કાલભૈરવ આઠમના દિવસે વ્રત અને ભગવાન ભૈરવની ખાસ પૂજા કરવાની પરંપરા છે. આ પર્વમાં ભગવાન ભૈરવની પૂજા ન કરી શકો તો જરૂરિયાતમંદ લોકોને ઊનના કપડા કે ધાબળાનું દાન કરવાની પણ પૂજાનું ફળ મળશે. વિદ્વાનો પ્રમાણે જરૂરિયાતમંદ અને પરેશાન લોકોની મદદ કરવાથી ભગવાન ભૈરવ પ્રસન્ન થાય છે. કેમ કે કાલભૈરવ રક્ષકનું સ્વરૂપ છે.
કાલભૈરવને ભગવાન શિવનું ત્રીજો રૂદ્ર અવતાર માનવામાં આવે છે. પુરાણો પ્રમાણે કારતક મહિનાના વદ પક્ષની આઠમના દિવસે જ ભગવાન કાલભૈરવ પ્રગટ થયા હતાં. આ વખતે કાલભૈરવ આઠમ 27 નવેમ્બર, શનિવારના રોજ છે. આ દિવસે બપોરના સમયે ભગવાન શંકર દ્વારા ભૈરવની ઉત્પત્તિ થઈ હતી. ભગવાન ભૈરવથી કાળ પણ ભયભીત થાય છે. એટલે તેમને કાલભૈરવ કહેવામાં આવે છે.
ધાબળાનું દાન કરવું શુભ
આ વખતે કાલભૈરવ આઠમ શનિવારના રોજ છે. એટલે કારતક મહિનામાં ધાબળાનું દાન કરવું જોઈએ. આ દિવસે ભૈરવની સાથે શનિદેવ પણ પ્રસન્ન થાય છે. સાથે જ, કુંડળીમાં સ્થિત રાહુ-કેતુના અશુભ ફળમાં ઘટાડો આવે છે. પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે કારતક મહિનામાં ઠંડી હોવાથી ઊનના કપડાનું દાન કરવું જોઈએ. તેનાથી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પણ કૃપા મળે છે.
કૂતરાને જલેબી અને ઇમરતી ખવડાવવાની પરંપરા
આ પર્વમાં કૂતરાને જલેબી અને ઇમરતી ખવડાવવાની પરંપરા છે. આવું કરવાથી કાલભૈરવ પ્રસન્ન થાય છે. આ દિવસે ગાયને જવ અને ગોળ ખવડાવવાથી રાહુ સાથે જોડાયેલી તકલીફ દૂર થવા લાગે છે. સાથે જ, આ દિવસે સરસિયાનું તેલ, કાળા કપડા, ભોજનમાં તળેલી વસ્તુઓ, ઘી, બૂટ-ચપ્પલ, કાંસના વાસણ અને જરૂરિયાતમંદ લોકો સાથે જોડાયેલી કોઈપણ સામગ્રીનું દાન કરવાથી શારીરિક અને માનસિક પરેશાનીઓ દૂર થાય છે. જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ પણ દૂર થાય છે.
કાલભૈરવની રાત્રિ પૂજાનું ખાસ મહત્ત્વ
પુરાણો પ્રમાણે કાલભૈરવ ઉપાસના પ્રદોષ કાળ એટલે સૂર્યાસ્ત સમયે કે અડધી રાતે કરવામાં આવે છે. રાત્રિ જાગરણ કરીને ભગવાન શિવ, માતા પાર્વતી તથા ભગવાન કાલભૈરવની પૂજાનું મહત્ત્વ છે. કાલ ભૈરવના વાહન કાળા કૂતરાની પણ પૂજા થાય છે. કૂતરાને વિવિધ પ્રકારના વ્યંજનોનો ભોગ ધરાવવામાં આવે છે. પૂજા કરતી સમયે કાલભૈરવની કથા પણ સાંભળવા કે વાંચવામાં આવે છે.
દરેક પ્રકારનો ભય દૂર થાય છે
ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે ભગવાન કાલભૈરવની પૂજા કરનાર વ્યક્તિનો દરેક ભય દૂર થઈ જાય છે. તેમના દરેક પ્રકારના કષ્ટ પણ ભગવાન ભૈરવ હરે છે. કાલભૈરવ ભગવાન શિવનું એક પ્રચંડ સ્વરૂપ છે. શાસ્ત્રો પ્રમાણે જો કોઈ વ્યક્તિ કાલભૈરવના દિવસે ભગવાન કાલભૈરવની પૂજા કરશે તો તેમને મનગમતી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ભગવાન કાલભૈરવને તંત્રના દેવતા પણ માનવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.