• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Kanya Sankranti, Parivartini Ekadashi 2021 On 17 September; Significance Of Parivartini Ekadashi In Hindi, Vishnu Laxmi Puja Vidhi

વ્રત:આજે કન્યા સંક્રાંતિ, શુક્રવાર અને એકાદશીનો યોગ; વિષ્ણુજી સાથે જ મહાલક્ષ્મીનો દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે ભાદરવા મહિનાના સુદ પક્ષની એકાદશી છે. જેને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોની ખાસ પૂજા કરવી જોઈએ. આજે કન્યા સંક્રાંતિ પણ છે. સૂર્ય સિંહ રાશિથી કન્યા રાશિમાં પ્રવેશ કરશે. આજે વામન ભગવાનનો પ્રકટ ઉત્સવ પણ ઊજવવામાં આવશે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે શાસ્ત્રોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે પરિવર્તિની એકાદશીએ ભગવાન વિષ્ણુ વિશ્રામ દરમિયાન પડખું ફરે છે. આ કારણે આ તિથિને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે. એકાદશીએ જે લોકો વ્રત કરે છે, તેમણે આખો દિવસ અનાજનો ત્યાગ કરવો જોઈએ. આ તિથિએ ફળાહાર કરવું અને ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરીને ધ્યાન કરવું જોઈએ.

એકાદશીએ સવારે જલ્દી જાગવું અને સ્નાન કર્યા પછી ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરીને સૂર્યદેવને જળ ચઢાવવું. તેના માટે તાંબાના વાસણમાં જળ ભરવું, ફૂલ, ચોખા અને કંકુ મિક્સ કરીને સૂર્યને અર્ઘ્ય આપવું. સૂર્યદેવ માટે ગોળનું દાન કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા કોઈ મંદિરમાં કરવું. મહાલક્ષ્મીજીના મંદિરમાં અત્તર અર્પણ કરવું.

શુક્રવાર અને એકાદશીના યોગમાં વિષ્ણુજી સાથે જ દેવી લક્ષ્મીનો દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરવો જોઈએ. તેના માટે દક્ષિણાવર્તી શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરો અને તેનાથી ભગવાનનો અભિષેક કરો. ફૂલ, સિઝનલ ફળ વગેરે પૂજન સામગ્રી ચઢાવો. પૂજામાં ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. મીઠાઈનો ભોગ તુલસીના પાન સાથે ધરાવો. શુક્રવારે વામન અવતારની પણ ખાસ પૂજા કરો.

આ દિવસે બાળ ગોપાલ અને ગૌમાતાની પ્રતિમાનો પણ અભિષેક કરવો જોઈએ. ભગવાન શ્રીકૃષ્ણને નવા વસ્ત્ર પહેરાવો. તુલસીના પાન સાથે માખણ-મિસરીનો ભોગ ધરાવો. કૃં કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો. કોઈ ગૌશાળામાં ધન અને લીલા ઘાસનું દાન કરો.

સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડમાં એકાદશી મહાત્મ્ય નામનો અધ્યાય છે. આ અધ્યાયમાં વર્ષભરની બધી એકાદશી અંગે ઉલ્લેખવામાં આવ્યું છે. મહાભારતમાં ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને બધી એકાદશીઓનું મહત્ત્વ સજાવ્યું હતું.