કારતક મહિનાની પૂનમ તિથિ બે દિવસ એટલે 7 અને 8 નવેમ્બરના રોજ રહેશે. આ કારણે આ પર્વ પણ આ વખતે બે દિવસ ઊજવવામાં આવશે. કાશી વિદ્વત પરિષદના જ્યોતિષીઓના જણાવ્યા પ્રમાણે દીપદાનની પૂનમ સોમવારે ઊજવવામાં આવશે. ત્યાં જ, સ્નાન-દાન બીજા દિવસે સવારે સાડા 8 વાગ્યા પહેલાં કરી લેવું જોઈએ. તે પછી ચંદ્ર ગ્રહણનું સૂતક શરૂ થઈ જશે. ત્યાં જ, ગ્રહણ સાંજે લગભગ સાડા 4 વાગ્યાથી શરૂ થશે.
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે આ વખતે કારતક પૂનમના દિવસે થતું ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે. એટલે આ દિવસે દેવ દર્શન અને પૂજાપાઠ થશે નહીં. દેશમાં થોડાં સ્થાને આંશિક અને થોડી જગ્યાએ પૂર્ણ ચંદ્રગ્રહણ સાંજે 6 વાગે પૂર્ણ થઈ જશે. તે પછી મંદિરોને પવિત્ર કરીને સફાઈ સાથે સૂતક કાઢવામાં આવશે.
7 નવેમ્બરે દીપદાનની પૂનમ
સોમવાર, 7 નવેમ્બરના રોજ પૂનમ તિથિ સાંજે લગભગ 4.40 કલાકે શરૂ થઈ જશે અને બીજા દિવસ સુધી રહેશે. એટલે ગોધુલિ વેળા અને પ્રદોષ કાળ દરમિયાન પૂનમ તિથિ હોવાથી દીપદાન આ દિવસે સાંજે કરવામાં આવવું જોઈએ. પૂનમના દિવસે ચંદ્ર દર્શન અને પૂજન પણ આ રાતે કરવું શુભ રહેશે.
8 નવેમ્બરે સ્નાન-દાન
મંગળવારનો સૂર્યોદય પૂનમ તિથિમાં થશે. જેના કારણે તીર્થ સ્નાન અને દાન પણ આ દિવસે સવારે જલ્દી કરવું શુભ રહેશે. કેમ કે સાંજે થતાં ચંદ્રગ્રહણનું સૂતક સવારે લગભગ સાડા 8 વાગ્યાથી શરૂ થઈ જશે. જે સાંજે 6 વાગ્યા પછી ગ્રહણ સાથે જ પૂર્ણ થઈ જશે.
કારતક પૂનમ પુણ્ય આપનાર પર્વ છે
કારતક મહિનાની પૂનમમાં દીપદાન અને તીર્થ સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે તે અક્ષય રહે છે. એટલે તે પુણ્ય ફળ અખૂટ રહે છે. તેનાથી મળતો લાભ લાંબા સમય સુધી રહે છે. આ દિવસે દીપદાન કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે. સાથે જ, અનેક વ્રતનું પુણ્ય મળે છે.
આ પૂનમ તિથિએ ગંગા સ્નાન કરવાથી આખા વર્ષ સુધી ગંગા સ્નાન કરવા જેટલું પુણ્ય મળે છે. ત્યાં જ, અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.