સૂર્ય રોહિણી નક્ષત્રમાં:25 મેથી નૌતપા શરૂ થશે, આ દિવસોમાં જળ દાન કરવું અને બાળ ગોપાલને કપૂર-ચંદનનો લેપ લગાવવો જોઈએ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મંગળવાર, 17 મેથી વૈશાખ મહિનાનો વદ પક્ષ શરૂ થઈ રહ્યો છે. વૈશાખ મહિનો 30 મે સુધી રહેશે. વૈશાખ મહિનામાં નૌતપા રહેશે. આ વખતે 25 મેથી નૌતપા શરૂ થશે. નૌતપામાં ગરમી ખૂબ જ વધારે રહે છે. આ દિવસોમાં જળદાન કરવાનું ખાસ મહત્ત્વ છે. પશુ-પક્ષીઓ માટે અનાજ અને જળની વ્યવસ્થા પણ કરો. નૌતપામાં ગરમી વધારે રહે છે ત્યારે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બેદરકારી કરવાથી ગરમીને લગતી બીમારીઓ થઈ શકે છે.

જ્યોતિષાચાર્ય પં. નિલેશ શાસ્ત્રીના જણાવ્યા પ્રમાણે સૂર્ય ગ્રહ જ્યારે રોહિણી નક્ષત્રમાં આવે છે ત્યારે નૌતપા શરૂ થઈ જાય છે. લગભગ 15 દિવસ સુધી સૂર્ય રોહિણી નક્ષત્રમાં જ રહે છે. શરૂઆતના નવ દિવસ નૌતપા રહે છે. આ વખતે 25 મે સુધી નૌતપા શરૂ થશે જે 2 જૂન સુધી રહેશે.

વૈશાખ મહિનાના વદ પક્ષની દશમ બુધવાર, 25 મે બપોરે સૂર્ય રોહિણી નક્ષત્રના પ્રથમ ચરણમાં પ્રવેશ કરશે. તે સમયે સૂર્યનો વૃષભ રાશિમાં બુધ ગ્રહ સાથે યોગ બનશે. રોહિણી નક્ષત્રનો સ્વામી ચંદ્ર માનવામાં આવે છે. વૈશાખ મહિનામાં ગરમી વધારે રહશે, સાથે જ હળવો વરસાદ થાય તેવી શક્યતાઓ પણ છે. માન્યતા છે કે નૌતપામાં ગરમી વધારે રહે તો વરસાદ પણ સારો થાય છે.

25 મે સુધી નૌતપા શરૂ થશે જે 2 જૂન સુધી રહેશે
25 મે સુધી નૌતપા શરૂ થશે જે 2 જૂન સુધી રહેશે

નૌતપામાં ગ્રહોની સ્થિતિ આવી રહેશે
નૌતપા શરૂ થતા પહેલાં મેષ રાશિમાં રાહુ-શુક્રની યુતિ, વૃષભ રાશિમાં સૂર્ય-બુધની યુતિ, મીન રાશિમાં મંગળ-ચંદ્ર અને ગુરુની યુતિ રહેશે. કુંભ રાશિમાં શનિ રહેશે. કેતુ તુલા રાશિમાં રહેશે. રાહુ-શુક્રની કેતુ ઉપર દૃષ્ટિ રહેશે. 26 મે રાતે ચંદ્રનું રાશિ પરિવર્તન થશે અને મીન રાશિની ત્રણ ગ્રહોની યુતિ પૂર્ણ થઈ જશે.

નૌતપાની ખાસ તિથિ
નૌતપાના દિવસોમાં 26 મેના રોજ અપરા એકાદશી રહેશે. 27 મેના રોજ મધુસૂદન બારસ અને પ્રદોષ વ્રત, 29મીએ અને 30મીએ અમાસ રહેશે. આ દિવસોમાં વ્રત-ઉપવાસ અને પૂજા-પાઠ સાથે જ જળદાન પણ કરવું જોઈએ.

વૈશાખ મહિનામાં મંદિરોમાં ઠાકુરજી એટલે બાળ ગોપાલને કપૂર-ચંદનનો લેપ કરવામાં આવે છે જેથી ભગવાનને શીતળતા મળતી રહે.