મંગળવારે પરિવર્તિની એકાદશી:6 સપ્ટેમ્બરે ગણેશજી, વિષ્ણુજી અને મંગળ દેવની પૂજાનો શુભ સંયોગ, આ દિવસે કેવા-કેવા શુભ કામ કરવા જોઈએ?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મંગળવાર, 6 સપ્ટેમ્બરના રોજ પરિવર્તિની એકાદશી એટલે ડોલ અગિયારસ છે. ભાદરવા મહિનાના સુદ પક્ષની એકાદશી છે. આ વ્રત ગણેશ ઉત્સવના દિવસો દરમિયાન આવે છે, આ કારણે તેનું મહત્ત્વ વધી ગયું છે. જાણો આ દિવસે કેવા-કેવા શુભ કામ કરી શકાય છે અને કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ...

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે એક હિંદી મહિનામાં બે એકાદશી આવે છે અને આ વ્રત ભગવાન વિષ્ણુજીની કૃપા મેળવવા માટે કરવામાં આવે છે. એકાદશીએ કરવામાં આવતા વ્રતથી પુણ્ય સાથે જ સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. આ વ્રતમાં અનાજ ખાવું જોઈએ નહીં. માત્ર ફળાહાર કરવાથી પેટને લગતી અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે. આ વખતે મંગળવાર, ગણેશ ઉત્સવ સાથે એકાદશી હોવાથી આ દિવસે ગણેશજી, વિષ્ણુજી અને મંગળ ગ્રહની ખાસ પૂજા કરવાનો શુભ યોગ બની રહ્યો છે.

એકાદશીએ સૌથી પહેલાં ભગવાન ગણેશની પૂજા કરો
એકાદશીએ સૌથી પહેલાં ભગવાન ગણેશની પૂજા કરો

આ રીતે ગણેશ પૂજા કરી શકો છો
એકાદશીએ સૌથી પહેલાં ભગવાન ગણેશની પૂજા કરો. ગણેશજીને જળ ચઢાવો. દૂર્વા, હાર-ફૂલ અર્પણ કરો. જનોઈ ચઢાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. મોદકનો ભોગ ધરાવવો. પૂજામાં ગણેશજીના મંત્રનો જાપ કરો.

વિષ્ણુજીની પૂજા આ રીતે કરી શકો છો
જે લોકો એકાદશીનું વ્રત કરે છે, તેમણે આ દિવસે સવારે જલ્દી જાગવું જોઈએ. સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં વિષ્ણુજીની પૂજા કરવી અને વ્રત કરવાનો સંકલ્પ લેવો. વ્રત કરનાર વ્યક્તિઓએ આખો દિવસ માત્ર ફળાહાર કરવો જોઈએ. આ દિવસે અનાજ ખાવું નહીં.
ભગવાન વિષ્ણુનો પંચામૃતથી અભિષેક કરવો જોઈએ. પૂજામાં ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. પૂજા કર્યા પછી ભગવાન પાસે માફી માગવી જોઈએ.
એકાદશીએ આખો દિવસ પૂજા અને વ્રત કર્યા પછી બીજા દિવસે એટલે બારસ તિથિએ સવારે ફરીથી ભગવાન વિષ્ણુની પૂજા કરો અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો. તે પછી સ્વયં ભોજન કરો. આ પ્રકારે આ વ્રત પૂર્ણ થાય છે.

જે લોકો પરિવર્તિની એકાદશીનો ઉપવાસ કરે છે, તેમણે ઘરમાં ક્લેશ કરવો જોઈએ નહીં
જે લોકો પરિવર્તિની એકાદશીનો ઉપવાસ કરે છે, તેમણે ઘરમાં ક્લેશ કરવો જોઈએ નહીં

મંગળ ગ્રહ માટે આ શુભ કામ કરી શકો છો

  • એકાદશી અને મંગળવારના યોગમાં મંગળ ગ્રહની પૂજા કરો. મંગળની પૂજા શિવલિંગ સ્વરૂપમાં કરવામાં આવે છે. શિવલિંગ ઉપર લાલ ગુલાલ, લાલ ફૂલ, મસૂરની દાળ ચઢાવો.
  • શિવલિંગ પાસે દીવો પ્રગટાવવો અને તાંબાના લોટાથી જળ ચઢાવો. ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો.
  • મંગળવારે હનુમાનજી સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.
  • મંગળ ગ્રહ માટે જરૂરિયાતમંદ લોકોને મસૂરની દાળનું દાન કરો.
  • જે લોકો પરિવર્તિની એકાદશીનો ઉપવાસ કરે છે, તેમણે ઘરમાં ક્લેશ કરવો જોઈએ નહીં.
  • એકાદશી વ્રત કરનાર લોકોએ સવારે મોડે સુધી સૂવું જોઈએ નહીં.
  • જે લોકો એકાદશી વ્રત કરે છે, તેમણે નશો કરવાથી બચવું જોઈએ, ઉપવાસ કરનાર લોકો અને ધાર્મિક કાર્યોથી બચવું.