• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Kanya Sankranti 2021 Surya Ka Rashi Parivartan (Planetary Positions) 2021 | Sun Transit In Virgo Impact On Zodiac Signs | Kanya Sankranti History, Significance Its Importance

સૂર્ય સંક્રાંતિ:કન્યા રાશિમાં સૂર્યનો પ્રવેશ થશે; આજે પૂજા અને સ્નાન દાનની પરંપરા, આ દિવસને અશ્વિન સંક્રાંતિ પણ કહેવામાં આવે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં કન્યા સંક્રાંતિનો ખાસ ઉત્સવ છે, દક્ષિણ ભારતમાં તેને કન્યા સંક્રમણ કહેવામાં આવે છે

આજે સૂર્ય રાશિ બદલીને કન્યામાં આવી જશે. એટલે આ દિવસે કન્યા સંક્રાંતિ ઊજવવામાં આવશે. આ પર્વમાં સ્નાન, દાન અને પૂજાપાઠ કરવું શુભ માનવામાં આવે છે. કન્યા સંક્રાંતિએ વિશ્વકર્મા પૂજા દિવસ સ્વરૂપે પણ ઊજવવામાં આવે છે. દક્ષિણ ભારતમાં આ પર્વ ખૂબ જ ખાસ માનવામાં આવે છે કેમ કે ત્યાં સૌર કેલેન્ડરને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. ત્યાં સંક્રાંતિને સંક્રમણ કહેવામાં આવે છે.

આ દિવસે સૂર્ય પૂજાથી પરેશાનીઓ દૂર થાય છે-
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે આ સંક્રાંતિએ સ્નાન, દાન સાથે પિતૃઓ માટે શ્રાદ્ધ કરવું શુભ માનવામાં આવે છે. કેમ કે ઉપનિષદો, પુરાણો અને સ્મૃતિ ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે જ્યારે સૂર્ય કન્યા રાશિમાં હોય છે ત્યારે કરવામાં આવતું શ્રાદ્ધ પિતૃઓને આખું વર્ષ સંતુષ્ટ રાખે છે.

કન્યા રાશિમાં રહેલ સૂર્યની પૂજા કરવાથી દરેક પ્રકારની બીમારીઓ અને પરેશાનીઓ દૂર થવા લાગે છે. એટલે આ દિવસને અનુકૂળ સમયની શરૂઆતના પ્રતીક તરીકે માનવામાં આવે છે. વર્ષો પહેલાં જ્યારે તિથિઓની વધ-ઘટ ખૂબ જ ઓછી થતી હતી ત્યારે આ સંક્રાંતિ આસો મહિનામાં આવતી હતી. એટલે તેને આસો સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. સંક્રાંતિનો પુણ્યકાળ ખાસ માનવામાં આવે છે અને આ પુણ્યકાળમાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું ખાસ મહત્ત્વ છે.

પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં કન્યા સંક્રાંતિનો ખાસ ઉત્સવ છે, દક્ષિણ ભારતમાં તેને કન્યા સંક્રમણ કહેવામાં આવે છે
પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં કન્યા સંક્રાંતિનો ખાસ ઉત્સવ છે, દક્ષિણ ભારતમાં તેને કન્યા સંક્રમણ કહેવામાં આવે છે

પં. બંગાળ અને ઓરિસ્સામાં કન્યા સંક્રાંતિ ખાસ છે-
કન્યા સંક્રાંતિ પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં પણ ખાસ પર્વ તરીકે ઊજવવામાં આવે છે. આ પર્વમાં ખાસ પરંપરાઓ પૂર્ણ કરવામાં આવે છે. માન્યતા છે કે કન્યા સંક્રાંતિએ સંપૂર્ણ વિધિ-વિધાન સાથે સૂર્યદેવની પૂજા કરવામાં આવે તો દરેક પ્રકારના કષ્ટ દૂર થાય છે. કન્યા સંક્રાંતિએ જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી જોઈએ. સૂર્યદેવ બુધ પ્રધાન કન્યા રાશિમાં જશે. આ પ્રકારે કન્યા રાશિમાં બુધ અને સૂર્યનું મિલન થશે. જેથી બુધાદિત્ય યોગનું નિર્માણ થશે.

દરેક સંક્રાંતિનું પોતાનું અલગ મહત્ત્વ હોય છે. કન્યા સંક્રાંતિ પણ ખાસ છે. આ અવસરે ભગવાન વિશ્વકર્માની ઉપાસના કરવામાં આવે છે. ભગવાન વિશ્વકર્માની ઉપાસના કરવાથી કાર્યક્ષમતા વધે છે. કાર્યક્ષેત્ર અને બિઝનેસમાં આવતી પરેશાનીઓ પણ દૂર થાય છે. ધન અને વૈભવની પ્રાપ્તિ થાય છે.