પુરી મંદિરની પરંપરા:જગન્નાથ સ્વામી નિરાશ લક્ષ્મીજીને મનાવે છે, બાહુડા યાત્રા કરી ભગવાન મંદિરમાં ફરી બિરાજે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અષાઢ મહિનાના સુદ પક્ષની બીજ તિથિએ જગન્નાથ રથયાત્રા અને દેવપોઢી એકાદશીએ બાહુડા યાત્રા કરવામાં આવે છે

12 જુલાઈથી ભગવાન જગન્નાથ સ્વામીની રથયાત્રાનો શુભારંભ થયો હતો. 10 દિવસ સુધી ચાલતા આ ઉત્સવનું સમાપન બાહુડા યાત્રા દ્વારા થાય છે. આ યાત્રાથી ભગવાન ફરી પોતાના મંદિરમાં બિરાજે છે. આ બાહુડા યાત્રા અનેક પરંપરાઓ સાથે 20 જુલાઈના રોજ આયોજિત થશે.

લક્ષ્મીજીને મનાવવામાં આવે છેઃ-
જગન્નાથ પુરીના પંડિત ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે હેરા પંચમીની એક પરંપરામાં ભગવાનને શોધતા દેવી લક્ષ્મી ગુંડિચા મંદિર જાય છે, કોઈ વાતથી ગુસ્સે થઈને ભગવાનના રથનો એક પૈડું તોડીને શ્રીમંદિર જતાં રહે છે, બારસના દિવસે શ્રીમંદિરમાં લક્ષ્મીજીના નિર્દેશથી દ્વૈતાપતિ દરવાજા બંધ કરી દેવામાં આવે છે. પછી ભગવાન જગન્નાથ લક્ષ્મીજીને મનાવીને મંદિરમાં પ્રવેશ કરે છે.

જગન્નાથ પુરીમાં 7 દિવસ સુધી રથયાત્રાનો ઉત્સવ ચાલે છે
જગન્નાથ પુરીમાં 7 દિવસ સુધી રથયાત્રાનો ઉત્સવ ચાલે છે

મંદિરના દરવાજા ખોલવામાં આવે છેઃ-
અષાઢ મહિનાના સુદ પક્ષની દસમ તિથિએ બધા રથ ફરી મંદિરમાં પાછા ફરે છે. આ રિવાજને બાહુડા કહેવામાં આવે છે. શ્રીમંદિર પાછા ફર્યા પછી બારસના દિવસે મંદિરના દરવાજા ખોલીને પ્રતિમાઓને ફરી બિરાજમાન કરવામાં આવે છે. આ દરમિયાન દેવી-દેવતાઓને સ્નાન કરાવીને મંત્ર ઉચ્ચારણ દ્વારા મૂર્તિઓને ફરી પ્રતિષ્ઠિત કરવામાં આવે છે.

ગુંડિચા મંદિરમાં ભગવાન જગન્નાથ, બળભદ્ર અને દેવી સુભદ્રા સાતેય દિવસ સુધી આરામ કરે છે. આ મંદિરમાં ભગવાનના દર્શનને આડપ દર્શન કહેવાય છે
ગુંડિચા મંદિરમાં ભગવાન જગન્નાથ, બળભદ્ર અને દેવી સુભદ્રા સાતેય દિવસ સુધી આરામ કરે છે. આ મંદિરમાં ભગવાનના દર્શનને આડપ દર્શન કહેવાય છે

માસીના ઘરે રોકાય છેઃ-
જગન્નાથ મંદિરથી શરૂ થયેલી યાત્રા ગુંડિચા મંદિર પહોંચે છે. ગુંડિચા મંદિરમાં ભગવાન જગન્નાથ, બળભદ્ર અને દેવી સુભદ્રા સાતેય દિવસ સુધી આરામ કરે છે. આ મંદિરમાં ભગવાનના દર્શનને આડપ દર્શન કહેવાય છે. માન્યતા છે કે પાછા ફરતી સમયે રસ્તામાં ભગવાનનું માસીનું ઘર આવે છે, જ્યાં રોકાઈને તેઓ પોર પિઠાનું સેવન કરે છે અને પછી આગળ વધે છે.