ગુરુવાર, 13 ઓક્ટોબરના રોજ કરવા ચોથ છે. આ વ્રત જીવનસાથીના સૌભાગ્ય અને સારા સ્વાસ્થ્યની કામના સાથે કરવામાં આવે છે. આ દિવસ ચોથ માતાની પૂજા થાય છે. જે મહિલાઓ આ વ્રત કરે છે, તેઓ આખો દિવસ નિર્જળા રહે છે. આસો મહિનાના વદ પક્ષની ચોથના દિવસને કરવા ચોથ કહેવામાં આવે છે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે આ ચોથની રાતે ચોથ માતાની પૂજા કરવામાં આવે છે અને ચંદ્ર ઉદય પછી ચંદ્રદેવને અર્ઘ્ય આપવામાં આવે છે, પૂજા કરવામાં આવે છે. આ પૂજા પછી જ મહિલાઓ ખાનપાન ગ્રહણ કરે છે. જે મહિલાઓ આ વ્રત કરે છે, તેમના માટે કરવા ચોથ માતાની કથા વાંચવી કે સાંભળવી જરૂરી હોય છે.
ચંદ્ર અને સૌભાગ્ય પૂજા વિધિ
કરવા ચોથ કથા
પ્રાચીન સમયમાં એક ગુણવાન, બુદ્ધિશાળી અને ધર્મપારાયણ બ્રાહ્મણ રહેતો હતો. તેને ચાર પુત્રો અને એક સુંદર તથા ગુણવાન પુત્રી હતી. બ્રાહ્મણે પુત્રો અને પુત્રીના લગ્ન ધામેધૂમે કર્યા હતા. પુત્રી પિતાના ઘરે આવી હતી. ભાભીઓ સાથે બહેને કરવા ચોથનું વ્રત રાખ્યું હતું.
રાત્રે ભાઈઓ જમવા બેઠા ત્યારે તેમણે બહેનને જમવાનું કહ્યું, પણ બહેને કહ્યું કે ચંદ્રના દર્શન કર્યા પછી જમશે. આખો દિવસની ભૂખના કારણે બહેન સ્થિતિ ખરાબ હતી. આથી તેના ભાઈઓને તેના પર દયા આવી. તેઓએ કપટ કરી એક કૃત્રિમ ચંદ્ર બનાવ્યો અને બહેનને તે જોઈ જમવાનું કહ્યું. ભાભીઓએ બહેનને ચંદ્રને અર્ધ્ય આપવાનું કહ્યું પરંતુ બહેને આપ્યું હતું. ભાભીઓએ એમ પણ કહ્યું કે આ કૃત્રિમ ચંદ્ર છે પણ બહેન માની નહી અને ભોજન કરી લીધું.
ભોજન પત્યા પછી તરતજ તેના પતિનું મોત થઈ ગયું. આથી તે વિલાપ કરવા લાગી. આ સમયે ઈન્દ્રાણી પૃથ્વી પર વિચરણ કરતા કરવા નીકળ્યા હતા. તેણે આ બહેનને વિલાપ કરતી જોય દુ:ખનું કારણ પૂછ્યું. બહનેની હકિકત જાણ્યા પછી ઈન્દ્રાણી બોલ્યા કે તે ચંદ્રને અર્ધ્ય આપ્યા વગર ભોજન કર્યું હતું એટલા માટે તને આ ફળ મળ્યું છે. હવે તું પૂરી શ્રદ્ધા અને ભક્તિથી વ્રત કર તો તને તારો પતિ જીવતો થશે. બહેને ફરી વિધિવત વ્રત કર્યું અને તેનો પતિ જીવીત થયો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.