તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્સવ:30 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી; દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણ જન્મ સમયે દુર્લભ યોગ બન્યો હતો, આ વર્ષે પણ એવા જ 3 યોગ રહેશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળ ગોપાલ સાથે જ ગૌમાતાની મૂર્તિ પણ રાખવી જોઈએ, માખણ-મિશ્રીનો ભોગ ધરાવવો જોઈએ

સોમવાર, 30 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી છે. આ વર્ષે જન્માષ્ટમીએ થોડા એવા યોગ બની રહ્યા છે જે દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણના જન્મ સમયે બન્યાં હતાં. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે દ્વાપર યુગમાં જ્યારે શ્રીકૃષ્ણનો જન્મ થયો, તે સમયે શ્રાવણ મહિનાના વદ પક્ષની આઠમ, રોહિણી નક્ષત્ર, વૃષભ રાશિનો ચંદ્ર અને વાર બુધવાર હતો.

આ વર્ષે તે સમય જેવા ત્રણ યોગ બની રહ્યા છે. શ્રાવણ મહિનાના વદ પક્ષની આઠમ, રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશિનો ચંદ્ર રહેશે. આ વખતે વાર સોમવાર રહેશે. આ વર્ષે એક ખાસ વાત એવી પણ રહેશે કે સ્માર્ત અને વૈષ્ણવ સંપ્રદાયને માનતા લોકો એક જ દિવસે જન્માષ્ટમી ઊજવશે.

પં. શર્માના જણાવ્યા પ્રમાણે જન્માષ્ટમીની રાતે રોહિણી નક્ષત્ર અને ચંદ્ર વૃષભ રાશિમાં ઉચ્ચ રહેશે. આ પર્વમાં બાળ ગોપાલની ખાસ પૂજા કરવી જોઈએ. કેસર મિશ્રિત દૂધ દક્ષિણાવર્તી શંખમાં ભરીને અભિષેક કરવો જોઈએ. માખણ-મિશ્રીનો ભોગ તુલસી સાથે ધરાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. સાથે જ, ધ્યાન રાખો કે બાળ ગોપાલ સાથે ગૌમાતાની નાની મૂર્તિ રાખવી જોઈએ. કોઈ ગૌશાળામાં ધન અને અનાજનું દાન પણ કરો.

જે લોકો સંતાન સુખ મેળવવા ઇચ્છે છે, તેમણે જન્માષ્ટમીએ ગોપાળ સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. હરિવંશ પુરાણનો પાઠ પણ કરી શકે છે. જન્માષ્ટમી પછી બીજા દિવસે નંદોત્સવ ઊજવવાની પરંપરા છે. આ દિવસે બાળ ગોપાલનો અભિષેક કરવો જોઈએ.

શ્રીકૃષ્ણ પૂજામાં કૃં કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. મંત્રજાપ તુલસીની માળાની મદદથી કરવો જોઈએ. આ દિવસે કોઈ પ્રાચીન કૃષ્ણ મંદિરમાં દર્શન કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે. કૃષ્ણ ભક્ત ખાસ કરીને મથુરા, વૃંદાવન, ગોકુળ, ગિરિરાજની યાત્રા કરે છે. યમુનાજીમાં સ્નાન કરે છે. સ્નાન કર્યા પછી જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરે છે. આ દિવસે જરૂરિયાતમંદ બાળકોને અભ્યાસને લગતી વસ્તુઓ પણ દાન કરવી જોઈએ.