• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Kanya Sankranti On 17th September, Offering Water To The Sun, Plant A Peepal Plant In A Temple On Kanya Sankranti, Pitru Paksha Facts

સૂર્ય પૂજા અને શ્રાદ્ધ કરવાનું પર્વ:17 સપ્ટેમ્બરે કન્યા સંક્રાંતિ, સૂર્યને જળ ચઢાવીને દિવસની શરૂઆત કરો અને કોઈ મંદિરમાં પીપળાનો છોડ વાવો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

શનિવાર, 17 સપ્ટેમ્બરના રોજ સૂર્ય સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. આ દિવસે કન્યા સંક્રાંતિ પર્વ ઊજવવામાં આવશે. સંક્રાંતિના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની અને જરૂરિયાતમંદ લોકોને દાન-પુણ્ય કરવાની પરંપરા છે. પિતૃ પક્ષ અને કન્ય સંક્રાંતિનો યોગ હોવાથી આ દિવસે સૂર્ય પૂજા સાથે જ પિતૃઓ માટે પિંડદાન, તર્પણ, ધૂપ-ધ્યાન, શ્રાદ્ધ કર્મ કરવાનું મહત્ત્વ વધી ગયું છે.

ઉજ્જૈનના પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે સૂર્યનું રાશિ બદલવું સંક્રાંતિ કહેવામાં આવે છે. એક વર્ષમાં 12 સંક્રાંતિ આવે છે. શાસ્ત્રોમાં તેને એક પર્વ કહેવામાં આવે છે. આ કારણે દેશભરના બધા તીર્થોમાં અને પવિત્ર નદીઓમાં સ્નાન કરવા માટે ભક્તો વિશાળ સંખ્યામાં પહોંચે છે.

કન્યા સંક્રાંતિના દિવસે કેવા-કેવા શુભ કામ કરી શકાય છે?
પિતૃ પક્ષમાં ધૂપ-ધ્યાન સાથે જ પિતૃઓના નામથી મોટા અને ઘટાદાર વૃક્ષોના છોડ વાવવાની પરંપરા છે. પીપળામાં પિતૃઓનો વાસ માનવામાં આવે છે. આ કારણે પીપળાનો છોડ વાવવો અને તેની દેખરેખ કરવાનો સંકલ્પ લેશે તો તે ખૂબ જ સારું રહેશે. આ છોડ કોઈ મંદિરમાં કે કોઈ અન્ય જાહેર સ્થાને વાવવો જોઈએ.
જે લોકો ભગવાન વિષ્ણુના ભક્ત છે, તેમણે કોઈ મંદિરમાં તુલસીનો છોડ વાવવો જોઈએ. શિવજીના ભક્તો બીલીપત્રનો છોડ વાવી શકે છે.
સંક્રાંતિએ જરૂરિયાતમંદ લોકોને જરૂરી વસ્તુઓ જેમ કે કપડાં, ભોજન, દવાઓ, બૂટ-ચપ્પલ, છત્રી વગેરે દાન કરવું. કોઇ ગૌશાળામાં ધન અને અનાજનું દાન કરવાનું ભૂલશો નહીં.

સંક્રાંતિના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની અને જરૂરિયાતમંદ લોકોને દાન-પુણ્ય કરવાની પરંપરા છે
સંક્રાંતિના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની અને જરૂરિયાતમંદ લોકોને દાન-પુણ્ય કરવાની પરંપરા છે

જો નદીમાં સ્નાન કરવા જઈ શકો નહીં તો શું કરી શકો છો?
જે લોકો નદીમાં સ્નાન કરવા જઈ શકતા નથી, તે લોકોએ પોતાના ઘરના પાણીમાં થોડું ગંગાજળ અને કાળા તલ મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ.
બધા તીર્થનું અને પવિત્ર નદીઓનું ધ્યાન કરીને સ્નાન કરવાથી ઘરમાં તીર્થ સ્નાન જેવો ધર્મ લાભ મળી શકે છે.

સૂર્યદેવ માટે કેવા-કેવા શુભ કામ કરી શકાય છે?
સંક્રાંતિએ સવારે જલ્દી જાગવું અને સ્નાન કર્યા પછી તાંબાના લોટાથી સૂર્યને અર્ઘ્ય આપવું. સૂર્યને જળ ચઢાવવા માટે લોટામાં પાણી સાથે લાલ ફૂલ, ચોખા પણ રાખવાં.
ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરીને અર્ઘ્ય અર્પણ કરો. સૂર્યદેવ માટે ગોળનું અને તાંબાના વાસણનું દાન કરવું જોઈએ.

સૂર્યદેવતા ગ્રહોના રાજા છે અને પ્રત્યેક્ષ દેવતા છે.
સૂર્યદેવતા ગ્રહોના રાજા છે અને પ્રત્યેક્ષ દેવતા છે.

સૂર્યદેવ સાથે જોડાયેલી ખાસ વાત
જ્યોતિષમાં સૂર્યને ગ્રહોના રાજા માનવામાં આવે છે. આ ગ્રહ સિંહ રાશિનો સ્વામી છે.
શનિદેવ, યમરાજ અને યમુના સૂર્યદેવના સંતાન છે. હનુમાનજીએ સૂર્યદેવને ગુરુ બનાવ્યા હતાં અને તેમની સાથે ચાલીને બધા જ વેદોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.
સવાર-સવારમાં સૂર્ય જોવા મળે નહીં તો પૂર્વ દિશા તરફ મુખ કરીને સૂર્યદેવનું ધ્યાન કરીને જળ ચઢાવવું જોઈએ.
સૂર્ય પંચદેવોમાંથી એક છે. ગણેશજી, શિવજી, વિષ્ણુજી, દેવી દુર્ગા અને સૂર્યદેવ આ પંચદેવ છે. તેમની પૂજા સાથે જ બધા શુભ કાર્યોની શરૂઆત થાય છે.

અન્ય સમાચારો પણ છે...