વ્રત અને તહેવારનું કેલેન્ડર:20મીએ ગંગા દશેરા, 21મીએ નિર્જળા એકાદશી અને 24મીએ જેઠ મહિનાની પૂનમ રહેશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનના ચોથા સપ્તાહમાં સતત 5 દિવસ તિથિ-તહેવાર રહેશે, આ સપ્તાહ જેઠ મહિનાનો વદ પક્ષ શરૂ થશે

જૂનના ચોથા સપ્તાહની શરૂઆત વ્રત-તહેવાર સાથે થશે. તેના શરૂઆતના પાંચ દિવસ સુધી સતત વ્રત-તહેવાર રહેશે. તેમાં સપ્તાહના પહેલાં જ દિવસે ગંગા દશેરા અને પછી ગાયત્રી જયંતિ, નિર્જળા એકાદશી, પ્રદોષ અને રૂદ્ર વ્રત કરવામાં આવશે. નારદ પુરાણમા તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે પછી પૂનમના દિવસે વટ સાવિત્રી વ્રત કરવામાં આવશે. ગ્રંથોમાં આ દિવસે સ્નાન-દાનનું ખૂબ જ મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે.

ગંગા દશેરાઃ 20 જૂન રવિવારઃ-
પુરાણો પ્રમાણે જેઠ મહિનાના સુદ પક્ષના દસમા દિવસ એટલે દસમ તિથિએ ધરતી ઉપર ગંગા પ્રકટ થયાં હતાં. એટલે આ દિવસે ગંગા દશેરા ઊજવવામાં આવે છે. આ પર્વમાં ગ્રહ-નક્ષત્રની વિશેષ સ્થિતિ બનશે. સૂર્ય અને ચંદ્ર મંગળના નક્ષત્રમાં રહેશે. ચંદ્ર ઉપર મંગળ અને ગુરુની દૃષ્ટિ પડવાથી મહાલક્ષ્મી અને ગજકેસરી રાજયોગનું ફળ પણ મળશે. એટલે આ પર્વ ખાસ રહેશે. આ દિવસે ગાયત્રી જંયતિ પણ રહેશે.

નિર્જળા એકાદશીના દિવસે મંદિરોમા ભગવાન વિષ્ણુની મૂર્તિને ચાંદી કે સોનાની હોડીમાં બેસાડીને વિહાર કરાવવામાં આવે છે
નિર્જળા એકાદશીના દિવસે મંદિરોમા ભગવાન વિષ્ણુની મૂર્તિને ચાંદી કે સોનાની હોડીમાં બેસાડીને વિહાર કરાવવામાં આવે છે

નિર્જળા એકાદશી અને ગાયત્રી જયંતિઃ 21 જૂન સોમવારઃ-
21 જૂનના રોજ ગાયત્રી જયંતિ ઊજવવામાં આવશે. આ દિવસે સૂર્યોદય પહેલાં જાગીને ઉગતા સૂર્યને જળ ચઢાવતી સમયે ગાયત્રી મંત્ર બોલવાથી ઉંમર અને જીવનશક્તિ પણ વધે છે. સાથે જ, આ દિવસે નિર્જળા એકાદશી વ્રત કરવામાં આવશે. આ દિવસે ભોજન કર્યા વિના અને પાણી પીધા વિના વ્રત કરવામાં આવે છે. આ દિવસે મંદિરોમા ભગવાન વિષ્ણુની મૂર્તિને ચાંદી કે સોનાની હોડીમાં બેસાડીને વિહાર કરાવવામાં આવે છે. આ દિવસે જળથી ભરેલું માટલું, પંખો, કેરી, તરબૂચ કે કોઈ સિઝનલ ફળનું દાન પણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે.

મંગળવારે તેરસ તિથિમાં ભગવાનની પૂજા કરવાથી બીમારીઓ અને દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે
મંગળવારે તેરસ તિથિમાં ભગવાનની પૂજા કરવાથી બીમારીઓ અને દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે

પ્રદોષ વ્રતઃ 22 જૂન, મંગળવારઃ-
જેઠ મહિનાના સુદ પક્ષની તેરસ તિથિ હોવાથી આ દિવસે પ્રદોષ વ્રત કરવામાં આવી રહ્યું છે. મંગળવાર હોવાથી તે ભોમપ્રદોષ રહેશે. મંગળવારે તેરસ તિથિમાં ભગવાનની પૂજા કરવાથી બીમારીઓ અને દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. શિવ પુરાણ અને સ્કંદ પુરાણ પ્રમાણે પ્રદોષ વ્રત દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરનાર વ્રત માનવામાં આવે છે.

રૂદ્ર વ્રતઃ 23 જૂન, બુધવારઃ-
જેઠ મહિનાના સુદ પક્ષની ચૌદશ તિથિએ રૂદ્ર વ્રત કરવામાં આવે છે. તેનો ઉલ્લેખ નારદ પુરાણમાં છે. આ તિથિએ સાંજે ભગવાન શિવના રૂદ્ર સ્વરૂપની વિશેષ પૂજા કરવામાં આવે છે. સાથે જ સોનાની ગાયનું દાન કરવાનું વિધાન છે. જો એવું ન કરી શકો તો લોટમાં હળદર મિક્સ કરીને ગાય બનાવવી જોઈએ. તેમની પ્રાણ-પ્રતિષ્ઠા કરી કોઈ મંદિરમાં તેનું દાન કરવામાં આવી શકે છે. આવું કરવાથી સોનાની ગાયના દાન જેટલું જ પુણ્ય મળે છે.

ભવિષ્ય અને સ્કંદ પુરાણ પ્રમાણે જેઠ મહિનાની પૂનમ તિથિએ વટ સાવિત્રી વ્રત કરવામાં આવે છે
ભવિષ્ય અને સ્કંદ પુરાણ પ્રમાણે જેઠ મહિનાની પૂનમ તિથિએ વટ સાવિત્રી વ્રત કરવામાં આવે છે

જેઠ પૂનમ, વટ સાવિત્રી વ્રતઃ 24 જૂન, ગુરુવારઃ-
પુરાણો પ્રમાણે જેઠ મહિનાની પૂનમને મન્વાદિ તિથિ કહેવામાં આવે છે. એટલે આ દિવસે કરવામાં આવતા તીર્થ સ્નાન અને દાનથી મળતું પુણ્ય ક્યારેય નષ્ટ પામતું નથી. ભવિષ્ય અને સ્કંદ પુરાણ પ્રમાણે જેઠ મહિનાની પૂનમ તિથિએ વટ સાવિત્રી વ્રત કરવામાં આવે છે. આ દિવસે વડના ઝાડની નીચે ભગવાન શિવ-પાર્વતી પછી સત્યવાન અને સાવિત્રીની પૂજા કરવામાં આવે છે. સાથે જ યમરાજને પણ પ્રણામ કરવામાં આવે છે. પોતાના પતિની લાંબી ઉંમર માટે પરિણીતા મહિલાઓ આ વ્રત કરે છે.