પરિવર્તિની એકાદશી:ભગવાન વિષ્ણુ માટે વ્રત-ઉપવાસ કરવાની સાથે જ તુલસી પૂજન પણ કરો, દિવસની શરૂઆત સૂર્ય પૂજા સાથે કરો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મંગળવાર, 6 સપ્ટેમ્બરના રોજ ભાદરવા મહિનાના સુદ પક્ષની એકાદશી છે. થોડાં ક્ષેત્રમાં પંચાંગ ભેદના કારણે આ વ્રત 7 સપ્ટેમ્બર, બુધવારના રોજ પણ કરવામાં આવશે. આ તિથિએ સવારે સ્નાન કર્યા પછી તુલસીને જળ ચઢાવવું અને સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવો.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે 6 સપ્ટેમ્બરના રોજ અનેક શુભ યોગ બની રહ્યા છે. આ દિવસે એકાદશી, મંગળવાર, ગણેશ ઉત્સવનો યોગ છે. ભાદરવા મહિનાના સુદ પક્ષની 11મી તિથિને પરિવર્તિની, જલઝૂલની અને ડોલ અગિયારસ કહેવામાં આવે છે.

હાલ ભગવાન વિષ્ણુના આરામ કરવાનો સમય ચાલી રહ્યો છે અને પરિવર્તિની એકાદશીએ વિષ્ણુજી પડખું ફરે છે એવી માન્યતા છે. સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડમાં એકાદશી મહાત્મ્ય અધ્યાયમાં વર્ષભરની બધી એકાદશીઓ અંગે ઉલ્લેખવામાં આવ્યું છે. એકાદશી વ્રત કરવાથી વિષ્ણુજીની કૃપા મળે છે અને ભક્તોના બધા દુઃખ દૂર થાય છે.

પરિવર્તિની એકાદશીએ વિષ્ણુજી પડખું ફરે છે એવી માન્યતા છે
પરિવર્તિની એકાદશીએ વિષ્ણુજી પડખું ફરે છે એવી માન્યતા છે

આ રીતે એકાદશી વ્રત કરવું

  1. જે લોકો એકાદશી વ્રત કરવા ઇચ્છે છે, તેમણે સવારે જલ્દી જાગીને સ્નાન કરવું જોઈએ અને તે પછી સૂર્ય પૂજા કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. તાંબાના લોટામાં જળ ભરવું અને ૐ સૂર્યાય નમઃ મંત્ર બોલીને સૂર્યને ચઢાવવું.
  2. ઘરના મંદિરમાં વિષ્ણુજી અને દેવી લક્ષ્મીનો અભિષેક કરો. તેના માટે કેસર મિશ્રિત દૂધ દક્ષિણાવર્તી શંખમાં ભરો અને ભગવાનને અર્પણ કરો. તે પછી શુદ્ધ જળ ચઢાવવું. ભગવાનને વસ્ત્ર અર્પણ કરો.
  3. વિષ્ણુજી અને લક્ષ્મીનો ફૂલોથી શ્રૃંગાર કરો. કંકુ, ચંદન, અત્તર વગેરે વસ્તુઓ ચઢાવવી. તુલસી સાથે મિઠાઈનો ભોગ ધરાવવો. ધૂપ-દીપ પ્રગટાવો. ભગવાન સામે એકાદશી વ્રત કરવાનો સંકલ્પ લો.
  4. આખો દિવસ અનાજનું સેવન કરવું નહીં. ફળાહાર અને દૂધ લઈ શકાય છે. સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવો અને પરિક્રમા કરો. વિષ્ણુજી અને લક્ષ્મીજીની પણ પૂજા કરો.
  5. બીજા દિવસે એટલે બારસ તિથિએ વિષ્ણુજીની ફરીથી પૂજા કરો. પૂજા કર્યા પછી જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો અને પછી તમે પણ ભોજન કરો. આ પ્રકારે એકાદશીનું વ્રત કરી શકાય છે.
ભાદરવા મહિનાના સુદ પક્ષની 11મી તિથિને પરિવર્તિની, જલઝૂલની અને ડોલ અગિયારસ કહેવામાં આવે છે
ભાદરવા મહિનાના સુદ પક્ષની 11મી તિથિને પરિવર્તિની, જલઝૂલની અને ડોલ અગિયારસ કહેવામાં આવે છે

મંગળવારે આ શુભ કામ પણ કરી શકો છો

  • મંગળવારે હનુમાનજી સામે સરસિયાના તેલનો દીવો પ્રગટાવવો. હનુમાન ચાલીસાનો પાઠ કરો. તમે ઇચ્છો તો હનુમાનજીના મંત્ર ૐ રામદૂતાય નમઃ મંત્રનો જાપ પણ કરી શકો છો. જો તમારી પાસે પૂરતો સમય હોય તો સુંદરકાંડનો પાઠ પણ કરી શકો છો.
  • મંગળવારે મંગળદેવની પૂજા કરો. મંગળની પૂજા શિવલિંગ સ્વરૂપમાં કરી શકાય છે. શિવલિંગ ઉપર લાલ ગુલાલ, લાલ ફૂલ, મસૂરની દાળ ચઢાવો. ૐ ભોમાય નમઃ મંત્રનો જાપ કરો.
  • આ દિવસે કોઈ ગૌશાળામાં ધન અને લીલા ઘાસનું દાન કરો. ગાયની સેવા કરો, તેમની દેખરેખની વ્યવસ્થા કરો.
  • શિવલિંગ ઉપર જળ ચઢાવવું, બીલીપાન અર્પણ કરો. ધૂપ-દીપ પ્રગટાવીને ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો.