આજે સ્નાન-દાનનું પર્વ:કન્યા સંક્રાંતિએ ભગવાન સૂર્ય અને શનિદેવની પૂજા કરવાનો શુભ યોગ, બપોરે પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

17 સપ્ટેમ્બરના રોજ એટલે આજે શનિવાર, કન્યા સંક્રાંતિ અને પિતૃ પક્ષનો યોગ બની રહ્યો છે. આ યોગમાં ભગવાન સૂર્ય, શનિદેવની પૂજા કરો અને બપોરે પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરો. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા પછી દાન-પુણ્ય કરવાની પણ પરંપરા છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે કન્યા સંક્રાંતિ શનિવારે હોવાથી તેનું મહત્ત્વ વધી ગયું છે. આ દિવસે સૂર્ય સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના રાશિ પરિવર્તનને જ સંક્રાંતિ કહેવામાં આવે છે. સંક્રાંતિ સૂર્ય પૂજાનું પર્વ છે અને શનિવારનો કારક ગ્રહ શનિ છે. સૂર્યદેવ પિતા છે અને શનિદેવ પુત્ર છે. પિતા-પુત્રની પૂજા એક જ દિવસે કરવામાં આવશે.

શનિદેવ જ્યોતિષમાં સૂર્યને દુશ્મન માને છે
શનિદેવના જન્મની કથા પ્રમાણે સૂર્યદેવના લગ્ન સંજ્ઞા નામની દેવ કન્યા સાથે થયાં હતાં. યમુના અને યમરાજ સૂર્ય અને સંજ્ઞાના સંતાન છે. સંજ્ઞા સૂર્યદેવનું તેજ સહન કરી શકતી નહોતી. આ કારણે સંજ્ઞાએ પોતાની છાયાને સૂર્યદેવની સેવામાં રાખી દીધી અને તે ત્યાંથી જતી રહી. પછી સૂર્ય અને છાયાની સંતાન તરીકે શનિદેવનો જન્મ થયો.

જ્યારે સૂર્યદેવને છાયા અંગે જાણ થઈ ત્યારે તેઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયાં. સૂર્યને પોતાની માતા ઉપર ગુસ્સો કરતા જોઈને શનિદેવને ખૂબ જ ખરાબ લાગ્યું. ત્યાર બાદ જ શનિ પોતાના પિતાને દુશ્મનની જેમ માનવા લાગ્યાં. આ જ્યોતિષની માન્યતા છે.

આ દિવસે કોઈ નદીમાં સ્નાન કરવાની પરંપરા છે. નદીમાં સ્નાન કરી શકો નહીં તો ઘરના જ પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરો
આ દિવસે કોઈ નદીમાં સ્નાન કરવાની પરંપરા છે. નદીમાં સ્નાન કરી શકો નહીં તો ઘરના જ પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરો

કન્યા સંક્રાંતિએ કેવા-કેવા શુભ કામ કરી શકાય છે?
આ સંક્રાંતિએ પિતૃઓ માટે પિંડદાન, તર્પણ, શ્રાદ્ધ કર્મ અને ધૂપ-ધ્યાન કરો. આ બધા જ કામ બપોરે કરવા જોઈએ.
સવારે જલ્દી જાગવું અને સ્નાન કર્યા પછી તાંબાના લોટાથી સૂર્યને જળ ચઢાવવું. તેના માટે લોટામાં જળ સાથે જ ફૂલ અને ચોખા રાખવા. તે પછી જ અર્ઘ્ય આપવું. ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો.
આ સંક્રાંતિ શનિવારે હોવાથી આ દિવસે શનિદેવની ખાસ પૂજા કરો. શનિદેવના મંત્રોનો જાપ કરો. શનિદેવ માટે તેલનું દાન કરો. છત્રીનું પણ દાન કરી શકાય છે. બૂટ-ચપ્પલ, કાળો ધાબળો અને કપડાનું દાન કરો.
કોઈ ગૌશાળામાં ધનનું દાન કરો. ખાસ કરીને કાળી ગાયને લીલું ઘાસ ખવડાવો
આ દિવસે કોઈ નદીમાં સ્નાન કરવાની પરંપરા છે. નદીમાં સ્નાન કરી શકો નહીં તો ઘરના જ પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરો.

પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કેવી રીતે કરશો
પિતૃઓને માટે ધૂપ-ધ્યાન કરવા બળતા છાણામાં ગોળ અને ઘી અર્પણ કરવું જોઈએ. સાથે જ, પિતૃઓનું ધ્યાન કરો. જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું. ધનનું દાન કરો.

અન્ય સમાચારો પણ છે...