પૂજા-પાઠ:શુક્રવારે કારતક મહિનાની પૂનમ, ગુરૂનાનક જયંતી અને દેવ દિવાળી રહેશે, આ તિથિએ મત્સ્ય અવતાર થયો હતો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શુક્રવાર, 19 નવેમ્બરના રોજ કારતક મહિનાની પૂનમ તિથિ છે. જેને દેવ દિવાળી પણ કહેવામાં આવે છે. આ દિવસે ગુરુનાનક દેવજીની જયંતી પણ ઊજવવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે આ તિથિએ ભગવાન વિષ્ણુનો મત્સ્ય અવતાર થયો હતો. તેને ભગવાન વિષ્ણુનો પહેલો અવતાર માનવામાં આવે છે. પ્રાચીન સમયમાં ત્યારે જળ પ્રલય આવ્યો હતો, ત્યારે મત્સ્ય અવતાર ધારણ કરીને ભગવાને સંપૂર્ણ સૃષ્ટિની રક્ષા કરી હતી.

કારતક પૂનમ સાથે જોડાયેલી માન્યતા
કારતક પૂનમને ત્રિપુરારિ પૂનમના નામે પણ ઓળખવામાં આવે છે. માન્યતા છે કે આ તિથિએ શિવજીએ ત્રિપુરાસુર નામના દૈત્યોનો વધ કર્યો હતો, આ કારણે તેને ત્રિપુરારી પૂર્ણિમા કહેવામાં આવે છે.

કારતક પૂર્ણિમાને દેવતાઓની દિવાળી તરીકે પણ ઊજવવામાં આવે છે. આ કારણે તેને દેવ દિવાળી કહેવામાં આવે છે.

કારતક મહિનાની અંતિમ તિથિ એટલે પૂનમના દિવસે આ મહિનાનો સુદ પક્ષ પૂર્ણ થઈ જશે. માન્યતા છે કે કારતક પૂર્ણિમાએ પવિત્ર નદીમાં સ્નાન, દીપદાન, પૂજા, આરતી, હવન અને દાન-પુણ્ય કરવાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે.

કારતક મહિનાની અંતિમ તિથિ એટલે પૂનમના દિવસે આ મહિનાનો સુદ પક્ષ પૂર્ણ થઈ જશે
કારતક મહિનાની અંતિમ તિથિ એટલે પૂનમના દિવસે આ મહિનાનો સુદ પક્ષ પૂર્ણ થઈ જશે

કારતક પૂનમે કેવા-કેવા શુભ કામ કરી શકાય છે?
આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા વાંચવી અને સાંભળવી જોઈએ. જરૂરિયાતમંદ લોકોને ફળ, અનાજ, દાળ, ચોખા, ગરમ વસ્ત્ર વગેરેનું દાન કરવું જોઈએ.

કારતક પૂનમે જો નદીમાં સ્નાન કરવા જઈ શકો નહીં તો ઘરમાં જ સવારે જલ્દી જાગવું અને પાણીમાં થોડું ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવું. સ્નાન કરતી સમયે બધા તીર્થ અને નદીઓનું ધ્યાન કરવું જોઈએ.

સવારે જલ્દી જાગવું અને સ્નાન કર્યા પછી સૂર્યને જળ ચઢાવવું. જળ તાંબાના લોટાથી ચઢાવવું જોઈએ. અર્ઘ્ય આપતી સમયે સૂર્યના મંત્રનો જાપ કરવો જોઈએ. કોઈ ગૌશાળામાં લીલું ઘાસ અને ધનનું દાન કરવું.

આ દિવસે શિવલિંગ ઉપર જળ ચઢાવવું. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો. કપૂર પ્રગટાવીને આરતી કરો. શિવજી સાથે જ ગણેશજી, માતા પાર્વતી, કાર્તિકેય સ્વામી અને નંદીની પણ ખાસ પૂજા કરવી. હનુમાનજી સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસા કે સુંદરકાંડનો પાઠ કરવો.