• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Kalashtami Today The Word Bhairav Means Scary Voice, Lord Bhairav Has Been Given The Responsibility Of Protection Of Every Shaktipeeth By Shiva

કાલાષ્ટમી:ભૈરવ એટલે ભયાનક અવાજ, શિવજીએ ભગવાન ભૈરવને દરેક શક્તિપીઠની સુરક્ષાની જવાબદારી સોંપી છે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્રહ્મંડ અને બ્રહ્મવૈવર્ત સહિત 6 પુરાણોમાં ભગવાન ભૈરવનો ઉલ્લેખ થયો છે, તેમની પૂજા કરવાથી દરેક પ્રકારની તકલીફ દૂર થાય છે

આજે કારતક મહિનાના વદ પક્ષની આઠમ તિથિએ કાલભૈરવ ઉત્સવ ઉજવાશે. આઠમ તિથિના સ્વામી રૂદ્ર છે. એટલે દરેક મહિનાના વદ પક્ષની આ તિથિએ કાલભૈરવની પૂજા કરવાની પરંપરા છે. એટલે જ તેને કાલાષ્ટમી પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવના રૌદ્ર સ્વરૂપ એટલે ભગવાન ભૈરવની પૂજા કરવામાં આવે છે. તેમની પૂજા કરવાથી ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે. ભગવાન શિવજીએ ખરાબ શક્તિઓને મારી ભગાડવા માટે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. કાલભૈરવ તેમનું જ સ્વરૂપ છે.

ભૈરવ એટલે ભયાનક અવાજ
પૌરાણિક માન્યતા છે કે પ્રાચીન સમયમાં કારતક મહિનાના વદ પક્ષની આઠમ તિથિએ જ ભગવાન શિવજીએ દેવી માતાની રક્ષા માટે કાલભૈરવ અવતાર લીધો હતો. જ્યારે શિવજીનું આ સ્વરૂપ પ્રકટ થયું ત્યારે તેમણે ભય વધારે તેવો રવ એટલે અવાજ ઉત્પન્ન કર્યો હતો. એટલે જ આ સ્વરૂપને ભૈરવ કહેવામાં આવે છે. આ અવતાર હંમેશાં દેવી માતાની રક્ષા માટે તૈયાર રહે છે. શિવજીએ તેમને કોતવાલ તરીકે નિયુક્ત કર્યાં છે. માટે જ, દરેક દેવી મંદિરમાં કાળભૈરવ પણ હોય છે.

બ્રહ્મંડ અને બ્રહ્મવૈવર્ત સહિત 6 પુરાણોમાં ભગવાન ભૈરવનો ઉલ્લેખ થયો છે, તેમની પૂજા કરવાથી દરેક પ્રકારની તકલીફ દૂર થાય છે
બ્રહ્મંડ અને બ્રહ્મવૈવર્ત સહિત 6 પુરાણોમાં ભગવાન ભૈરવનો ઉલ્લેખ થયો છે, તેમની પૂજા કરવાથી દરેક પ્રકારની તકલીફ દૂર થાય છે

પુરાણોમાં કાલભૈરવ
1. વામન પુરાણઃ
આ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે શિવના લોહીથી 8 દિશાઓમાં વિવિધ ભૈરવની ઉત્પત્તિ થઈ છે.
2. બ્રહ્મવૈવર્ત પુરાણઃ આ ગ્રંથ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણની જમણી આંખમાંથી ભૈરવની ઉત્પત્તિ થઈ છે.
3. નારદ પુરાણઃ આ ગ્રંથ પ્રમાણે ભગવાન કાલભૈરવની પૂજા કરવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેનાથી બીમારીઓ અને દરેક પ્રકારની તકલીફ દૂર થાય છે.
4. શિવ પુરાણઃ આ પુરાણની શતરૂદ્રાસંહિતામાં ઉલ્લેખવામાં આવ્યું છે કે ભગવાન શિવજીએ કારતક મહિનાના વદ પક્ષની આઠમ તિથિએ ભૈરવ સ્વરૂપમાં અવતાર લીધો હતો. આ પુરાણમાં ભૈરવને જ ભગવાન શિવજીનું પૂર્ણ સ્વરૂપ કહેવામાં આવ્યું છે.
5. ભવિષ્ય પુરાણઃ આ પુરાણના ઉત્તર પર્વના અધ્યાય 58 પ્રમાણે કારતક મહિનાના વદ પક્ષની આઠમ તિથિએ અનઘાષ્ટમી વ્રત કરવું જોઈએ. તેનાથી દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે. સાથે જ આઠ પ્રકારના મહાસુખ મળે છે.
6. બ્રહ્માંડ પુરાણઃ આ ગ્રંથના ઉત્તર ભાગમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે ભગવાન શિવના ગુસ્સાથી ભૈરવની ઉત્પત્તિ થઈ છે. તે પછી ભૈરવજીએ બ્રહ્માજીનું ધડ કાપી નાખ્યું. આ બ્રહ્મ હત્યાના પાપથી છુટકારો મેળવવા માટે શિવજીએ ભગવાન ભૈરવને કાશીમાં તપસ્યા કરવા માટે મોકલ્યા. ત્યારથી જ કાલભૈરવ કાશીમાં હાજર છે.

આ દિવસે વ્રત રાખીને સંપૂર્ણ વિધિ-વિધાન સાથે કાલભૈરવની પૂજા કરવાથી વ્યક્તિના બધા જ કષ્ટ દૂર થઈ જાય છે.
આ દિવસે વ્રત રાખીને સંપૂર્ણ વિધિ-વિધાન સાથે કાલભૈરવની પૂજા કરવાથી વ્યક્તિના બધા જ કષ્ટ દૂર થઈ જાય છે.

કાલ ભૈરવ પૂજા અને વ્રતનું મહત્ત્વ
કાલાષ્ટમીના દિવસે વ્રત રાખીને ભગવાન ભૈરવની પૂજા તો કરવામાં આવે છે. સાથે જ, ભગવાન શિવ અને માતા પાર્વતીની કથા અને ભજન કરવાથી પણ ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. આ દિવસે કોઈપણ ભૈરવ મંદિરમાં જઈને સરસિયાના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. કાલભૈરવ આઠમના દિવસે પૂજા કરવાથી ખરાબ તાકતોની અસર દૂર થઈ જાય છે. આ દિવસે કાળા કૂતરાને રોટલી ખવડાવવી જોઈએ. તેનાથી ભૈરવ પ્રસન્ન થાય છે.

આ દિવસે વ્રત રાખીને સંપૂર્ણ વિધિ-વિધાન સાથે કાલભૈરવની પૂજા કરવાથી વ્યક્તિના બધા જ કષ્ટ દૂર થઈ જાય છે. કાલ તેમનાથી પણ દૂર થઈ જાય છે. આ વ્રતને કરવાથી રોગ દૂર થવા લાગે છે અને કાર્યોમાં સફળતા મળવા લાગે છે.