તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Janmashtami 2021, Idol Of Gomata, Worship Tips About Bal Gopal, Janmashtami Puja Vidhi, Krishna Puja Vidhi, Lord Krishna Pujan

પૂજા-પાઠ સાથે જોડાયેલી 10 વાતો:જન્માષ્ટમીએ બાળ ગોપાલની પૂજામાં ગૌમાતાની મૂર્તિ અને ભોગમાં તુલસીના પાન રાખવા, કૃં કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરવો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ વર્ષે 30 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી, સૌથી પહેલાં ગણેશજીની પૂજા કરવી

શ્રાવણ મહિનાના વદ પક્ષની આઠમ તિથિએ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઊજવવામાં આવે છે. આ વર્ષે 30 ઓગસ્ટના રોજ આ તિથિ આવી રહી છે. મોટાભાગના લોકો શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ એટલે બાળ ગોપાલની મૂર્તિ પોતાના ઘરના મંદિરમાં રાખે છે. જન્માષ્ટમીએ બાળ ગોપાલની પૂજામાં થોડી વાતોનું વિશેષ ધ્યાન રાખવામાં આવે તો પૂજા જલ્દી જ સફળ થઇ શકે છે.

પહેલી વાત
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે જન્માષ્ટમીએ સવારે જલ્દી જાગવું અને સ્નાન કર્યા પછી સૌથી પહેલાં ગણેશજીની વિધિવત પૂજા કરો. ત્યાર પછી શ્રીકૃષ્ણની પૂજાની વ્યવસ્થા કરવી.

બીજી વાત
પૂજામાં આચમન કરાવો એટલે પૂજા પહેલાં હાથને જળથી ધોવો. બાળ ગોપાલની પૂજામાં પહેલાં સ્વંય હાથ સાફ જળથી ધોવો, ત્યાર પછી શ્રીકૃષ્ણના હાથ માટે જળ અર્પણ કરવું જોઇએ. શ્રીકૃષ્ણ માટે સુગંધિત ફૂલના જળનો ઉપયોગ કરવો.

ત્રીજી વાત
બાળ ગોપાલને સુગંધિત ફૂલના જળથી સ્નાન કરાવો. ભગવાનને પીતાંબરધારી કહેવામાં આવે છે, એટલે તેમને પીળા વસ્ત્ર ચઢાવવા જોઇએ. પીળા ચમકીલા વસ્ત્ર અર્પણ કરો. શ્રૃંગાર કરો.

ચોથી વાત
બાળ ગોપાલ સાથે જ ગૌમાતાની મૂર્તિ પણ રાખવી જોઇએ. શ્રીકૃષ્ણને ગૌમાતા વિશેષ પ્રિય છે, એટલે જન્માષ્ટમીએ ગૌમાતાની પૂજા પણ કરવી. કોઇ ગૌશાળામાં ધન અથવા લીલા ઘાસનું દાન કરવું.

પાંચમી વાત
શ્રીકૃષ્ણની પૂજામાં આસન ખૂબ જ જરૂરી છે. શ્રીકૃષ્ણ માટે સુંદર આસનનો ઉપયોગ કરો. તેનો રંગ લાલ, પીળો કે નારંગી હોય તો વધારે શુભ રહે છે.

છઠ્ઠી વાત
દૂધ, દહીં, ઘી, મધ અને મિશ્રી મિક્સ કરીને પંચામૃત બનાવો. શુદ્ધ વાસણમાં ભગવાનને ભોગ ધરાવો. ધ્યાન રાખો કે શ્રીકૃષ્ણને તુલસી વિના ભોગ ધરાવવો જોઇએ નહીં.

સાતમી વાત
પૂજામાં ભગવાન શ્રીકૃષ્ણના મંત્ર કૃં કૃષ્ણાય નમઃનો જાપ કરતાં રહેવું જોઇએ. મંત્ર જાપ ઓછામાં ઓછો 108વાર કરવો.

આઠમી વાત
પૂજામાં શ્રીકૃષ્ણને દૂર્વા, કંકુ, ચોખા, અબીર, સુગંધિત ફૂલ અને શુદ્ધ જળ અર્પણ કરવું જોઇએ.

નવમી વાત
શ્રીકૃષ્ણની પૂજામાં જે ભોગ ધરાવવામાં આવે છે, તેમાં તાજા ફળ, મીઠાઈઓ, લાડવા, મિશ્રી, ખીર, તુલસીના પાન અને ફળ સામેલ કરવાં જોઇએ.

દસમી વાત
બાળ ગોપાલની પૂજામાં ગાયના દૂધથી બનેલાં ઘીનો ઉપયોગ કરવો જોઇએ. દીવા માટે પણ આ જ ઘીનો ઉપયોગ કરશો તો વધારે શુભ રહેશે.