તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જેઠ અમાસના દિવસે શુભ સંયોગ:મિથુન રાશિમાં બની રહેલાં ભદ્ર અને બુધાદિત્ય યોગમાં સ્નાન-દાન કરવાથી સમૃદ્ધિ વધે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેઠ અમાસ 9 અને 10 જુલાઈના રોજ રહેશે, આ પર્વમાં તીર્થમા સ્નાન-દાનથી અનેક યજ્ઞનું પુણ્ય ફળ મળી શકે છે

જેઠ મહિનાની અમાસ શુક્ર અને શનિવારના રોજ ઊજવવામાં આવશે. ગ્રહ નક્ષત્ર પ્રમાણે આ પર્વમાં સમૃદ્ધિ આપનાર ધનયોગ રહેશે. આ દિવસે બની રહેલાં 5 રાજયોગ ધનલાભના સંકેત આપી રહ્યા છે. આ બે દિવસે કુંડળીમાં ગ્રહોની સ્થિતિ ખૂબ જ શુભ રહેશે. જેના દ્વારા બનતા શુભ યોગમાં કરવામાં આવેલ સ્નાન-દાન અને પૂજાપાઠથી ભાગ્ય મજબૂત થશે અને સુખ-સમૃદ્ધિ પણ વધશે.

એવામાં આ શુક્રવારની અમાસ ખૂબ જ સિદ્ધિદાયક રહેશે. પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે અમાસની શરૂઆત પણ આ દિવસે સૂર્યોદય પહેલાં જ થઈ જશે અને આખો દિવસ રહેશે. પછી બીજા દિવસે સૂર્યોદય પછી અમાસ તિથિ પૂર્ણ થશે.

આ અમાસના દિવસે શુક્રની અસર વધારે રહે છે. જેથી આ દિવસે કરવામાં આવેલ દાનથી ભૌતિક સુખ અને સમૃદ્ધિ પણ વધે છે
આ અમાસના દિવસે શુક્રની અસર વધારે રહે છે. જેથી આ દિવસે કરવામાં આવેલ દાનથી ભૌતિક સુખ અને સમૃદ્ધિ પણ વધે છે

શુક્રવારની અમાસ ખાસ રહેશેઃ-
અમાસને પર્વ તિથિ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે પિતૃદેવ અમાસ તિથિના સ્વામી છે. એટલે આ દિવસે પિતૃઓની તૃપ્તિ અને દન-પુણ્યનું મહત્ત્વ છે.

જ્યોતિષીઓ પ્રમાણે શુક્રવારે આવતી અમાસને ભૃગુ અમાસ પણ કહેવામાં આવે છે. આ અમાસના દિવસે શુક્રની અસર વધારે રહે છે. જેથી આ દિવસે કરવામાં આવેલ દાનથી ભૌતિક સુખ અને સમૃદ્ધિ પણ વધે છે. આ પર્વમાં ખાસ કરીને પિતૃઓની શાંતિ માટે પૂજા કરવાનું પણ મહત્ત્વ છે.

લોક માન્યતા પ્રમાણે જેઠ અમાસના દિવસે આપણાં પિતૃઓ તેમના પરિજનોથી અનાજ-જળ ગ્રહણ કરવા આવે છે
લોક માન્યતા પ્રમાણે જેઠ અમાસના દિવસે આપણાં પિતૃઓ તેમના પરિજનોથી અનાજ-જળ ગ્રહણ કરવા આવે છે

પિતૃકર્મ અમાસઃ-
ડો. મિશ્રએ જણાવ્યું કે દર મહિનાની અમાસ તિથિ પિતૃકર્મ માટે શ્રેષ્ઠ હોય છે, પરંતુ માન્યતા છે કે જેઠ મહિનાની અમાસનું ખાસ મહત્ત્વ છે. જેઠ મહિનો પૂજાપાઠની દૃષ્ટિએ પણ વિશેષ છે. આ કારણે આ મહિનો વર્ષાકાળની શરૂઆતનો સમય હોય છે. આ મહિનામાં આવતી અમાસને શુભ માનવામાં આવે છે. લોક માન્યતા પ્રમાણે જેઠ અમાસના દિવસે આપણાં પિતૃઓ તેમના પરિજનોથી અનાજ-જળ ગ્રહણ કરવા આવે છે. પિતૃઓની શાંતિ માટે નદી કિનારે મોટા-મોટા યજ્ઞ અનુષ્ઠાન સંપન્ન કરવામાં આવે છે. આ કારણે જેઠ અમાસને પિતૃકર્મ અમાસના નામથી પણ ઓળખવામાં આવે છે.

ભૃગુ અમાસના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન પછી જરૂરિયાતમંદને દાન આપવાથી અનેક યજ્ઞ કરવા સમાન પુણ્ય મળે છે. આ દિવસે પીપળાની પરિક્રમા કરી, પીપળાના ઝાડ અને ભગવાન વિષ્ણુનું પૂજન કરવાથી ધન-સમૃદ્ધિમા વધારો થાય છે. હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન વગેરે તીર્થસ્થળોમા જઇને સ્નાન કરવા સાથે જ કુરૂક્ષેત્રના બ્રહ્મ સરોવરમા ડુબકી લગાવવાથી પણ પુણ્ય પ્રાપ્તિ થાય છે.

હલહારિણી અમાસઃ-
જેઠ મહિનાની અમાસને હલહારિણી અમાસ પણ કહેવામાં આવે છે. ખેડૂતો માટે આ દિવસ શુભ રહે છે. તેમના માટે આ દિવસ ખાસ મહત્ત્વ ધરાવે છે. ખેડૂતો હળની પૂજા કરશે. જેઠ મહિનામાં આવતી અમાસના સમય સુધી વર્ષા ઋતુની શરૂઆત થઈ જાય છે.