26 જૂને કામાખ્યા પીઠના કપાટ ખુલશે:તંત્ર-મંત્ર માટે પ્રસિદ્ધ કામાખ્યા મંદિર 51 શક્તિપીઠોમાંથી એક છે, અહીં માતા રજસ્વલા થાય ત્યારે અંબુબાચી મેળો યોજાય છે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુવાહાટીથી લગભગ 10 કિમી દૂર નીલાંચલ પહાડ ઉપર માતા કામાખ્યાનું મંદિર બનેલું છે જે 51 શક્તિપીઠોમાંથી એક છે. 22 જૂનથી આ મંદિરમાં અંબુબાચી મેળો શરૂ થઈ ગયો છે, જે 26 જૂન સુધી રહેશે. દર વર્ષે આ દિવસોમાં મંદિરના કપાટ બંધ રહે છે. 26 તારીખના રોજ મંદિરની સાફ-સફાઈ અને દેવી માતાની ખાસ પૂજા પછી મંદિર ભક્તો માટે ખોલવામાં આવશે. આ મંદિર બ્રહ્મપુત્ર નદી પાસે સ્થિત છે.

કામાખ્યા શક્તિપીઠની પૌરાણિક કથા
દેવી પુરાણ અનુસાર માતા સતીએ પોતાના પિતાના યજ્ઞકુંડમાં જ આત્મદાહ કરી લીધો હતો. ત્યારબાદ ભગવાન શિવએ માતાનું શરીર ઉઠાવી વિનાશ નૃત્ય કરવાનું શરૂ કર્યું હતું. શિવજીના આ તાંડવના કારણે આખી સૃષ્ટિના વિનાશનું સંકટ ઊભું થઈ ગયું હતું. આ સંકટને દૂર કરવા માટે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર દ્વારા માતા સતીના શરીરના ટિકડા-ટુકડા કરી દીધા હતા. જ્યાં-જ્યાં સતીના શરીરનાં અંગ પડ્યાં, ત્યાં-ત્યાં શક્તિપીઠ બની ગયાં. કામાખ્યા શક્તિપીઠ પર માતા સતીનો ગુહ્વા એટલે કે યોનિ ભાગ પડ્યો હતો. આ કારણે કામાખ્યા મહાપીઠની ઉપ્તત્તિ થઈ. કહેવાય છે કે, અહીં દેવીનો યોનિ ભાગ હોવાથી વર્ષમાં એકવાર ત્રણ દિવસ માટે માતા રજસ્વલા થાય છે. આ દરમિયાન અહીં અમ્બૂવાચી મેળો ભરાય છે. આ મેળો દર વર્ષે જૂનમાં ભરાય છે. આ ત્રણ દિવસો દરમિયાન મંદિર બંધ રાખવામાં આવે છે. ત્રણ દિવસો બાદ ખૂબ જ ઉત્સાહ સાથે મંદિર ખોલવામાં આવે છે.

કામાખ્યા શક્તિપીઠ પર માતા સતીનો ગુહ્વા એટલે કે યોનિ ભાગ પડ્યો હતો. આ કારણે કામાખ્યા મહાપીઠની ઉપ્તત્તિ થઈ
કામાખ્યા શક્તિપીઠ પર માતા સતીનો ગુહ્વા એટલે કે યોનિ ભાગ પડ્યો હતો. આ કારણે કામાખ્યા મહાપીઠની ઉપ્તત્તિ થઈ

પ્રસાદ રૂપે ભક્તોને આપવામાં આવે છે ભીનું વસ્ત્ર
મંદિરમાં ભક્તોને પ્રસાદ રીપે ભીનું વસ્ત્ર આપવામાં આવે છે, જે અમ્બુવાચી વસ્ત્ર તરીકે ઓળખાય છે. કહેવાય છે કે દેવી રજસ્વલા થાય એ દરમિયાન પ્રતિમાની આસપાસ સફેદ કપડું પાથરવામાં આવે છે. ત્રણ દિવસ પછી જ્યારે મંદિરનો દ્વાર ખોલવામાં આવે છે, ત્યારે આ વસ્ત્ર માતાના રક્તથી લાલ થઈ જાય છે. પછી આ વસ્ત્રને ભક્તોને પ્રસાદ રૂપે વહેંચવામાં આવે છે.

મંદિરમાં દેવીની મૂર્તિ નથી
આ મંદિરમાં દેવીની કોઇ જ મૂર્તિ નથી, અહીં દેવીના યોનિ ભાગની જ પૂજા કરવામાં આવે છે. મંદિરમાં એક કુંડ જેવું છે, જે હંમેશાં ફૂલોથી ઠંકાયેલો રહે છે. આ જગ્યાની પાસે જ એક મંદિર છે. જ્યાં દેવીની મૂતિની સ્થાપના કરવામાં આવી છે. આ પીઠ માતાનાં બધાં જ પીઠોમાં મહાપીઠ ગણાય છે.

અહીં દેવી રજસ્વલા થાય એ દરમિયાન પ્રતિમાની આસપાસ સફેદ કપડું પાથરવામાં આવે છે જે ત્રણ દિવસ પછી લાલ રંગનું થઈ જાય છે
અહીં દેવી રજસ્વલા થાય એ દરમિયાન પ્રતિમાની આસપાસ સફેદ કપડું પાથરવામાં આવે છે જે ત્રણ દિવસ પછી લાલ રંગનું થઈ જાય છે

તંત્ર-મંત્રની ક્રિયાઓ માટે આ જગ્યા પ્રસિદ્ધ છે
દેવીના 51 શક્તિપીઠોમાંથી એક આ મંદિરમાં તંત્ર-મંત્રની ક્રિયાઓ ખૂબ જ વધારે કરવામાં આવે છે. આ ક્રિયાઓના કારણે આ મંદિર વિશ્વ પ્રસિદ્ધ છે. અહીં દેવી ત્રિપુરાસુંદરી, મતાંગી અને કમલા સાથે જ અન્ય દેવીઓની મૂર્તિઓ સ્થાપિત છે. અહીં એક યોનિકુંડ પણ સ્થિત છે, જેની પરિક્રમા કરવામાં આવે છે. અહીં દર વર્ષે જેઠ મહિનામાં અંબુબાચી મેળો યોજાય છે.

હવાઇ માર્ગ- કામાખ્યા મંદિર પહોંચવા માટે ગોવાહાટી ઈન્ટરનેશનલ એરપોર્ટ સૌથી નજીકનું એરપોર્ટ છે. અહીંથી મંદિર લગભગ 20 કિમી દૂર છે. દેશનાં લગભગ બધાં જ મોટાં શહેરોથી ફ્લાઇટ્સ મળી રહે છે.

રેલ માર્ગ- રેલ માર્ગથી મંદિર પહોંચવા માટે ગોવાહાટી રેલ્વે સ્ટેશન પહોંચવાનું રહેશે. અહીંથી કામાખ્યા માટે ટ્રેન પણ મળે છે અને રિક્ષા કે પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા પણ પહોંચી શકાય છે.

સડક માર્ગ- સડક માર્ગે જવા માટે, દેશનાં લગભગ મોટાં શહેરોથી ગોવાહાટી જોડાયેલું છે.