તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શુભ મુહૂર્ત:જૂન અને જુલાઈમાં લગ્ન માટે 10 દિવસ જ રહ્યાં છે, તે પછી નવેમ્બરમા લગ્ન અને શુભ કાર્યો શરૂ થશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેવશયન અને ધનુર્માસના કારણે નવેમ્બર-ડિસેમ્બરમાં લગ્ન માટે માત્ર 13 દિવસ રહેશે

જૂન અને જુલાઈમાં હવે લગ્ન માટે 5-5 શુભ મુહૂર્ત છે. તે પછી 20 જુલાઈએ દેવશયન એટલે ચાતુર્માસની શરૂઆત થઈ જશે. જેથી આવતા 4 મહિનામાં લગ્ન મુહૂર્ત રહેશે નહીં. પછી નવેમ્બરમાં લગ્નની શરૂઆત થઈ શકે છે.

આ પહેલાં કોરોના મહામારીના કારણે અનેક લોકોના લગ્નમાં વિઘ્નો આવી ગયા છે. આ મહામારીના કારણે લગ્ન અને બધા જ શુભ કાર્યો માટે વણજોયું મુહૂર્ત અખાત્રીજમાં પણ શુભ કામ થઈ શક્યા નહીં. એટલે હવે અનેક લોકો મોટા મુહૂર્ત એટલે ભડલી નોમની રાહ જોઈ રહ્યાં છે.

લગ્ન માટે વણજોયું મુહૂર્તઃ-
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ચાતુર્માસ અને ધનુર્માસના કારણે લગ્ન માટે મુહૂર્ત ખૂબ જ ઓછા છે. એટલે લોકોને વણજોયા મુહૂર્તની રાહ છે. દેશના થોડા ભાગમાં અષાઢ મહિનાના સુદ પક્ષની નોમને વણજોયું મુહૂર્ત માનીને આ તિથિમાં લગ્ન કરવામાં આવે છે. જેને ભડલી નોમ કહેવામાં આવે છે. જે આ વખતે 18 જુલાઈના રોજ છે. તે પછી વણજોયું મુહૂર્ત દેવઉઠની એકાદશી રહેશે. જે 14 નવેમ્બરના રોજ છે. ચાર મહિના પછી આ દિવસથી લગ્નની શરૂઆત થઈ જશે.

20 જુલાઈથી દેવશયન શરૂ થઈ જશે. જે 14 નવેમ્બર સુધી રહેશે. લગભગ આ 4 મહિના દરમિયાન શુભ કામ માટે મુહૂર્ત રહેશે નહીં
20 જુલાઈથી દેવશયન શરૂ થઈ જશે. જે 14 નવેમ્બર સુધી રહેશે. લગભગ આ 4 મહિના દરમિયાન શુભ કામ માટે મુહૂર્ત રહેશે નહીં

વર્ષના છેલ્લાં 6 મહિનામાં સાડા 5 મહિના મુહૂર્ત નથીઃ-
20 જુલાઈથી દેવશયન શરૂ થઈ જશે. જે 14 નવેમ્બર સુધી રહેશે. લગભગ આ 4 મહિના દરમિયાન શુભ કામ માટે મુહૂર્ત રહેશે નહીં. તે પછી 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી વચ્ચે સૂર્ય ધનરાશિમાં આવી જશે. જેને ધનુર્માસ કહેવામાં આવે છે. આ એક મહિના દરમિયાન પણ શુભ કામ કરી શકાતા નથી. આ પ્રકારે જુલાઈથી ડિસેમ્બર સુધી 6 મહિનામાં માત્ર 13 દિવસ જ લગ્ન કરવામાં આવી શકશે.

જૂનથી ડિસેમ્બર સુધી લગ્ન મુહૂર્તઃ-