તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નવરાત્રિમાં સાધના:કાળી, તારાથી કમલા સુધી દેવી માતાના સ્વરૂપની દસ મહાવિદ્યાઓ, તેમની સાધના સંપૂર્ણ વિધિ-વિધાનથી કરવી જોઇએ

8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેવી સતી દ્વારા દસ મહાવિદ્યાઓની ઉત્પત્તિ માનવામાં આવે છે, અલગ-અલગ મનોકામનાઓ માટે તેમની આરાધના કરવામાં આવે છે

નવરાત્રિના નવ દિવસમાં દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ નવ સ્વરૂપ શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાળરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રી છે. અલગ-અલગ દિવસોમા તેમની પૂજા કરવામાં આવે છે. આ સિવાય દેવીના વિશેષ સાધક દસ મહાવિદ્યાઓની સાધના કરે છે. આ મહાવિદ્યાઓની સાધના અધૂરા જ્ઞાન સાથે કરવી જોઇએ નહીં, નહીંતર પૂજાનું વિપરીત ફળ પણ મળી શકે છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યાં પ્રમાણે દેવી સતીના 10 સ્વરૂપોને દસ મહાવિદ્યાઓના નામથી ઓળખવામાં આવે છે. નવરાત્રિના દિવસોમાં આ અલગ-અલગ મનોકામનાઓ માટે અલગ-અલગ વિદ્યાઓની સાધના કરવામાં આવે છે. આ મહાવિદ્યાઓની સાધના સંપૂર્ણ વિધિ-વિધાન સાથે કરવામાં આવે છે. જો સાધનામાં થોડી પણ ભૂલ થઇ જાય તો પૂજા-પાઠની વિપરીત અસર પણ થઇ શકે છે. એટલે આ મહાવિદ્યાઓઓની સાધના કોઇ નિષ્ણાત પંડિતના માર્ગદર્શન હેઠળ જ કરવી જોઇએ. તેમના મંત્રોના જાપ યોગ્ય ઉચ્ચારણ સાથે કરવા જોઇએ.

દસ મહાવિદ્યાઓના નામઃ-
પહેલી વિદ્યા દેવી કાળી, બીજી દેવી તારા છે, ત્રીજી ત્રિપુરા સુંદરી, ચૌથી ભુવનેશ્વરી, પાંચમી છિન્નમસ્તા, છઠ્ઠી ત્રિપુરા ભૈરવી, સાતમી ઘૂમાવતી, આઠમી બગલામુખી, નવમી માતંગી અને દસમી વિદ્યા દેવી કમલા છે.

આ દસ મહાવિદ્યાઓના ત્રણ સમૂહ છે. પહેલાં સમૂહમાં સૌમ્ય કોટિની પ્રકૃતિની ત્રિપુરા સુંદરી, ભુવનેશ્વરી, માતંગી, કમલા સામેલ છે. બીજા સમૂહમાં ઉગ્ર કોટિની કાળી, છિન્નમસ્તા, ઘૂમાવતી, બગલામુખી માતા સામેલ છે. ત્રીજા સમૂહમાં સૌમ્ય ઉગ્ર પ્રકૃતિની તારા અને ત્રિપુરા ભૈરવી સામેલ છે.

મહાવિદ્યાઓની ઉત્પત્તિની કથાઃ-
પં. શર્માના જણાવ્યાં પ્રમાણે દસ મહાવિદ્યાઓની ઉત્પત્તિ દેવી સતી માનવામાં આવે છે. આ અંગે પ્રચલિત કથા પ્રમાણે સતીના પિતા દક્ષે યજ્ઞનું આયોજન કર્યું હતું. આ યજ્ઞમાં શિવજી અને પાર્વતીને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. કેમ કે, દક્ષ શિવજીને પસંદ કરતાં નહોતાં.

જ્યારે આ વાત દેવી સતીને જાણ થઇ ત્યારે તે દક્ષને ત્યાં જવાનું ઇચ્છતી હતી. પરંતુ શિવજીએ દેવીને ત્યાં ન જવાનું સમજાવ્યું. શિવજીએ કહ્યું કે આપણને આમંત્રણ મળ્યું નથી, એટલે આપણે ત્યાં જવું જોઇએ નહીં. સતીએ પોતાના પિતાના ઘરે જવાનું ઇચ્છતી હતી. શિવજીના ના પાડવાથી સતી માતા ગુસ્સે થઇ ગયાં.

સતી ગુસ્સે થઇ ગઇ. ત્યાર બાદ દસેય દિશાઓથી દસ શક્તિઓ પ્રકટ થઇ. દેવી વિકરાળ સ્વરૂપ અને દસ શક્તિઓને જોઇને શિવજીએ આ સ્વરૂપો અંગે પૂછ્યું. ત્યારે દેવીએ જણાવ્યું કે, કાળી, તારા, ત્રિપુરા સુંદરી, ભુવનેશ્વરી, છિન્નમસ્તા, ત્રિપુરા ભૈરવી, ધૂમાવતી, બગલામુખી, માતંગી અને કમલા આ બધા મારા સ્વરૂપ દસ મહાવિદ્યાઓ છે.

ત્યાર બાદ દેવી સતી શિવજીએ ના પાડી હોવા છતાં પિતા દક્ષને ત્યાં યજ્ઞમાં પહોંચી ગયાં. ત્યાં પોતાના પતિ શિવજીનું અપમાન દોઇને તેમણે અગ્નિકુંડમાં કૂદીને દેહ ત્યાગ કર્યો. ત્યાર બાદ દેવી સતીએ હિમાલયને ત્યાં પાર્વતી સ્વરૂપમાં જન્મ લીધો. તે પછી પાર્વતી અને શિવજીના લગ્ન થયાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો