• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Kaal Bhairav Is An Avtar Of Lord Shiva, Batuk Bhairav, Kal Bhairav And Anand Bhairav Facts In Hindi, Kal Bhairav Ashtami On 16 November

બુધવારે કાલ ભૈરવ આઠમ:કાલ ભૈરવ શિવજીના અવતાર છે, સુખ-સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની કામના સાથે બટુક ભૈરવની પૂજા કરવામાં આવે છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બટુક ભૈરવ ભગવાન ભૈરવનું બાળ સ્વરૂપ છે, કાલ ભૈરવ કાળને નિયંત્રિત કરે છે

બુધવાર, 16 નવેમ્બરના રોજ કારતક મહિનાના વદ પક્ષની આઠમ છે. પ્રાચીન સમયમાં આ તિથિએ શિવજીએ કાલ ભૈરવ સ્વરૂપમાં અવતાર લીધો હતો. બધા જ પૌરાણિક દેવી મંદિરો સાથે જ કાલ ભૈરવના મંદિર પણ છે. આ દિવસે કાલ ભૈરવનો સિંદૂર અને ચમેલીના તેલથી શ્રૃંગાર કરવો જોઈએ. હાર-ફૂલ ચઢાવો, ધૂપ-દીપ પ્રગટાવો. ભૈરવ મહારાજને ઇમરતીનો ભોગ ધરાવવો.

ભૈરવ અવતારમાં ત્રણ ગુણ હોય છે
સૃષ્ટિની રચના સત્વ, રજ અને તમ આ ત્રણ ગુણોથી મળીને થઇ છે. શિવજી દરેક કણમાં વિરાજમાન છે, આ કારણે શિવજી જ આ ત્રણેય ગુણના નિયંત્રક માનવામાં આવે છે. શિવજીને આનંદ સ્વરૂપમાં શંભૂ, વિકરાળ સ્વરૂપમાં ઉગ્ર અને સત્વ સ્વરૂપમાં સાત્વિક કહેવામાં આવે છે. આ સંપૂર્ણ બાબતનો ઉલ્લેખ શિવપુરાણમાં કરવામાં આવ્યો છે.

શિવજીને આનંદ સ્વરૂપમાં શંભૂ, વિકરાળ સ્વરૂપમાં ઉગ્ર અને સત્વ સ્વરૂપમાં સાત્વિક કહેવામાં આવે છે
શિવજીને આનંદ સ્વરૂપમાં શંભૂ, વિકરાળ સ્વરૂપમાં ઉગ્ર અને સત્વ સ્વરૂપમાં સાત્વિક કહેવામાં આવે છે

ભૈરવના ત્રણ સ્વરૂપ અને તેની ખાસ વાતો
શાસ્ત્રોમાં અષ્ટ ભૈરવથી લઇને 64 ભૈરવ સ્વરૂપ ઉલ્લેખવામાં આવ્યાં છે. આ લેખમાં જાણો શિવજીના રજ, તમ અને સત્વ ગુણોના આધારે ભૈરવ સ્વરૂપ ક્યા-ક્યા છે અને કઇ મનોકામના માટે ક્યાં સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

બટુક ભૈરવ- આ ભૈરવનું સાત્વિક અને બાળ સ્વરૂપ છે. જે લોકો બધા સુખ, લાંબું આયુષ્ય, નિરોગી જીવન, પદ, પ્રતિષ્ઠા અને મુક્તિ મેળવવા માંગે છે, તેઓ બટુક ભૈરવની પૂજા કરી શકે છે.

કાલ ભૈરવ- ભૈરવનું તામસિક સ્વરૂપ છે, પરંતુ કલ્યાણકારી છે. આ સ્વરૂપને કાળના નિયંત્રક માનવામાં આવે છે. તેની પૂજા અજ્ઞાત ભય, સંકટ, દુઃખ અને દુશ્મનોથી મુક્તિ અપાવનાર માનવામાં આવે છે.

આનંદ ભૈરવ- આ ભૈરવનું રાજસ એટલે રજ સ્વરૂપ માનવામાં આવે છે. દસ મહાવિદ્યા અંતર્ગત દરેક શક્તિ સાથે ભૈરવની પણ પૂજા કરવામાં આવે છે. તેની પૂજાથી ધન, ધર્મની સિદ્ધિઓ મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...