બુધવાર, 16 નવેમ્બરના રોજ કાલ ભૈરવ આઠમ છે. કારતક મહિનાના વદ પક્ષની આઠમ તિથિને કાલ ભૈરવ આઠમ તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે કાલ ભૈરવની વિશેષ પૂજા અને આરાધના કરવામાં આવે છે. કાલ ભૈરવનો ઉલ્લેખ આપણા પૌરાણિક ગ્રંથમાં છે. શિવ પુરાણ પ્રમાણે, કાલ ભૈરવ ભગવાન શિવનું રૌદ્ર સ્વરૂપ છે. વામન પુરાણ પ્રમાણે, ભગવાન શિવના રક્તમાંથી આઠ દિશામાં અલગ-અલગ રૂપમાં કાલ ભૈરવ પ્રગટ થયા હતા. આ આઠમાં કાલ ભૈરવ ત્રીજા હતા. કાલ ભૈરવ રોગ, ભય, સંકટ અને દુઃખના સ્વામી માનવામાં આવે છે. તેમની પૂજા કરવાથી માનસિક અને શારીરિક તકલીફો દૂર થાય છે.
પુરાણોમાં 8 ભૈરવનો ઉલ્લેખ
સ્કંદ પુરાણના અવંતિ ખંડ પ્રમાણે ભગવાન ભૈરવના 8 રૂપ છે. તેમાં કાલ ભૈરવ ત્રીજું રૂપ છે. શિવ પુરાણ પ્રમાણે સાંજના સમયે રાતનું આગમન અને દિવસ પૂરો થાય છે ત્યારે પ્રદોષ કાળમાં શિવના રૌદ્ર રૂપમાંથી ભૈરવ પ્રગટ થયા હતા. ભૈરવમાંથી જ અન્ય 7 ભૈરવ પ્રગટ થયા અને કર્મ તથા રૂપ પ્રમાણે નામ આપવામાં આવ્યા.
આઠ ભૈરવના નામ:
કાલ ભૈરવની પૂજાથી બીમારીઓ દૂર થાય છે
ભૈરવનો અર્થ થાય છે, ભય હરનારો કે ભય જીતનારો. આથી કાલ ભૈરવની પૂજા કરવાથી મૃત્યુ અને દરેક પ્રકારના સંકટ દૂર થાય છે. નારદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, કાલ ભૈરવની પૂજા કરવાથી મનુષ્યની દરેક મનોકામના પૂર્ણ થાય છે. જો કોઈ મુનષ્ય લાંબા સમયથી બીમારીથી પીડિત હોય તો તેની તકલીફ દૂર થાય છે. કાલ ભૈરવની પૂજા આખા દેશમાં અલગ-અલગ નામ અને પ્રકારે કરવામાં આવે છે. કાલ ભૈરવ ભગવાન શિવના પ્રમુખ ગુણમાંના એક છે.
ઉજ્જૈનના કાલ ભૈરવને દારૂ ચઢાવવામમાં આવે છે
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં કાલ ભૈરવનું પ્રાચીન મંદિર સ્થિત છે. અહીં કાલ ભૈરવની ચમત્કારી મૂર્તિ સ્થાપિત છે. આજે પણ કાલ ભૈરવને દારૂ પીવડાવવામાં આવે છે. તેના માટે ચાંદીના વાડકામાં દારૂ ભરવામાં આવે છે અને ભૈરવ પ્રતિમાના મુખ પાસે રાખવામાં આવે છે. તે પછી મંદિરના પૂજારી મંત્ર જાપ કરે છે. થોડી જ ક્ષણોમાં દારૂનો વાડકો ખાલી થઇ જાય છે. આ ચમત્કાર અહીં આજે પણ જોવા મળી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.