તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Jyeshta Month Date (Month) 27th May To 24 June 2021 | Shani Jayanti And Ram Hanuman Puja In This Month Spiritual Religion Importance Of Hindu Calendar Jyaistha Maas

જેઠ મહિનો 10 જુલાઈ સુધી:જેઠ મહિનો હનુમાનજીને પ્રિય માનવામાં આવે છે, આ મહિને આવતા મંગળવાર ખાસ મનાય છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ મહિને શ્રીરામ અને હનુમાનજીની મુલાકાત થઈ હોવાની માન્યતા છે

11 જૂન, શુક્રવારથી જેઠ મહિનો શરૂ થઈ રહ્યો છે. ધર્મગ્રંથો પ્રમાણે આ મહિને વ્રત, પૂજા-પાઠ અને દાન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે. ઋષિ-મુનિઓએ પર્યાવરણને બચાવવા માટે આ મહિને ખાસ વ્રત-તહેવારોની વ્યવસ્થા કરી છે. એટલે જેઠ મહિના દરમિયાન આવનાર વ્રત અને તહેવારમાં પાણી અને ઝાડ-છોડની પૂજા ખાસ કરવામાં આવે છે.

જ્યોતિષીય દૃષ્ટિએ આ મહિનોઃ-
આ મહિનામાં પૂનમ તિથિએ જયેષ્ઠા નક્ષત્ર હોય છે. એટલે તેનું નામ જેઠ પડ્યું છે. આ મહિને ઉત્તરાષાઢા અને પુણ્ય નક્ષત્રને શૂન્ય માનવામાં આવે છે. એટલે આ દરમિયાન કરવામાં આવતા કાર્યોમાં અસફળતા મળે છે અને ધનહાનિ પણ થાય છે. સાથે જ, વદ પક્ષની ચૌદશ અને સુદ પક્ષની તેરસ તિથિને પણ શૂન્ય માનવામાં આવે છે. આ દિવસોમાં શુભ કાર્યો કરવા જોઈએ નહીં.

ગ્રંથોમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે જેઠ મહિનામા હનુમાનજી અને શ્રીરામની પહેલીવાર મુલાકાત થઈ હતી
ગ્રંથોમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે જેઠ મહિનામા હનુમાનજી અને શ્રીરામની પહેલીવાર મુલાકાત થઈ હતી

ધર્મગ્રંથોમાં ખાસઃ-
મહાભારતમાં કહેવામાં આવ્યું છે કે આ મહિનામાં નિયમથી રહીને એક સમયે ભોજન કરવું જોઈએ. તેનાથી એશ્વર્ય વધે છે. શિવપુરાણ પ્રમાણે જેઠ મહિનામાં તલનું દાન કરવાથી શારીરિક પરેશાનીઓ દૂર થાય છે અને સ્વાસ્થ્ય સારું રહે છે. આ મહિને તલના દાનથી શક્તિ અને ઉંમર પણ વધે છે. ત્યાં જ, ધર્મસિંધુ ગ્રંથમા જણાવ્યા પ્રમાણે આ મહિનાની પૂનમના દિવસે તલથી હવન કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે.

ગ્રંથોમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ મહિનામા હનુમાનજી અને શ્રીરામની પહેલીવાર મુલાકાત થઈ હતી. એટલે આ મહિનાના દરેક મંગળવારે શ્રીરામ અને હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામા આ મહિનાની દસમ તિથિએ હનુમાન જયંતી ઊજવાય છે.

સંસ્કૃતમા જેઠ મહિનો અન્ય મહિના કરતા મોટોઃ-
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે પ્રાચીન કાળ ગણના પ્રમાણે હિંદુ કેલેન્ડરના આ મહિનામાં દિવસ મોટા હોય છે અને અન્ય મહિના કરતા આ મહિનો મોટો માનવામાં આવે છે. જેને સંસ્કૃતમા જયેષ્ઠ કહેવામાં આવે છે. આ મહિનાની પૂનમ તિથિએ જયેષ્ઠ નક્ષત્રનો સંયોગ બને છે. એટલે પણ આ મહિનાને જેઠ કહેવામાં આવે છે.