તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તહેવાર:2 જૂનના રોજ કાલાષ્ટમી ઊજવાશે, આ દિવસે શિવજીના ભૈરવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નારદ પુરાણ પ્રમાણે કાલભૈરવ આઠમના દિવસે વ્રત અને પૂજા કરવાથી રોગ દૂર થાય છે

કાલાષ્ટમીનો તહેવાર દર મહિનાની વદ પક્ષની આઠમ તિથિએ ઊજવાય છે. આ વખતે આ પર્વ 2 જૂનના રોજ આવશે. આ દિવસે કાલભૈરવની પૂજા કરવામાં આવે છે, જેમને શિવજીનો એક અવતાર માનવામાં આવે છે. તેને કાલાષ્ટમી, ભૈરાવષ્ટમી વગેરે નામથી ઓળખવામાં આવે છે. આ દિવસે માતા દુર્ગાની પૂજા અને વ્રતનું પણ વિધાન છે.

નારદ પુરાણ પ્રમાણે કાલભૈરવની પૂજાનો દિવસઃ-
નારદ પુરાણ પ્રમાણે કાલાષ્ટમીના દિવસે કાલભૈરવ અને માતા દુર્ગાની પૂજા કરવી જોઇએ. 2 જૂનની રાતે દેવી કાળીની ઉપાસના કરનાર લોકોએ અડધી રાત પછી માતાની તે જ પ્રકારે પૂજા કરવી જોઇએ, જે પ્રકારે દુર્ગા પૂજામાં સાતમ તિથિએ દેવી કાળરાત્રિની પૂજાનું વિધાન છે. આ દિવસે શક્તિ પ્રમાણે રાતે માતા પાર્વતી અને ભગવાન શિવની કથા સાંભળીને જાગરણ કરવું જોઇએ. આ દિવસે વ્રતીએ ફળાહાર કરવો જોઇએ. આ દિવસે કૂતરાને ભોજન કરાવવું શુભ માનવામાં આવે છે.

આ વ્રતથી રોગ દૂર થાય છેઃ-
કથા પ્રમાણે એક દિવસ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે શ્રેષ્ઠ હોવાનો વિવાદ ઉત્પન્ન થયો. વિવાદના સમાધાન માટે બધા દેવતા અને મુનિ શિવજી પાસે પહોંચી ગયાં. બધા દેવતાઓ અને મુનિની સલાહથી શિવજીને શ્રેષ્ઠ માનવામાં આવ્યાં. પરંતુ બ્રહ્માજીએ આ સ્વીકાર્યુ નહીં. બ્રહ્માજી, શિવજીનું અપમાન કરવા લાગ્યાં. અપમાનજનક વાતો સાંભળીને શિવજીને ગુસ્સો આવી ગયો અને કાલભૈરવનો જન્મ થયો.

તે દિવસથી કાલાષ્ટમીનો પર્વ શિવજીના રૂદ્ર અવતાર કાલભૈરવના જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કાલાષ્ટમી વ્રત ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે વ્રત રાખીને સંપૂર્ણ વિધિ-વિધાનથી કાલભૈરવની પૂજા કરવાથી વ્યક્તિના બધા જ કષ્ટ દૂર થવા લાગે છે અને કાળ દૂર ભાગે છે. આ સિવાય વ્યક્તિ રોગથી દૂર રહે છે. સાથે જ, તેને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે.