કાલભૈરવ આઠમ આજે ઊજવવામાં આવશે. ગુનાહિત વૃત્તિઓ ઉપર નિયંત્રણ કરનાર પ્રચંડ દંડનાયક કાલભૈરવને શિવના ત્રીજા રૂદ્રાવતાર કહેવામાં આવ્યાં છે. શાસ્ત્રો પ્રમાણે ભગવાન કાલભૈરવ કારતક મહિનાના વદ પક્ષની આઠમ તિથિએ પ્રકટ થયાં હતાં. એટલે આજે સાંજે અને અડધી રાતે તેમની ખાસ પૂજા કરવામાં આવશે.
આજે આઠમ તિથિ સૂર્યોદયથી શરૂ થઈને બીજા દિવસે એટલે રવિવારે સવારે લગભગ 6 વાગ્યા સુધી રહેશે. ભગવાન કાલભૈરવની પૂજાથી નકારાત્મક શક્તિઓ દૂર રહે છે. સાથે જ દરેક પ્રકારની પરેશાનીઓથી મુક્તિ મળે છે. કાલભૈરવની મહાપૂજા કરવાથી દરેક પ્રકારની બીમારીઓ અને ભય દૂર થાય છે. તેમની પૂજા પ્રદોષ કાળ એટલે સાંજે 5.35 થી રાતે 8 વાગ્યા સુધી અને રાતે 12 થી 3 કલાક વચ્ચે કરવી જોઈએ.
આ રીતે પૂજા કરોઃ આસન ઉપર કાળા કપડું પાથરીને પૂજા કરવા માટે બેસવું
1. સ્નાન કર્યા પછી ભગવાન કાલભૈરવની પૂજા કરો, કાળા કપડા પહેરવા જોઈએ.
2. જે આસન ઉપર બેસીને પૂજા કરવાની હોય તે આસન ઉપર પણ કાળું કપડું પાથરવું.
3. કાલભૈરવની પૂજા ઊનના આસન ઉપર બેસીને પણ કરી શકાય છે.
4. પૂજામાં ચોખા, ચંદન, કાળા તલ, કાળા અડદ, કાળા કપડાં, ધતૂરાના ફૂલનો ઉપયોગ કરવો જોઈએ.
5. કાલભૈરવને ચમેલીના ફૂલ કે વાદળી ફૂલ અર્પણ કરવા જોઈએ. સાથે જ સરસિયાના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ.
6. ભગવાનને નેવેદ્યમાં જલેબી, પાપડ, પુરી, પકોડા અને ભગવાનનો ભોગ ધરાવો.
7. આ દિવસે વ્રત કરવાથી અને કાળા કૂતરાને ભોજન ખવડાવવાથી ભગવાન પ્રસન્ન થઈ જાય છે.
8. પૂજામાં ૐ કાલભૈરવાય નમઃ મંત્રનો 108વાર જાપ કરો.
કૂતરાને પાપડ, પુરી અને પકોડા ખવડાવવાની પરંપરા
કાલભૈરવ આઠમના દિવસે કૂતરાને પાપડ, પુરી અને પકોડા ખવડાવવાની પરંપરા છે. જરૂરિયાતમંદ લોકોને પણ ભોજનની સામગ્રી વહેંચવી જોઈએ. આવું કરવાથી તમારી ઉપર ભગવાન કાલભૈરવની ખાસ કૃપા રહેશે. કાલભૈરવનું વાહન કૂતરું છે. કૂતરાને જલેબી કે ઇમરતી ખવડાવવાથી કાલભૈરવ પ્રસન્ન થાય છે. આવું કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભગવાન કાલભૈરવના મંદિરમાં વાદળી અથવા કાળા રંગનો ધ્વજ દાન કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.