શ્રાવણમાં 30 શિવમંદિરોનાં દર્શન:કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ; આ શિવલિંગની સ્થાપના પછી ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીનો અહંકાર તૂટ્યો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • divyabhaskar.com માં અમે શ્રાવણ મહિના નિમિત્તે શ્રાવણ મહિનાના 30 દિવસમાં 30 પ્રખ્યાત શિવ મંદિરોના દર્શન કરાવીશું.
  • મહેશ્વરમાં નર્મદા નદીના કિનારે કાળા પત્થરોથી પ્રાચીન કાશી વિશ્વનાથ મંદિર બનેલું છે

કાશી વિશ્વનાથ મંદિર હિંદુ ધર્મનું સૌથી જાણીતું મંદિર છે, જે ભગવાન શિવને સમર્પિત છે. તે વારાણસી, ઉત્તર પ્રદેશમાં આવેલું છે. આ મંદિર પવિત્ર નદી ગંગાના જમણા કાંઠે આવેલી છે અને બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. અહીંના મુખ્ય દેવ વિશ્વનાથ અથવા વિશ્વૈશ્વરા તરીકે જાણીતા છે, જેનો અર્થ વિશ્વના નાથ થાય છે. વારાણસી શહેર કાશી તરીકે જાણીતું છે, એટલે આ મંદિર કાશી વિશ્વનાથ મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિરમાં ભગવાનનું શિવલિંગ મનોવાંછિત ફળદાયક માનવામાં આવે છે. મંદિરનું નિર્માણ દેવીશ્રી અહિલ્યાબાઈ હોલકરજીએ 1786માં કરાવ્યું હતું. મહેશ્વરના બધા શિવાલયોમાં સૌથી મોટું શિવલિંગ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત છે.

કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગઃ-
કાશી વિશ્વનાથ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંથી એક છે. આ મંદિર હિંદુ ધર્મ માટે ખૂબ જ ખાસ છે. આ મંદિર વારણસીમાં સ્થિત છે. માન્યતા છે કે કાશી ભગવાન શિવના ત્રિશૂળ ઉપર ટકેલું છે. કાશી પુરાતન સમયથી જ અધ્યાત્મનું કેન્દ્ર રહ્યું છે.

માન્યતાઃ-
કહેવાય છે કે મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત શિવલિંગ કાશીના મંદિરમાં સ્થાપિત થવાનું હતું, પરંતુ સંયોગવશ મહેશ્વર પહોંચી ગયું. મહેશ્વર શિવલિંગ આવી જવાથી દેવીશ્રી તેની સ્થાપના કરી. મંદિર કાળા પત્થરો દ્વારા બનેલું છે. મંદિરનો સભા મંડપ 18 પત્થરોથી બનેલા થાંભલા ઉપર ટકેલો છે. સભા મંડપ પછી ગર્ભગૃહનો સંપૂર્ણ ભાગ પત્થરો દ્વારા બનેલો છે. અહિલ્યાબાઈ દર સોમવારે પાલકીમાં બેસીને ભગવાન કાશી વિશ્વનાથ મંદિર જઈને ભગવાનની પૂજા-અર્ચના અને અભિષેક કરતી હતી. સવાર અને સાંજના સમયે અર્ચન પછી નેવેદ્યમાં ચોખા અને દાળનો નૈવેદ્ય ધરાવવામાં આવતો હતો. આજે પણ આ પ્રથા શરૂ છે.

મહેશ્વરમાં નર્મદા નદીના કિનારે કાળા પત્થરોથી પ્રાચીન કાશી વિશ્વનાથ મંદિર બનેલું છે
મહેશ્વરમાં નર્મદા નદીના કિનારે કાળા પત્થરોથી પ્રાચીન કાશી વિશ્વનાથ મંદિર બનેલું છે

કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની કથાઃ-
કાશી વિશ્વનાથને લઇને એક રસપ્રદ પૌરાણિક કથા પ્રચલિત છે. એકવાર ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી વચ્ચે વિવાદ થયો કે કોઈ વધારે શક્તિશાળી છે. આ વિવાદમાં મધ્યસ્થી બનવા માટે ભગવાન શિવજીએ વિશાળ જ્યોતિર્લિંગનું સ્વરૂપ ધારણ કર્યું હતું.

શિવજીએ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીને વિશાળ જ્યોતિર્લિંગનો સ્ત્રોત અને ઊંચાઈની જાણકારી પ્રાપ્ત કરવા માટે કહ્યું. બ્રહ્માજી પોતાના હંસ ઉપર બેસીને શિવલિંગની ઊંચાઈ અંગે જાણકારી મેળવવા આકાશ તરફ ઉડ્યાં. વિષ્ણુજી શૂકરનું સ્વરૂપ ધારણ કરીને પૃથ્વીમાં ખોદકામ કરવા લાગ્યાં, જેથી તેના ઊંડાણ અંગે જાણકારી મળી શકે. બંને અનેક યુગો સુધી પણ તેના ઊંડાણ કે ઊંચાઈ અંગે જાણકારી પ્રાપ્ત કરી શક્યા નહીં. અંતે હાર માનીને વિષ્ણુજી શિવજી સામે નતમસ્તક થઈ ગયાં, પરંતુ બ્રહ્માજીએ અસત્યની મદદ લીધી અને કહ્યું કે તેમણે ઊંચાઈની જાણકારી મેળવી લીધી છે. આ અસત્ય માટે શિવજીએ ગુસ્સે થઈને બ્રહ્માજીને શ્રાપ આપ્યો કે તમારી કોઈપણ સ્થાને પૂજા થશે નહીં, એટલે બ્રહ્માજીના મંદિર કોઈ સ્થાને જોવા મળતાં નથી.

ભગવાન શિવના ત્રિશૂળ પર ટકેલું છે કાશીઃ-
એવું કહેવામાં આવે છે કે આ નગરને સાક્ષાત્ ભગવાન શિવે પોતાના તેજથી પ્રગટ કર્યું હતું. આ માટે આ નગરીને ભગવાન શિવનું જ સ્વરૂપ માનવામાં આવે છે. પ્રલયના સમયે આ નગરની રક્ષા કરવા માટે ભગવાન શિવે આ શહેરને પોતાના ત્રિશૂળ પર ટકાવીને રાખ્યું હતું.

રલયના સમયે આ નગરની રક્ષા કરવા માટે ભગવાન શિવે આ શહેરને પોતાના ત્રિશૂળ પર ટકાવીને રાખ્યું હતું.
રલયના સમયે આ નગરની રક્ષા કરવા માટે ભગવાન શિવે આ શહેરને પોતાના ત્રિશૂળ પર ટકાવીને રાખ્યું હતું.

કાશીને માનવામાં આવે છે પંચકોસીઃ-
કાશીને ભગવાન શિવનું સૌથી પ્રિય નગર માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે અહીં સાક્ષાત્ ભગવાન શિવ નિવાસ કરે છે. કાશીને પંચકોસી એટલે કલ્યાણદાયિની, કર્મ બંધનનો નાશ કરનારી, જ્ઞાનદાયિની અને મોક્ષ પ્રદાન કરનારી માનવામાં આવે છે.

કેવી રીતે પહોંચવું-

હવાઈ માર્ગઃ- અહીંથી લગભગ 22 કિમીના અંતર પર બાબપુર એયરપોર્ટ છે. ત્યાં સુધી હવાઈ માર્ગથી આવીને રેલ અથવા સડક માર્ગથી વિશ્વનાથ જ્યોતિલિંગ પહોંચી શકાય છે.

રેલ માર્ગઃ- દેશના લગભગ બધા જ મોટા શહેરોથી અહીં આવવા માટે રેલ ગાડીઓ ચાલે છે.

સડક માર્ગઃ- વિશ્વનાથ જ્યોતિલિંગ પહોંચવા માટે સડક માર્ગનો પણ પ્રયોગ કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...