બુધવારે કાલ ભૈરવ આઠમ:કાલ ભૈરવ શિવજીનું જ સ્વરૂપ છે; સૂર્યાસ્ત પછી પ્રદોષ કાળ સમયે શિવ-પાર્વતી સાથે ભૈરવ પૂજા કરવી જોઈએ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

બુધવાર, 16 નવેમ્બરના રોજ શિવજીના અવતાર કાલ ભૈરવનો પ્રકટ ઉત્સવ છે. ભગવાન શિવજીએ કારતક મહિનાના વદ પક્ષની આઠમ તિથિએ કાલ ભૈરવ સ્વરૂપમાં અવતાર લીધો હતો. કાલ ભૈરવનો શ્રૃંગાર ખાસ કરીને સિંદૂર અને ચમેલીના તેલથી કરવામાં આવે છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પાસેથી જાણો કાલ ભૈરવ આઠમના દિવસે પૂજા-પાઠ કઈ રીતે કરી શકો છો...

સૂર્યાસ્ત પછી ભૈરવ પૂજા કરવી જોઈએ
શિવજીનો આ અવતાર પ્રદોષ કાળમાં થયો હતો, એટલે ભૈરવ દેવની પૂજા સૂર્યાસ્ત પછી જ કરવી જોઈએ. સાંજે સ્નાન કર્યા પછી ભૈરવ મંદિરમાં ભગવાનનો શ્રૃંગાર સિંદૂર, સુગંધિત તેલથી કરવો જોઈએ. લાલ ચંદન, ચોખા, ગુલાબના ફૂલ, જનોઈ, નારિયેળ ચઢાવો. તલ-ગોળ અથવા ગોળ-ચણા અથવા ઇમરતીનો ભોગ ધરાવવો.

ભૈરવ આઠમ તિથિએ શિવજી અને પાર્વતીજીની પણ ખાસ પૂજા કરો
ભૈરવ આઠમ તિથિએ શિવજી અને પાર્વતીજીની પણ ખાસ પૂજા કરો

પૂજામાં સરસિયાના તેલનો દીવો પ્રગટાવવો
ભૈરવ પૂજામાં ધૂપ-બત્તી સાથે જ સરસિયાના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. દીવો પ્રગટાવીને ભૈરવ મંત્રનો જાપ કરવો જોઈએ. ૐ ભૈરવાય નમઃ મંત્રનો જાપ કરીને ચંદન, ચોખા, ફૂલ, સોપારી, દક્ષિણા, ભોગ ધરાવવો જોઈએ.

શિવ-પાર્વતીની પૂજા કરો
ભૈરવ આઠમ તિથિએ શિવજી અને પાર્વતીજીની પણ ખાસ પૂજા કરો. શિવજી અને દેવી પાર્વતીજીનો અભિષેક કરો. ધ્યાન રાખો પૂજાની શરૂઆત ગણેશ પૂજન સાથે કરવી જોઈએ. શિવ-પાર્વતીને બીલીપાન, ફૂલ ચઢાવો. ચંદનથી તિલક કરો. દેવી માતાને ચૂંદડી અને શિવજીને જનોઈ ચઢાવો. મીઠાઈનો ભોગ ધરાવવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો.

કાલ ભૈરવ આઠમના દિવસે આ શુભ કામ પણ કરી શકો છો

  • ભૈરવ મહારાજનું વાહન શ્વાન છે. એટલે આ દિવસે શ્વાસનને સાવધાની જાળવીને રોટલી ખવડાવો
  • કોઈ ગૌશાળામાં ગાયની દેખરેખ માટે ધનનું દાન કરો. લીલું ઘાસ ગાયને ખવડાવો
  • ભૈરવ પૂજા કરતી સમયે ભગવાનને પોતાના અવગણો (નશો કરવો, ગુસ્સો, લાલચ વગેરે)સમર્પિત કરો અને ભગવાન સામે સંકલ્પ કરો કે આ અવગુણો અમે છોડી રહ્યા છીએ.
  • આ દિવસે અધાર્મિક કાર્યો કરવાથી બચવું જોઈએ. નશો કરવો નહીં ગુસ્સો કરવો નહીં. ઘરમાં ક્લેશ ન કરો. આ વાતનું પણ ધ્યાન રાખો કે આપણાં કારણે કોઈ નુકસાન થાય નહીં.