તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Jyeshta Month Date (Mahina) 27th May To 24th June 2021 | What To Do In Jyeshta Mahina According To Mahabharata Spiritual Religion Importance Of Hindu Calendar Jyaistha Month

જેઠ મહિનો 10 જુલાઈ સુધી:આ મહિનામાં દિવસે ન સૂવું, મસાલેદાર ભોજન અને તડકામાં ફરવાથી પણ બચવું જોઈએ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ મહિને નિયમ બનાવીને ઝાડ-છોડને પાણી પીવડાવવું અને લોકોને પણ પાણી પીવડાવવું, જેઠ મહિનામાં જળ દાન કરવાનું મહત્ત્વ છે

હિંદુ કેલેન્ડર પ્રમાણે જેઠ મહિનો 10 જુલાઈ સુધી રહેશે. ગ્રંથો પ્રમાણે આ મહિનામા સ્નાન, તલ અને જળદાન સાથે જ એક સમયે ભોજન કરવું જોઈએ. આ મહિને આવતા વ્રત અને તહેવાર પ્રમાણે જળ અને વૃક્ષ-છોડની પૂજા પણ કરવી જોઈએ. ઋષિ-મુનિઓએ પર્યાવરણની રક્ષા કરતા આ મહિનાના વ્રત-તહેવારની વ્યવસ્થા કરી હતી.

આ મહિનાનું નામ જેઠ કઈ રીતે પડ્યુંઃ-
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે હિંદુ કેલેન્ડર પ્રમાણે આ મહિનાનો સ્વામી મંગળ હોય છે. આ મહિનાની પૂનમના દિવસે જયેષ્ઠા નક્ષત્રનો સંયોગ બને છે. એટલે આ મહિનાને જેઠ કહેવામાં આવે છે. પ્રાચીન કાળ ગણના પ્રમાણે આ મહિનાના દિવસો મોટા હોય છે અને અન્ય મહિનાઓ કરતા આ મહિનો પણ મોટો માનવમાં આવે છે. જેને સંસ્કૃતમા જયેષ્ટ કહેવામાં આવે છે. એટલે તેનું નામ જેઠ પડ્યું.

જેઠ મહિનામા શું કરવું અને શું નહીં?

- જેઠ મહિન દરમિયાન દિવસમાં સૂવું જોઈએ નહીં અને સાથે જ આ દિવસોમાં તડકામાં ચાલવું જોઈએ નહીં

- આ મહિને વાતાવરણ અને શરીરમાં જળનું સ્તર ઘટવા લાગે છે. એટલે પાણીનો યોગ્ય અને જરૂરી ઉપયોગ કરવો જોઈએ.

- રોજ સવારે જલ્દી જાગવું જોઈએ. તે પછી વૃક્ષ-છોડને પાણી પીવડાવવું અને લોકોને પાણી પીવડાવવાની વ્યવસ્થા કરવી. પાણીની બરબાદી ન કરો. પાણીથી ભરેલા ઘડા અને છત્રીનું દાન કરો.

- આ મહિને વધારે મસાલેદાર ભોજન પણ વર્જિત છે. તેનાથી પાચનતંત્ર સાથે જોડાયેલા જૂના રોગ ફરીથી થઈ શકે છે.

- આ મહિને રસદાર ફળનું સેવન યોગ્ય માનવામાં આવે છે. આ મહિને તરલ પદાર્થોનું સેવન વધારેમાં વધારે કરવું જોઈએ. સાથે જ ભોજન પણ સમયે જ કરવું.

- ગ્રંથો પ્રમાણે આ મહિને દિવસમાં સૂવું જોઈએ નહીં. શારીરિક પરેશાનીઓ કે અન્ય સમસ્યાઓ હોય તો એક મુહૂર્ત એટલે લગભગ 48 મિનિટ સુધી સૂઈ શકો છો.

- સૂર્યોદય પહેલાં સ્નાન અને સંપૂર્ણ મહિને જળદાન કરવું જોઈએ. સાથે જ આ મહિને પાણીનો બગાડ કરવાથી વરૂણ દોષ લાગે છે એટલે તેનો બગાડ કરવો જોઈએ નહીં.

- આ મહિને રીંગણ ખાવું જોઈએ નહીં. તેનાથી સંતાનને કષ્ટ મળે છે. આયુર્વેદ પ્રમાણે રીંગણના સેવનથી શરીરમા વાત રોગ અને ગરમી વધે છે. એટલે સંપૂર્ણ મહિને રીંગણ ખાવાથી બચવું જોઈએ.

- મહાભારતના અનુશાસન પર્વમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે -“ज्येष्ठामूलं तु यो मासमेकभक्तेन संक्षिपेत्। ऐश्वर्यमतुलं श्रेष्ठं पुमान्स्त्री वा प्रपद्यते।।” એટલે જેઠ મહિનામાં જે વ્યક્તિ એક સમયે ભોજન કરે છે તે ધનવાન હોય છે. એટલે શક્ય હોય તો દિવસમાં એેક સમયે ભોજન કરવું જોઈએ.

- આ મહિને તલનું દાન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આવું કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને સ્વાસ્થ્ય સુખ પણ મળે છે.

- જેઠ મહિનાનો સ્વામી મંગળ છે. એટલે આ દિવસોમાં હનુમાનજીની પૂજાનું પણ ખૂબ જ મહત્ત્વ છે. આ મહિને હનુમાનજીની પૂજા કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થઈ જાય છે.