• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Kamika Ekadashi Vrat 4 August 2021 Time Muhurat | Margshirsha Shukla Paksha Moksha Ekadashi Importance, Fasting, And All You Need To Know

આજે કામિકા એકાદશી:આ તિથિએ ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવાથી અનેક યજ્ઞનું ફળ મળી શકે છે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્રહ્માજીએ દેવર્ષી નારદને આ એકાદશીનું મહત્ત્વ જણાવ્યું હતું, કામિકા એકાદશી વ્રતની કથા સાંભળવી જ યજ્ઞ સમાન છે

કામિકા એકાદશી બધી જ મુખ્ય એકાદશીઓમાં ખાસ માનવામાં આવે છે. સ્કંદ પુરાણ પ્રમાણે આ દિવસે વ્રત, પૂજા અને દાનના શુભ પ્રભાવથી મનુષ્યના બધા જ પાપ નષ્ટ થઇ જાય છે. કામિકા એકાદશી અષાઢ મહિનાના વદ પક્ષમાં આવે છે. આ મહિને કામિકા એકાદશી 4 ઓગસ્ટ, બુધવાર એટલે આજે છે. આ વ્રતમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. વ્યક્તિથી જીવનમાં જાણ્યા-અજાણ્યા અનેક પાપ થઇ જાય છે, જેના કારણે મનમાં પછતાવો અનુભવ થાય છે, આ વ્રત તે પાપમાંથી મુક્ત કરાવે છે. પરંતુ આ વ્રતમાં ભગવાન વિષ્ણુ સામે ફરી એવી ભૂલ ન કરવાનો સંકલ્પ લેવામાં આવે તો જ તેનું ફળ મળે છે. આ પર્વ ઉપર તીર્થ સ્નાન કરવા અને દાન આપવાથી દરેક પ્રકારના પાપ દૂર થઇ જાય છે.

આ વ્રતનું મહત્ત્વ બ્રહ્માજીએ નારદને જણાવ્યું હતું-
કામિકા એકાદશી વ્રતની કથા સાંભળવી યજ્ઞ કરવા સમાન છે. આ વ્રત વિશે બ્રહ્માજીએ દેવર્ષી નારદને જણાવ્યું કે, પાપથી ભયભીત મનુષ્યોએ કામિકા એકાદશીનું વ્રત કરવું જોઇએ. પાપનો નાશ કરવા માટે એકાદશી વ્રત સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. સ્વયં પ્રભુએ કહ્યું છે કે, કામિકા વ્રતથી કોઇપણ જીવ કુયોનિમાં જન્મ લેતો નથી. જે વ્યક્તિ આ એકાદશીએ શ્રદ્ધા-ભક્તિ દ્વારા ભગવાન વિષ્ણુને તુલસી પાન અર્પણ કરે છે, તેઓ આ બધા જ પાપથી દૂર રહે છે.

પાણી પીધા વિના વ્રત અને પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છેઃ-
એકાદશીના દિવસે સ્નાન કરીને પવિત્ર થયા બાદ પૂજાનો સંકલ્પ લેવો જોઇએ. ત્યાર બાદ ભગવાન વિષ્ણુની મૂર્તિની પૂજા કરવી જોઇએ. ભગવાન વિષ્ણુને ફૂલ, ફળ, તલ, દૂધ, પંચામૃત અને અન્ય સામગ્રી અર્પણ કરીને આઠેય પ્રહર નિર્જળ રહેવું જોઇએ. એટલે કે, આખો દિવસ પાણી પીધા વિના વિષ્ણુજીના નામનું સ્મરણ કરવું જોઇએ. એકાદશી વ્રતમાં બ્રાહ્મણ ભોજન તથા દક્ષિણાનું પણ ખૂબ જ મહત્ત્વ હોય છે. આ પ્રકારે જે આ વ્રત રાખે છે તેમની કામનાઓ પૂર્ણ થાય છે.