સપ્ટેમ્બરમાં રાશિ પરિવર્તન:આ મહિને ગુરુ-શનિ એક જ રાશિમાં રહેશે, ફરીથી સંક્રમણ વધવાની આશંકા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બુધ, ગુરુ, અને શુક્રની અસરથી દેશની અર્થવ્યવસ્થામાં સુધારો થવાના યોગ છે, પરંતુ મોંઘવારી વધી શકે છે

સપ્ટેમ્બરમાં સૂર્ય, મંગળ, બુધ, ગુરુ અને શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન થશે. આ 5 ગ્રહોના અસરથી દેશમાં રાજકીય, આર્થિક અને સામાજિક ફેરફારો જોવા મળશે. તે ઉપરાંત ઘણી જગ્યાએ હવામાન અચાનક બદલાશે. ક્યાંક ભારે વરસાદ થશે તો ક્યાંક ગરમી વધવા લાગશે. આ ગ્રહોના ફેરફારથી ઘણા લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે.

આ મહિને સૂર્ય ગ્રહ, બુધની રાશિમાં આવશે. જેના કારણે તેની શુભ અસર ઓછી નહીં થાય. મંગળ તેની શત્રુ રાશિમાં રહેશે. તેમજ બુધ ગ્રહ પોતાની મિત્ર રાશિમાં રહેશે. ગુરુ શત્રુ ગ્રહ શનિની સાથે રહેશે અને શુક્ર પોતાની જ રાશિમાં રહેશે. આ ગ્રહ સ્થિતિને કારણે દેશ અને દુનિયામાં ઉથલપાથલ થઈ શકે છે.

સંક્રમણ ફેલાવવાની આશંકા
પુરીના જ્યોતિષાચાર્ય ડૉ. ગણેશ મિશ્ર જણાવે છે કે સૂર્ય અને બુધની સ્થિતિને ધ્યાનમાં રાખતા ભેજના કારણે ઘણી જગ્યાએ બીમારીઓનું સંક્રમણ વધી શકે છે. તે સાથે ગુરુ અને શનિ ફરીથી એક જ રાશિમાં આવી જશે. જેનાથી મહામારી વધવાની પણ આશંકા છે. આ ગ્રહ સ્થિતિના કારણે દેશમાં શિક્ષણ અને ધર્મ સાથે સંબંધિત વ્યવસ્થાઓમાં સમસ્યા આવી શકે છે. આ ક્ષેત્રો સાથે સંબંધિત ફેરફાર પણ થવાની સંભાવના બની રહી છે.

ઘણી જગ્યાએ મોટા વહીવટી ફેરફારો થઈ શકે છે. બુધ અને શુક્રના અસરથી દેશની અર્થવ્યવસ્થામાં સુધારો થઈ શકે છે. જો કે મોંઘવારી વધશે અને લોકો અસંતુષ્ટ રહેશે. મંગળના રાશિ પરિવર્તનથી ઘણી જગ્યાએ હિંસા અને આગ લાગી શકે છે. દેશની સૈન્ય શક્તિ પણ વધશે. પરંતુ કેટલીક જગ્યાએ ભૂંકપ અને ભૂસ્ખલનની ઘટનાઓ થવાની આશંકા છે.

9 ગ્રહોની 12 રાશિઓ પર અસર (ડૉ. મિશ્રના અનુસાર)

સૂર્યઃ આ ગ્રહ 17 સપ્ટેમ્બરના રોજ સિંહમાંથી કન્યા રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. તેના રાશિ પરિવર્તનથી મેષ, કર્ક, વૃશ્ચિક અને ધન રાશિના લોકો માટે સારો સમય શરૂ થશે. તે સિવાય વૃષભ, સિંહ, કન્યા, મકર, મિથુન, તુલા, કુંભ અને મીન રાશિના લોકોને સાવધાન રહેવું પડશે.

મંગળઃ આ ગ્રહ 5 સપ્ટેમ્બરના રોજ સિંહ રાશિમાંથી નીકળીને કન્યામાં પ્રવેશ કરશે. તે પોતાની શત્રુ રાશિમાં આવી જશે. આ રાશિ પરિવર્તનથી મંગળ અને શનિનો અશુભ ષડષ્ટક યોગ પૂરો થઈ જશે. આ ગ્રહની શુભ અસર મેષ, કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો પર રહેશે. તેમજ વૃષભ, મિથુન, સિંહ, કન્યા, તુલા, ધન, મકર, કુંભ અને મીન રાશિના લોકોને સાવધાન રહેવું પડશે.

બુધઃ આ ગ્રહ 21 સપ્ટેમ્બરના રોજ પોતાની રાશિ એટલે કે કન્યામાંથી નીકળીને તુલામાં પ્રવેશ કરી રહ્યો છે. બુધના રાશિ પરિવર્તનથી વૃષભ, કન્યા, ધન, મકર અને મીન રાશિના લોકો પર શુભ અસર રહેશે. તેમજ મેષ, મિથુન, કર્ક, સિંહ, તુલા, વૃશ્ચિક, અને કુંભ રાશિના લોકોએ સંભાળીને રહેવું પડશે. આ મહિનાના અંતમાં આ ગ્રહ તુલા રાશિમાં જ વક્રી થશે. જેનાથી આ રાશિઓ પર તેની અસર ઓછી અથવા વધારે થશે.

બૃહસ્પતિઃ આ મહિને 14 સપ્ટેમ્બરના રોજ દેવ ગુરુ બૃહસ્પતિ ટેઢી જ ચાલ ચાલતા એક રાશિ પાછળની તરફ એટલે કે મકરમાં આવી જશે. જેનાથી ફરીથી શનિ અને ગુરુની યુતિ બની જશે. આ અશુભ સ્થિતિની અશુભ અસર ઘણી રાશિઓ પર પડશે. તેના કારણે વૃષભ, કર્ક, કન્યા, ધન અને મીન રાશિના લોકો માટે સમય શુભ રહેશે. તેમજ મેષ, મિથુન, સિંહ, તુલા, વૃશ્ચિક, મકર અને કુંભ રાશિના લોકોએ સંભાળીને રહેવું પડશે.

શુક્રઃ આ ગ્રહ 5 સપ્ટેમ્બરના રોજ કન્યા રાશિમાંથી નીકળીને પોતાની રાશિ એટલે કે તુલામાં આવી જશે. શુક્ર ગ્રહની અસર ઈન્કમ, ખર્ચા, શારીરિક સુખ- સુવિધાઓ, શોખ અને ભોગ-વિલાસ પર થાય છે. આ પરિવર્તન મેષ, વૃષભ, અને મકર રાશિના લોકો માટે શુભ રહેશે. તે સિવાય મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, કુભ અને મીન રાશિના લોકોને આ ગ્રહનું શુભ ફળ નહીં મળે.

શનિઃ સપ્ટેમ્બરમાં શનિની ચાલમાં ફેરફાર નહીં થાય. આ ગ્રહ આ મહિને મકર રાશિમાં વક્રી રહેશે. અગાઉ મે મહિનાના છેલ્લા સપ્તાહમાં શનિ પોતાની રાશિ મકરમાં વક્રી થયો હતો. એટલે કે ત્યારથી ટેઢી ચાલથી ચાલી રહ્યો છે. જેનાથી ઘણી રાશિના લોકો પરેશાન રહેશે. શનિનું શુભ ફળ સિંહ, વૃશ્ચિક, અને મીન રાશિના લોકોને મળશે.

રાહુઃ રાહુ વૃષભ રાશિમાં છે અને સપ્ટેમ્બરમાં પણ રાહુની ચાલમાં ફેરફાર નહીં થાય. તે ઉપરાંત તેની સાથે કોઈપણ ગ્રહ નહીં રહે, માત્ર ચંદ્ર સિવાય. જેનાથી રાહુની અસર વધી જશે. તેનાથી કર્ક, ધન, અને મીન રાશિના લોકો માટે શુભ સમય રહેશે. તેમજ વૃષભ, મિથુન, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, મકર અને કુંભ રાશિના લોકોએ સંભાળીને રહેવું પડશે.

કેતુઃ કેતુ વૃશ્ચિક રાશિમાં છે અને સપ્ટેમ્બરમાં ન તો તેની ચાલ બદલાશે અને ન તો રાશિ પરિવર્તન થશે. તેની શુભ અસર મિથુન, કન્યા અને મકર રાશિના લોકો પર રહેશે. તેમજ મેષ, વૃષભ, કર્ક, સિંહ, તુલા, વૃશ્ચિક, ધન, કુંભ અને મીન રાશિના લોકોએ સંભાળીને રહેવું પડશે.