિના સુધી પોતાના ગુરુની સેવામાં રહેશે.
એક મહિના સુધી માંગલિક કાર્યો થઇ શકશે નહીંઃ-
કોઇપણ માંગલિક કામ માટે સૂર્ય, ચંદ્ર અને બૃહસ્પતિની શુભ સ્થિતિ એટલે બળ જોવામાં આવે છે. ખરમાસમાં સૂર્ય-ગુરુ નબળા થઇ જાય છે. વર્ષમાં બે વાર ખરમાસ આવે છે. પહેલો જ્યારે સૂર્ય મીન રાશિમાં રહે છે અને બીજો જ્યારે સૂર્ય ધન રાશિમાં રહે છે. ખરમાસમાં બૃહસ્પતિ અસ્ત રહે છે. ગુરુ ગ્રહ બળહીન રહે છે. મકરસંક્રાંતિએ સૂર્ય આ રાશિથી બહાર આવી જાય છે અને ખરમાસ પૂર્ણ થઇ જાય છે.
સૂર્યપૂજા કરો અને દાન-પુણ્ય જરૂર કરોઃ-
આ મહિનામાં ઠંડીનો પ્રકોપ વધવા લાગે છે, જેન કારણે આ દિવસોમાં ભોજનમાં તલના તેલનો ઉપયોગ કરવો જોઇએ. તલ-ગોળની ચિક્કીનું સેવન કરો. રોજ સવારે જલદી જાગવું અને સૂર્યની પૂજા કરવી. તાંબાના લોટાથી જળ ચઢાવો અને ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને ધાબળો, ગોળ, તલનું દાન કરો. તમારી શક્તિ પ્રમાણે ગૌશાળામાં ધનનું દાન કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.