પંચાંગ:10 જુલાઈ સુધી જેઠ મહિનો, સુદ પક્ષમાં મિથુન સંક્રાંતિ, નિર્જળા એકાદશી અને પૂનમ પર્વ ઊજવવામાં આવશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

શુક્રવાર, 11 જૂન એટલે આજથી જેઠ મહિનાનો સુદ પક્ષ શરૂ થઈ ગયો છે. આ પક્ષમાં અનેક મહત્ત્વપૂર્ણ પર્વ ઊજવવામાં આવશે. જેઠ મહિનાના આ પક્ષમાં નિર્જળા એકાદશીનું વ્રત કરવામાં આવશે. આ વ્રત વર્ષભરની બધી જ એકાદશી વ્રતના ફળ બરાબર પુણ્ય પ્રદાન કરે છે.

  • સોમવાર, 14 જૂનના રોજ વિનાયક ચોથનું વ્રત કરવામાં આવશે. આ દિવસે ગણેશજીની વિશેષ પૂજા અને તેમના મંત્રનો જાપ કરો. કોઇ ગણેશ મંદિર જવું અને ભગવાનના દર્શન કરો.
  • મંગળવાર, 15 જૂનના રોજ સૂર્ય વૃષભ રાશિથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરો અને દાન-પુણ્ય કરો. જો નદીમાં સ્નાન કરવું શક્ય નથી તો ઘરમા રહીને જ બધા તીર્થનું ધ્યાન કરીને સ્નાન કરો. આવું કરવાથી પણ તીર્થ સ્નાન સમાન પુણ્ય ફળ મળી શકે છે.
  • રવિવાર, 20 જૂનના રોજ ગંગા દશેરા પર્વ ઊજવવામાં આવશે. આ દિવસે ગંગા નદીમાં સ્નાન કરો અને સ્નાન કર્યા પછી દેવી ગંગાની વિશેષ પૂજા કરો.
  • સોમવાર, 21 જૂનના રોજ નિર્જળા એકાદશી છે. તેને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે. પાંડવ પુત્ર ભીમે આ એકાદશીનું વ્રત કર્યું હતું. આ કારણે તેને ભીમસેની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલ વ્રતથી વર્ષભરની બધી એકાદશીઓ સમાન પુણ્ય ફળ મળે છે. આ વ્રત નિર્જળ રહીને એટલે પાણી પીધા વિના કરવામાં આવે છે.
  • ગુરુવાર, 24 જૂનના રોજ જેઠ મહિનાની અંતિમ તિથિ પૂર્ણિમા છે. આ તિથિએ સંત કબીરદાસની જયંતિ પણ ઊજવવામાં આવે છે. પૂનમના દિવસે કોઈ નદીમાં સ્નાન કરો અને સ્નાન કર્યા પછી દાન-પુણ્ય કરો. કોઈ ગૌશાળામાં ઘાસ અને ધનનું દાન કરો. આ દિવસે વટ સાવિત્રી વ્રત પણ ઊજવવામાં આવશે.