તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Janmashtami 2021, Krishna Puja Vidhi, 10 Simple Steps Of Bal Gopal Worship, 2021 Krishna Janmashtami, Janmashtami 2021 Date Panchang, Janmashtami 2021 Tithi

આજે શ્રીકૃષ્ણ જન્મોત્સવ:આજે રાતે બાળ ગોપાલનો અભિષેક કરો, કૃષ્ણપૂજા માટે જરૂરી વસ્તુઓ અને પૂજાની 10 સરળ વિધિ

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે જન્માષ્ટમી છે અને રાતે બાળ ગોપાલનો જન્મોત્સવ ઊજવવામાં આવશે. આ વખતે સ્માર્ત અને વૈષ્ણવ બંને સંપ્રદાયના લોકો 30 ઓગસ્ટના રોજ એટલે આજે જ જન્માષ્ટમી ઊજવી રહ્યા છે. જન્માષ્ટમીએ સવારે 6.20 વાગ્યા પછી રોહિણી નક્ષત્ર શરૂ થઈ ગયું છે. વૃષભ રાશિનો ચંદ્ર પણ રહેશે. આ રાશિમાં ચંદ્ર ઉચ્ચનો રહે છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. આ બધા યોગ પૂજા-પાઠ સાથે જ કોઈ મોટા કામની શરૂઆત કરવા માટે ખૂબ જ સારા માનવામાં આવી રહ્યાં છે. આ દિવસે શ્રીકૃષ્ણના ભક્ત વ્રત-ઉપવાસ કરે છે. આખો દિવસ નિરાહાર રહે છે. થોડા લોકો આ દિવસે માત્ર ફળાહાર કરે છે અને આખો દિવસ કૃષ્ણ ભક્તિમાં મગ્ન રહે છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે આ વખતે શ્રીકૃષ્ણનો 5248મો જન્મોત્સવ ઊજવવામાં આવી રહ્યો છે. દ્વાપર યુગમાં જ્યારે શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો ત્યારે શ્રાવણ મહિનાના વદ પક્ષની આઠમ તિથિ, રોહિણી નક્ષત્ર અને બુધવાર હતો. સાથે જ, તે દિવસે ચંદ્ર વૃષભ રાશિમાં સ્થિત હતો. આ સંયોગ આ વર્ષે પણ બની રહ્યો છે, માત્ર વાર સોમવાર છે. શ્રીકૃષ્ણ પૂજામાં કૃં કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. મંત્રજાપ તુલસીની માળાની મદદથી કરશો તો ખૂબ જ સારું રહેશે.

જન્માષ્ટમીએ પ્રાચીન કૃષ્ણ મંદિરમાં દર્શન કરવાનું પણ ખાસ મહત્ત્વ છે. કૃષ્ણ ભક્ત ખાસ કરીને મથુરા, વૃંદાવન, ગોકુળ, ગિરિરાજની યાત્રા કરે છે. યમુનાજીમાં સ્નાન કરે છે. પોતાના ઘરે પણ બાળ ગોપાલની ખાસ પૂજા કરવી જોઈએ.

બાળ ગોપાલના આ મંત્રોનો જાપ કરી શકો છો-

  • હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ-કૃષ્ણ હરે હરે। હરે રામ હરે રામ, રામ-રામ હરે હરે।।
  • કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને। પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ।।
  • ૐ નમઃ ભગવતે વાસુદેવાય કૃષ્ણાય ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ।।
  • ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ।
  • ૐ શ્રી કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય નમઃ।
  • ૐ શ્રીકૃષ્ણાય નમઃ।
  • ૐ નમો ભગવતે શ્રીગોવિંદાય નમઃ।
  • ગોકુલ નાથાય નમઃ।
  • કૃં કૃષ્ણાય નમઃ।
  • જય શ્રીકૃષ્ણ
  • રાધાકૃષ્ણ, રાધે-રાધે આ નામનો પણ જાપ કરી શકો છો.

સુખી જીવન માટે શ્રીકૃષ્ણનો બોધપાઠ-
ભગવાન શ્રીકૃષ્ણએ મહાભારત યુદ્ધ પહેલાં અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું. આ જ્ઞાન આજે પણ આપણાં કામ આવી શકે છે. શ્રીકૃષ્ણએ કહ્યું હતું, આપણે માત્ર આપણાં કર્મ ઉપર ધ્યાન આપવું જોઈએ. ફળની ઇચ્છા ન કરો. ક્યારેય અધર્મ ન કરો. હંમેશાં ધર્મ પ્રમાણે પોતાના કામ કરતા રહેશો તો જીવનમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે. ધર્મના માર્ગે ચાલનાર લોકોને જ ભગવાનની ખાસ કૃપા મળે છે.

અન્ય સમાચારો પણ છે...