તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રીકૃષ્ણના જીવન સૂત્ર:કામ, ક્રોધ અને લોભ આ ત્રણેય નરકના દ્વાર છે, તેમનો ત્યાગ કરવાથી જ સફળતાનો માર્ગ ખુલે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગીતામાં 18 અધ્યાયોના લગભગ 700 શ્લોકમાં તે દરેક સમસ્યાનું સમાધાન છે જે ક્યારેક ને ક્યારેક વ્યક્તિની સામે આવે છે

ગીતા દુનિયાના તે અમુક ગ્રંથોમાં શ્રેષ્ઠ છે જે આજે પણ સૌથી વધારે વાંચવામાં આવે છે અને જીવનના દરેક સ્તરને ગીતા સાથે જોડીને વ્યાખ્યા આપવામાં આવી રહી છે. કુરૂક્ષેત્રમાં યુદ્ધ કૌરવો અને પાંડવોની સેના વચ્ચે ભગવાન કૃષ્ણએ અર્જુનને જે જ્ઞાન આપ્યું તે ગીતા છે. આખરે ગીતામાં એવું શું છે જેના લીધે તેને સૌથી વધારે વાંચવામાં આવે છે. તેના 18 અધ્યાયોના લગભગ 700 શ્લોકમાં તે દરેક સમસ્યાનું સમાધાન છે જે ક્યારેક ને ક્યારેક વ્યક્તિની સામે આવે છે

त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः। कामः क्रोधस्तथा लोभस्तरमादेतत्त्रयं त्यजेत्।।

કામ, ક્રોધ અને લોભ. આ ત્રણેય પ્રકારના નરકના દ્વાર આત્માનો નાશ કરનાર છે એટલે અધોગતિમાં લઇ જનાર છે. એટલે વ્યક્તિએ આ ત્રણેયનો ત્યાગ કરવો જોઇએ. કામ એટલે ઇચ્છા, ગુસ્સો અને લાલચ જ બધા અવગુણોનું મૂળ કારણ છે.

આજનો યુવા પોતાના કર્તવ્યોમાં ફાયદો અને નુકસાન પહેલાં જોવે છે. પછી તે કર્તવ્યને પૂર્ણ કરવા અંગે વિચાર કરે છે. જે કામથી નુકસાન થવાનું હોય તેને અનેકવાર ટાળી દેવામાં આવે છે અને પછી ભવિષ્યમાં તેનાથી વધારે હાનિ ભોગવે છે.

नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना। न चाभावयत: शांतिरशांतस्य कुत: सुखम्।।

અર્થ- યોગરહિત પુરૂષમાં નિશ્ચય કરવાની બુદ્ધિ હોતી નથી અને તેના મનમાં ભાવનાઓ પણ હોતી નથી. આવા ભાવનારહિત પુરૂષને શાંતિ મળતી નથી અને જેને શાંતિ મળતી નથી, તેને સુખ ક્યાંથી મળશે.

દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે કે તેને સુખ પ્રાપ્ત થાય, તેના માટે તે ભટકતો રહે છે. પરંતુ સુખનું મૂળ તો તેના પોતાના મનમાં સ્થિત હોય છે. જે મનુષ્યનું મન ઇન્દ્રિઓ એટલે ધન, વાસના, આળસ વગેરેમાં મગ્ન રહે છે, તેના મનમાં ભાવના (આત્મજ્ઞાન) હોતું નથી. જે વ્યક્તિના મનમાં ભાવના હોતી નથી, તેને કોઇપણ પ્રકારે શાંતિ મળતી નથી અને જેના મનમાં શાંતિ ન હોય, તેને સુખ ક્યાંથી પ્રાપ્ત થાય. એટલે સુખ પ્રાપ્ત કરવા માટે મન ઉપર નિયંત્રણ હોવું ખૂબ જ જરૂરી છે.