તીર્થ યાત્રા:કેદારનાથ, બદ્રીનાથ, વ્યાસ ગુફા સાથે જ ઉત્તરાખંડની 10 ખાસ જગ્યાઓ, અહીં રોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

આ દિવસોમાં ઉત્તરાખંડની ચારધામ યાત્રા ચાલી રહી છે. દેશભરથી શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા માટે આવી રહ્યા છે. ઉત્તરાખંડના ચારધામમાં કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી મંદિર સામેલ છે. આ ચારેય મંદિરો ભક્તો માટે લગભગ 6 મહિના જ ખુલ્લા રહે છે, બાકી છ મહિના બંધ રહે છે. ઉત્તરાખંડની આ જગ્યાએ રોજ હજારો લોકો ફરવા અને દર્શન કરવા માટે આવે છે. રાજ્યના પહાડી વિસ્તારમાં યાત્રા માટે વાતાવરણનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જો વાતાવરણ યોગ્ય ન હોય તો યાત્રા કરવાથી બચવું જોઈએ. અહીં જાણો ઉત્તરાખંડની 10 જગ્યાએ, જે શ્રદ્ધાળુઓને પોતાના તરફ આકર્ષે છે....

કેદારનાથ ધામ
બાર જ્યોતિર્લિંગોમાં કેદારનાથ ધામ પણ સામેલ છે. આ મંદિર રૂદ્રપ્રયાગ જિલ્લામાં છે. કેદારનાથ મંદિર સાથે જ પ્રાકૃતિક વાતાવરણ આ જગ્યાની ખાસિયત છે. આ સમયે અહીંનું તાપમાન લગભગ 16-17 ડિગ્રી સુધી રહે છે.

બદ્રીનાથ ધામ
આ મંદિર ઉત્તરાખંડ સાથે જ દેશના ચારધામોમાં પણ સામેલ છે. આ મંદિર ચામોલી જિલ્લામાં છે. બદ્રીનાથ મંદિર નર-નારાયણ નામના પર્વતોની વચ્ચે સ્થિત છે. આ ધામ પાસે જ અલકાનંદા નદી વહી રહી છે. આ સમયે બદ્રીનાથ ધામનું તાપમાન લગભગ 16-17 ડિગ્રી સુધી રહે છે.

ગંગોત્રી ધામ
ગંગોત્રી ધામ દેવનદી ગંગાનું ઉદગમ સ્થળ છે. જે ઉત્તરકાશી જિલ્લામાં છે. માન્યતા છે કે આ ક્ષેત્રમાં રાજા ભગીરથે તપ કરીને ગંગા અને શિવજીને પ્રસન્ન કર્યા હતાં. ગંગોત્રી ધામ સફેદ ગ્રેનાઇટ પત્થરોથી બનેલું છે. આ દિવસોમાં અહીંનું તાપમાન લગભગ 18-19 ડિગ્રી સુધી રહે છે.

યમુનોત્રી ધામ
યમુનોત્રી ધામથી યમુના નદી વહે છે. જે ઉત્તરકાશી જિલ્લામાં છે. અહીં દેવી યમુનાનું પ્રાચીન મંદિર છે. આ ક્ષેત્રમાં અનેક એવા કુંડ છે, જ્યાંનું પાણી ગરમ રહે છે. અહીંનું ગરમ પાણીનું સૂર્ય કુંડ ખૂબ જ પ્રસિદ્ધ છે. આ સમયે યમુનોત્રી ધામનું તાપમાન લગભગ 15-16 ડિગ્રી સુધી રહે છે.

હરિદ્વાર
ઉત્તરાખંડના પ્રસિદ્ધ તીર્થોમાં હરિદ્વાર ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અહીં કુંભનો મેળો યોજાય છે. હરિદ્વારમાં થતી ગંગા આરતી વિશ્વ પ્રસિદ્ધ છે. હરિદ્વારનો સૌથી પ્રસિદ્ધ ઘાટ હર કી પૌડી છે. હરિદ્વારમાં પૌરાણિક મહત્ત્વ ધરાવતા અનેક પ્રાચીન મંદિર છે. અહીંની ધાર્મિક યાત્રા ભક્તોને આનંદ અને ઊર્જા આપે છે. આ દિવસોમાં હરિદ્વારનું તાપમાન લગભગ 35-37 ડિગ્રી સુધી રહે છે.

ઋષિકેશ
આ તીર્થ સ્થળ હરિદ્વારથી લગભગ 25 કિમી દૂર છે અને દેહરાદૂનથી 43 કિમી દૂર છે. ઋષિકેશના પ્રાકૃતિક અને શાંત વાતાવરણથી દેશ-વિદેશથી આવતા શ્રદ્ધાળુઓ મોહિત થઈ જાય છે. અહીં પ્રાચીન મંદિર સાથે જ અનેક મોટા-મોટા આશ્રમ છે. ગંગા નદી પર્વતીય ક્ષેત્રોથી વહીને ઋષિકેશના સમતલ સ્થાનોથી આગળ વધે છે. અહીંનો લક્ષ્મણ ઝૂલો વિશ્વસ પ્રસિદ્ધ છે. આ દિવસોમાં અહીંનું તાપમાન લગભગ 35-36 ડિગ્રી સુધી રહે છે.

નૈનીતાલ
નૈનીતાલને તળાવનું નગર કહેવામાં આવે છે. એક સમયે અહીં લગભગ 60 તળાવ હતાં. આ શહેર બરફથી ઢંકાયેલાં પહાડની વચ્ચે સ્થિત છે. અહીંનું નયના દેવી મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે. આ મંદિર દેવી માતાના 51 શક્તિપીઠોમાંથી એક છે. સાથે જ, અહીંનું નૈની તળાવ આકર્ષણનું કેન્દ્ર છે. આ સમયે અહીંનું તાપમાન લગભગ 25-26 ડિગ્રી સુધી રહે છે.

મસૂરી
મસૂરી દેશના સૌથી પ્રસિદ્ધ ટૂરિઝમ સ્થળોમાંથી એક છે. મસૂરી પહાડોમાં વસેલું છે. આ શહેર દેહરાદૂનથી લગભગ 35 કિમી દૂર છે. જો તમે ઉત્તરાખંડના ચારધામની યાત્રા કરો છો તો મસૂરી પણ સરળતાથી જઈ શકાય છે. અહીંનું પ્રાકૃતિક વાતાવરણ ખૂબ જ મનમોહક છે. આ સમયે અહીંનું તાપમાન લગભગ 24-25 ડિગ્રી સુધી રહે છે.

તુંગનાથ મહાદેવ
આ મંદિર પંચ કેદારમાંથી એક છે. આ શિવજીનું એવું મંદિર છે જે સૌથી વધારે ઊંચાઈએ સ્થિત છે. તુંગનાથ રૂદ્રપ્રયાગ જિલ્લામાં છે. જુલાઈના સમયગાળામાં આ જગ્યાની સુંદરતા અનેકગણી વધી જાય છે. તુંગનાથ મહાદેવ મંદિરની યાત્રા વાહનની જગ્યાએ પગપાળા વધારે કરવી પડે છે. આ સમયે અહીંનું તાપમાન લગભગ 17-18 ડિગ્રી સુધી રહે છે.

વ્યાસ ગુફા
ઉત્તરાખંડમાં બદ્રીનાથથી લગભગ 4 કિમી દૂર સ્થિત વ્યાસ ગુફા છે. આ ગુફા મહર્ષિ વેદ વ્યાસ સાથે સંબંધ ધરાવે છે. જો તમે ગુરુ પૂર્ણિમાએ કોઈ ધાર્મિક સ્થળની યાત્રા કરવા ઇચ્છો છો તો અહીં આવી શકો છો. ગુરુ પૂર્ણિમા વ્યાસની જન્મ તિથિ છે. આ દિવસે અહીં ખાસ કાર્યક્રમ થાય છે. ગુફાનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. અહીંથી થોડા જ કિમી દૂર ભારત-ચીન બોર્ડર છે. આ સમયે અહીંનું તાપમાન લગભગ 14-15 ડિગ્રી સુધી રહે છે.

અન્ય સમાચારો પણ છે...