• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Janmashtami 2021 Krishna's Outlook On Every Aspect Of Life Is Most Modern, Secluded For Himself, Respect For Family And Foresight In Business Is Essential

કૃષ્ણ પાસેથી શીખો જીવવાની કળા:જીવનના દરેક સ્તર અંગે કૃષ્ણનો દૃષ્ટિકોણ સૌથી આધુનિક, પોતાના માટે એકાંત, પરિવાર માટે સન્માન અને બિઝનેસમાં દૂરદર્શિતા જરૂરી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાર ભાગમાં જાણો કૃષ્ણના જીવન જીવવાનો અંદાજ કેવો હતો, જે તેમને સૌથી મોટા મેનેજમેન્ટ ગુરુ બનાવે છે

જન્માષ્ટમીએ ભગવાન કૃષ્ણના લાઇફ મેનેજમેન્ટની વાત કરવામાં ન આવે તેવું બને નહીં. વૃંદાવનમાં બાળલીલાથી લઇને કુરૂક્ષેત્રની રણભૂમિ સુધી ભગવાન કૃષ્ણ પોતાના દરેક કામથી કોઇને કોઇ રીતે બોધપાઠ આપ્યો છે. જો જીવનને ચાર ભાગમાં વહેંચવામાં આવે તો પર્સનલ લાઇફ, પરિવાર અથવા સંબંધ, બિઝનેસ અને સમાજમાં વ્યક્તિ વહેંચાઇ શકે છે. દરેક જગ્યાએ તે કોઇને કોઇ રીતે પરેશાનીનો સામનો કરે જ છે.

ભગવાન કૃષ્ણના જીવનમાં આવા અનેક પ્રસંગ છે જે વ્યક્તિને શીખવે છે કે આ ચાર ભાગમાં સુખ-શાંતિ અને સફળતા કેવી રીતે લાવવામાં આવે.

પર્સનલ લાઇફ- દુનિયાદારી વચ્ચે પોતાની માનસિક શાંતિ માટે કોશિશ જરૂરી છે
અંગત જીવન એટલે પોતાના માટે સમય કાઢવો. જ્યારે વ્યક્તિ દુનિયાથી અલગ પોતાની સાથે રહે છે. માનસિક શાંતિ માટે તે જરૂરી છે. માનસિક શાંતિ માટે એકાંત અને એકાંતને સફળ બનાવવા માટે કોઇ સાધન જરૂરી છે. કૃષ્ણ પાસે ત્રણ સાધન હતાં. સંગીત, પ્રકૃતિ અને ધ્યાન. વ્રજ મંડળમાં યમુના કિનારે એકાંતમાં વાંસળીના સૂર તેમને માનસિંક શાંતિ આપતાં હતાં. બીજું, પ્રકૃતિની નજીક રહેવા માટે કૃષ્ણ મોટાભાગે યાત્રા કરતાં હતાં. એક રાજ્યથી બીજા રાજ્ય. જ્યારે તેઓ ધરતી પરથી અસુરોના સામ્રાજ્યને સમાપ્ત કરવા રવાના થયાં હતાં, ત્યારે એક રાજ્યથી બીજા રાજ્ય વચ્ચેની યાત્રામાં તેઓ પ્રકૃતિની નજીક રહેતાં હતાં. ત્રીજું ધ્યાન. ઘણાં ઓછા લોકો જાણે છે કે, કૃષ્ણ નિયમિત ધ્યાન પણ કરતાં હતાં. અંગત જીવનને લઇને કૃષ્ણ વિચારતાં હતાં. તેઓ પોતાના માટે એકાંત શોધી લેતાં હતાં.

પરિવાર- ઘરના દરેક સભ્યને તેમના ભાગનું સન્માન અને જવાબદારી મળે
પરિવાર કેવો હોય અને તેમના સંસ્કાર કેવા હોય, તે ભગવાન કૃષ્ણના જીવનથી શીખવું જોઇએ. પરિવારની જવાબદારી કોઇ એકના હાથમાં હોવી જોઇએ. દ્વારકામાં જ્યારે ભગવાન કૃષ્ણ હતાં ત્યારે રાજ્યનું સંચાલન તેમના હાથમાં હતું. પરંતુ પરિવારનું સંચાલન રૂક્મણીના હાથમાં હતું. પરિવારમાં સભ્યોનું સન્માન કેવું હોવું જોઇએ, તેનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ ભાગવતમાં છે. જ્યારે ભગવાન કૃષ્ણ રૂક્મણીનું હરણ કરીને લાવ્યાં, ત્યારે રસ્તામાં રૂક્મણીના ભાઇ રૂક્મી સાથે તેમનું યુદ્ધ થયું. ભગવાન કૃષ્ણએ રૂક્મીના માથાના અડધા વાળ કાપીને તેનો છોડી દીધો હતો.

તેમના ભાઇનું અપમાન જોઇને રૂક્મણી અસહજ થઇ ગઇ. દ્વારકા પહોંચતાં જ, બલરામે રૂક્મણીને કહ્યું કે, કૃષ્ણએ તમારા ભાઇ સાથે જે કર્યું તેના માટે હું તમારી પાસે માફી માંગું છું. તમે હવે આ ઘરના સભ્ય છો, તમને અહીં એવું જ સન્માન મળશે જેવું તમને તમારા પરિવારમાં મળવું જોઇએ. બલરામના આ વાતથી રૂક્મણી એકદમ સહજ થઇ ગઇ. પરિવારમાં દરેક સભ્યનું સન્માન તેવું જ થવું જોઇએ, જેના તેઓ અધિકારી છે. આ બાબત કૃષ્ણના જીવનષથી શીખી શકાય છે.

બિઝનેસ- દરેક જાણકારીનો ક્યા ઉપયોગ કરવો છે, તેની સમજણ હોવી જોઇએ
બિઝનેસમાં હંમેશાં દૂરદર્શી થવું પડશે. કોઇપણ નાની વાતની અદેખાઇ કરવી જોઇએ નહીં. કોઇ સામાન્ય જાણકારી પણ કયા દિવસે તમારા માટે ગેમચેન્જરની ભૂમિકામાં આવી જશે તે કોઇ જાણતું નથી. તેનું ઉદાહરણ પણ કૃષ્ણના જીવનમાં છે. ઉજ્જૈનના રાજરુમારી મિત્રવૃંદા ભગવાન કૃષ્ણની આઠ રાણીઓમાંથી એક હતી. મિત્રવૃંદાના ભાઈ વિંદ અને અનુવિંદની સેનામાં એક હાથી જોયો, જેનું નામ અશ્વત્થામા હતું. કૃષ્ણએ તેને યાદ રાખી લીધો.

વર્ષો પછી, જ્યારે કુરૂક્ષેત્રમાં કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ લડવામાં આવી રહ્યું હતું અને દ્રોણાચાર્ય કૌરવ સેનાનું નેતૃત્વ કરી રહ્યા હતાં. ત્યારે દ્રોણાચાર્યના વધ માટે તેમણે અશ્વત્થામા નામના હાથીનો ઉપયોગ કર્યો. વિંદ-અનુવિંદ દુર્યોધન તરફથી લડી રહ્યા હતાં. ત્યારે તેમણે યુદ્ધમાં દ્રોણાચાર્યનું ધ્યાન ભટકાવવા માટે ભીમ પાસે અશ્વત્થામા નામના હાથીને મારીને ઘોષણા કરવાનું જણાવ્યું કે અશ્વત્થામાને મારી નાખ્યો છે. આ કૂટ નીતિ કામ કરી ગઇ અને દ્રોણાચાર્ય સમજ્યા કે તેમના દીકરાને ભીમે મારી નાખ્યો છે. યુદ્ધથી તેમનું ધ્યાન ભટકી ગયું. તેઓ ધ્યાન લગાવીને બેસી ગયા અને ધૃષ્ટ્રધ્યુમે તેમને મારી નાખ્યાં.

સોશિયલ લાઇફ- સામાજિક ફેરફારની શરૂઆત જાતે જ કરો
સામાજિક મામલે કૃષ્ણનો દૃષ્ટિકોણ ખૂબ જ આધુનિક રહ્યો છે. દરેક વ્યક્તિને તેમના આ દૃષ્ટિકોણથી બોધપાઠ લેવો જોઇએ. નરકાસુર નામના રાક્ષસે 16100 મહિલાઓને બંદી બનાવીને રાખી હતી. તે વારાફરતી તેમનો બળાત્કાર કરતો હતો. કૃષ્ણને જ્યારે આ વાતની જાણ થઇ ત્યારે તેમણે નરકાસુરને મારીને તે મહિલાઓને મુક્ત કરાવી હતી. તેઓ પોતાના ઘરે પાછી ફરી. થોડાં સમય પછી તે બધી જ મહિલાઓ પાછી ફરી, કેમ કે, બળાત્કાર પીડિત હોવાના કારણે તેમના ઘરના લોકો તેમને અપનાવવા માટે રાજી હતાં નહીં. તે દરેક મૃત્યુ ઇચ્છતી હતી. ભગવાન કૃષ્ણએ તે સમયે એક ક્રાંતિકારી નિર્ણય લીધો. તેમણે તે મહિલાઓને જણાવ્યું કે, આજથી તેઓ કૃષ્ણની પત્ની કહેવાશે. તેમને સંપૂર્ણ સન્માન અને સુવિધાઓ મળશે. કૃષ્ણ કહે છે કે, સમાજમાં ક્રાંતિ લાવવી હોય, તો શરૂઆત જાતે જ કરવી પડે. તમે અન્યના વિશ્વાસે સમાજને બદલી શકો નહીં.

અન્ય સમાચારો પણ છે...