• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Kaal Bhairava Ashtami On 27 November 2021; Bhairav Is The Avtaar Of Shiva, Worship Shiva And Goddess Parvati On Kalbhairav Ashtami

કાલભૈરવ અષ્ઠમી:શનિવારે કાલ ભૈરવ જયંતિ; ભૈરવ શિવજીના અવતાર છે, આ દિવસે શિવજી સાથે દેવી પાર્વતીની પણ પૂજા કરો

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાલ ભૈરવ ભગવાન શિવનું રૌદ્ર સ્વરૂપ છે, તેમની પૂજા કરવાથી નકારાત્મકતા અને અશાંતિ દૂર થાય છે

શનિવાર, 27 નવેમ્બરના રોજ કાલ ભૈરવ આઠમ છે. કારતક મહિનાના વદ પક્ષની આઠમ તિથિને કાલ ભૈરવ આઠમ તરીકે ઊજવવામાં આવે છે. આ તિથિએ ભગવાન શિવના રૌદ્ર સ્વરૂપ કાલ ભૈરવ સાથે જ શિવજી અને માતા પાર્વતીની પૂજા પણ જરૂર કરવી જોઇએ. દેવી માતાના બધા શક્તિપીઠ મંદિરોમાં કાલ ભૈરવનું પણ વિશેષ પૂજન કરવામાં આવે છે. કાલ ભૈરવના દર્શન કર્યા વિના દેવી મંદિરોમાં દર્શનનું પુણ્ય મળી શકતું નથી.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે કાલ ભૈરવ આઠમના દિવસે કાલ ભૈરવનો શ્રૃંગાર તેલમાં સિંદૂર મિક્સ કરીને કરો. હાર-ફૂલ ચઢાવો. ફરસાણ અને મીઠાઈનો ભોગ ધરાવો. નારિયેળ અર્પણ કરો. ધૂપ-દીપ પ્રગટાવો. કૂતરાને રોટલી ખવડાવો. ભૈરવ ભગવાનનું વાહન કૂતરો જ છે. એટલે કૂતરાની દેખરેખ કરવાથી પણ કાળ ભૈરવની કૃપા પ્રાપ્ત કરી શકાય છે.

કાલ ભૈરવ આઠમને કાલાષ્ટમી પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે, આ તિથિએ શિવજીનું રૌદ્ર સ્વરૂપ કાલ ભૈરવ પ્રકટ થયું હતું. ભયને દૂર કરનારને ભૈરવ કહેવામાં આવે છે. કાલ ભૈરવ આઠમના દિવસે પૂજા-પાઠ કરવાથી નકારાત્મકતા, ભય અને અશાંતિ દૂર થાય છે.

કાલ ભૈરવ ભગવાન શિવનું રૌદ્ર સ્વરૂપ છે, તેમની પૂજા કરવાથી નકારાત્મકતા અને અશાંતિ દૂર થાય છે
કાલ ભૈરવ ભગવાન શિવનું રૌદ્ર સ્વરૂપ છે, તેમની પૂજા કરવાથી નકારાત્મકતા અને અશાંતિ દૂર થાય છે

ઉજ્જૈનના કાલ ભૈરવને દારૂ ચઢાવવામમાં આવે છે
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં કાલ ભૈરવનું પ્રાચીન મંદિર સ્થિત છે. અહીં કાલ ભૈરવની ચમત્કારી મૂર્તિ સ્થાપિત છે. આજે પણ કાલ ભૈરવને દારૂ પીવડાવવામાં આવે છે. તેના માટે ચાંદીના વાડકામાં દારૂ ભરવામાં આવે છે અને ભૈરવ પ્રતિમાના મુખ પાસે રાખવામાં આવે છે. તે પછી મંદિરના પૂજારી મંત્ર જાપ કરે છે. થોડી જ ક્ષણોમાં દારૂનો વાડકો ખાલી થઇ જાય છે. આ ચમત્કાર અહીં આજે પણ જોવા મળી શકે છે.