કાશીમાં કારતક મહિનાના વદ પક્ષની આઠમ તિથિએ બાબા ભૈરવની જન્મજયંતિ એટલે પ્રાગટ્ય દિવસના તરીકે ઊજવવામાં આવે છે. કાશીમાં કાલભૈરવનું પ્રાચીન મંદિર છે. માન્યતા છે કે ભગવાન શિવના રૌદ્ર રૂપથી પ્રગટ થયેલાં કાલભૈરવથી બ્રહ્મ હત્યાનો દોષ દૂર કરવા માટે ભગવાન શિવે અહીં મોકલ્યા હતાં. ત્યારબાદ કાલભૈરવ અહીં સ્થાપિત થઈ ગયા. વારાણસીના રાજા જ્યોતિર્લિંગ વિશ્વનાથે કાલભૈરવને અહીંના રક્ષક નિયુક્ત કર્યા છે. કાલભૈરવનું આ મંદિર ખૂબ જ પ્રાચીન માનવામાં આવે છે. માન્યતા છે કે શહેરની સુરક્ષા કોતવાળ કાલભૈરવના હાથમાં છે.
કાશી અને કાલભૈરવ
કાશીના લોકોની માન્યતા છે કે કાલભૈરવ રક્ષક લોકોની સુનવણી સાંભળીને યમરાજ બાબાના આદેશ પ્રમાણે મોહર લગાવે છે. તે પ્રમાણે દંડ પણ નિર્ધારિત કરે છે અને મુક્તિ અપાવે છે. ઉત્તર પ્રદેશના વારાણસીના મૈદાગિનમાં કાલભૈરવનું એક મંદિર છે. જેને કાશીના રક્ષક કહેવામાં આવે છે. માન્યતા છે કે તેમના આદેશ કે ઈચ્છા વગર કોઈ લોકો સીમામાં પ્રવેશ નથી કરી શકતાં અને અહીં રહી પણ નથી શકતાં. ત્યાં સુધી કે કોઈપણ સરકારી અધિકારી ચાર્જ લીધા પછી સૌથી પહેલાં અહી માથુ ટેકવવાં આવે છે. બાબા વિશ્વનાથ અને કાલભૈરવના દર્શન કરીને જ કામની શરૂઆત કરવામાં આવે છે.
શિવજીએ કાલભૈરવને કાશી મોકલ્યા હતાં
પુરાણોમાં ઉલ્લેખ મળે છે કે બ્રહ્માએ શિવની એક મુખેથી નિંદા કરી હતી. તેનાથી નારાજ થઈને કાલભૈરવે બ્રહ્માનું મુખ પોતાના નખોથી કાપી નાખ્યું હતું. કાલભૈરવના નખ બ્રહ્માના મુખમાં ચોટેલાં રહી ગયાં, જે દૂર થઈ શક્ય નહીં. ભૈરવ બ્રહ્મહત્યાથી મુક્તિ મેળવવા માટે ભગવાન વિષ્ણુની શરણમાં ગયા. તેમને કાલભૈરવને કાશી મોકલ્યા. કાશી પહોંચીને તેમને બ્રહ્મહત્યાના દોષથી મુક્તિ મળી અને ત્યારબાદ તેઓ અહીં જ સ્થાપિત થઈ ગયા. તેનો ઉલ્લેખ પુરાણોમાં જોવા મળે છે
બાજીરાવ પેશ્વા અને રાણી અહિલ્યા બાઈએ મંદિર બનાવ્યું હતું
વર્તમાન મંદિરને વર્ષ 1715માં ફરીથી બનાવવામાં આવ્યું હતું. તેને બાજીરાવ પેશ્વાએ બનાવડાવ્યું હતું. ત્યારબાદ રાણી અહિલ્યા બાઈ હોલકરે પણ આ મંદિરનું સમારકામ કરાવ્યું હતું. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ મંદિર આજે સુધી એવું જ છે. તેની બનાવટમાં કોઈ જ ફેરફાર નથી કરવામાં આવ્યો. મંદિરની બનાવટ તંત્ર શૈલીના આધારે કરવામાં આવેલી છે. ઈશાન ખૂણા પર તંત્ર સાધના કરવાનું મહત્ત્વપૂર્ણ સ્થળ પણ છે.
મહાશ્મશાન મણિકર્ણિકામાં કાલભૈરવે નેત્રોથી અગ્નિ કાઢી હતી
કારતક મહિનાના વદ પક્ષની અષ્ટમીએ અહીં રાતના સમયે બાબા કાલભૈરવની સવા લાખ બત્તીથી મહાઆરતી કરવામાં આવે છે. આ મંદિરના મહંત પં. રાજેશ મિશ્રાએ જણાવ્યુ કે બાબા વિશ્વનાથ પછી બાબા કાલભૈરવનું સૌથી મોટું સ્થાન છે. તેઓ આ શહેરના રાજા છે અને બાબા કાલભૈરવનું રૂપ ધારણ કર્યું તો નેત્રોથી ક્રોધાગ્નિ પ્રજ્વલિત થઈ રહી હતી. આ અગ્નિથી લોકોને બચાવવા માટે શિવજીએ કાલભૈરવને કહ્યું કે તમારું મુખ મહાસ્મશાન મણિકર્ણિકાની તરફ કરો. એવું માનવામાં આવે છે કે ત્યારથી લઈને આજ સુધી સ્મશાનની અગ્નિ ઓલવાઈ નથી.
પ્રગતિ કરવા માટે અહીં દારુ અને ખાંડનો ઘડો ચઢાવે છે
માન્યતા છે કે અહીં દારુ-મદિરા ચઢાવવામાં આવે છે. કાલભૈરવના દર્શન માત્રથી સાડાસાતી, ઢૈય્યા જેવા દંડથી બચી શકાય છે. બાબાએ સરસિયાના તેલનો દીવો, અડદની દાળના વડા, ચણાના લોટના લાડુ ચઢાવાય છે. કામ-ધંધામાં પ્રગતિ કરવી હોય તો તેની માટે અહીં ખાડનો ઘડો અને દારુ ચઢાવવામાં આવે છે. દારુ તેમને ખૂબ જ પ્રિય છે. બાબાના મંદિરમાં મળતા કાળા દોરાને પહેરવાથી નજર નથી લાગતી, ભૂત-પ્રેત બાધાથી મુક્તિ મળે છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.