• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Janmashtami 2021, Lesson Of Lord Krishna, Krishna Ki Seekh, Life Management Tips Of Lord Krishna, Gita Saar, Krishna And Arjun

ગીતાસાર:સુખ-દુઃખ જીવનમાં આવતા-જતા રહે છે, એટલે તેમને સહન કરતા શીખવું જોઈએ, ત્યારે જ મન શાંત રહી શકે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સોમવાર, 30 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી છે. ભગવાન શ્રીકૃષ્ણની પૂજા સાથે જ તેમના દ્વારા આપવામાં આવેલાં ગીતાના જ્ઞાનને જીવનમાં ઉતારવાથી આપણી અનેક પરેશાનીઓ દૂર થઈ શકે છે, જીવનમાં શાંતિ મળી શકે છે. મહાભારતમાં અર્જુને યુદ્ધ પહેલાં જ શસ્ત્ર રાખી દીધા હતાં અને શ્રીકૃષ્ણને કહ્યું હતું કે હું યુદ્ધ કરવા ઇચ્છતો નથી. કૌરવ પક્ષમાં પણ મારા કુટુંબના જ લોકો છે, હું તેમના ઉપર પણ પ્રહાર કરી શકતો નથી. ત્યારે શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું.

સુખ-દુઃખને સહન કરતા શીખો-
શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું કે સુખ-દુઃખ ઠંડી અને ગરમી જેવા હોય છે. સુખ-દુઃખની અવર-જવર ગરમી-ઠંડીના આવવા-જવા બરાબર છે. એટલે તેમને સહન કરતા શીખવું જોઈએ. જેમણે ખોટી ઇચ્છાઓ અને લાલચનો ત્યાગ કર્યો છે, માત્ર તેને શાંતિ મળી શકે છે. આ સૃષ્ટિમાં કોઈપણ વ્યક્તિ ઇચ્છાઓથી મુક્ત રહી શકતો નથી, પરંતુ ખરાબ ઇચ્છાઓને છોડી શકે છે.

આ નીતિનો સરળ અર્થ એ છે કે આપણાં જીવનમાં સુખ-દુઃખ આવતા-જતાં રહે છે. આ અંગે પરેશાન થવું જોઈએ નહીં. જો દુઃખ છે તો તેને સહન કરતા શીખવું જોઈએ. કેમ કે આજે દુઃખ છે તો કાલે સુખ પણ આવશે. આ ક્રમ આ રીતે જ ચાલતો રહે છે.

ભગવાનનું ધ્યાન કરો, પરંતુ પોતાનું કર્મ છોડશો નહીં-
શ્રીકૃષ્ણએ આ અંગે અર્જુનને કહ્યું કે તમે મારું ચિંતન કરો, પરંતુ પોતાનું કર્મ પણ કરતા રહો. શાસ્ત્ર પોતાનું કામ વચ્ચે છોડીને માત્ર ભગવાનનું નામ લેવાનું જણાવતાં નથી. કર્મ કર્યા વિના જીવન સુખમય અને સફળ બની શકશે નહીં. માત્ર પોતાના કર્મથી આપણે તે સિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ છીએ, જે સંન્યાસ લેવાથી પણ મળી શકતી નથી. એટલે કર્મ ઉપર ધ્યાન લગાવવું જોઈએ. જ્યાં સુધી કર્મ કરશો નહીં ત્યાં સુધી આ જીવન પૂર્ણ થઈ શકશે નહીં.

આ મહાભારત યુદ્ધના પ્રસંગનો સંક્ષિપ્ત સાર છે-
શ્રીકૃષ્ણની બધી કોશિશો પછી પણ કૌરવ અને પાંડવો વચ્ચે યુદ્ધ ટળી શક્યું નહીં અને બંને પક્ષોની સેનાઓ સામસામે આવી ગઈ હતી. કૌરવોની સેનામાં દુર્યોધન, શકુનિ સાથે ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, અશ્વત્થામા જેવા મહારથી હતાં. અર્જુન કૌરવ પક્ષમાં પોતાના વંશના આદરણીય લોકોને જોઈને દુઃખી થઈ ગયો હતો. અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું કે હું ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય ઉપર બાણ ચલાવી શકીશ નહીં. આવું કહીને અર્જુને શસ્ત્ર રાખી દીધા હતાં. ત્યારે શ્રીકૃષ્ણએ અર્જુનને સમજાવવા માટે ગીતાનું જ્ઞાન આપ્યું હતું.