તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સોમવાર, 7 ડિસેમ્બરના રોજ એટલે આજે કાળ ભૈરવ આઠમ છે. કારતક મહિનાના વદ પક્ષની આઠમ તિથિને કાળ ભૈરવ આઠમ તરીકે ઊજવવામાં આવે છે. આ તિથિએ ભગવાન શિવના રૌદ્ર સ્વરૂપ કાળ ભૈરવ સાથે જ શિવજી અને માતા પાર્વતીની પૂજા પણ જરૂર કરવી જોઇએ. દેવી માતાના બધા શક્તિપીઠ મંદિરોમાં કાળ ભૈરવનું પણ વિશેષ પૂજન કરવામાં આવે છે. કાળ ભૈરવના દર્શન કર્યા વિના દેવી મંદિરોમાં દર્શનનું પુણ્ય મળી શકતું નથી.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યાં પ્રમાણે કાળ ભૈરવ આઠમના દિવસે કાળ ભૈરવનો શ્રૃંગાર તેલમાં સિંદૂર મિક્સ કરીને કરો. હાર-ફૂલ ચઢાવો. ફરસાણ અને મીઠાઈનો ભોગ ધરાવો. નારિયેળ અર્પણ કરો. ધૂપ-દીપ પ્રગટાવો. કૂતરાને રોટલી ખવડાવો. ભૈરવ ભગવાનનું વાહન કૂતરો જ છે. એટલે કૂતરાની દેખરેખ કરવાથી પણ કાળ ભૈરવની કૃપા પ્રાપ્ત કરી શકાય છે.
કાળ ભૈરવ આઠમને કાળાષ્ટમી પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે, આ તિથિએ શિવજીનું રૌદ્ર સ્વરૂપ કાળ ભૈરવ પ્રકટ થયું હતું. ભયને દૂર કરનારને ભૈરવ કહેવામાં આવે છે. કાળ ભૈરવ આઠમના દિવસે પૂજા-પાઠ કરવાથી નકારાત્મકતા, ભય અને અશાંતિ દૂર થાય છે.
ઉજ્જૈનના કાળ ભૈરવને દારૂ ચઢાવવામમાં આવે છેઃ-
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં કાળ ભૈરવનું પ્રાચીન મંદિર સ્થિત છે. અહીં કાળ ભૈરવની ચમત્કારી મૂર્તિ સ્થાપિત છે. આજે પણ કાળ ભૈરવને દારૂ પીવડાવવામાં આવે છે. તેના માટે ચાંદીના વાડકામાં દારૂ ભરવામાં આવે છે અને ભૈરવ પ્રતિમાના મુખ પાસે રાખવામાં આવે છે. તે પછી મંદિરના પૂજારી મંત્ર જાપ કરે છે. થોડી જ ક્ષણોમાં દારૂનો વાડકો ખાલી થઇ જાય છે. આ ચમત્કાર અહીં આજે પણ જોવા મળી શકે છે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.