પુરી રથયાત્રા:જગન્નાથજી, બળભદ્રજી અને સુભદ્રાજીનો રથ ગઈકાલે ગુંડિચા મંદિર પહોંચ્યો; અહીં માસીના ઘરે સાત દિવસ સુધી રહેશે ભગવાન

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પુરીમાં રથયાત્રામાં ગઈકાલે સાંજે લગભગ 6 વાગ્યે ભગવાન જગન્નાથ પોતાના ભાઈ-બહેન સહિત ત્રણ કિલોમીટર દૂર ગુંડિચા મંદિર પહોંચી ગયો. આ તેમની માસીનું ઘર છે. અહીં સૌથી પહેલાં ભગવાન બળભદ્રનો તાલ ધ્વજ રથ પછી સુભદ્રાનો દર્પદલન નામનો રથ અને તેના પછી ભગવાન જગન્નાથનો રથ પહોંચ્યો. આ ભગવાનની માસીનું ઘર છે. અહીં ભગવાન જગન્નાથ પોતાના ભાઈ-બહેન સાથે સાત દિવસ સુધી રહેશે. પછી આ જ રથમાં મુખ્ય મંદિર પાછા ફરશે. ગુંડિચા મંદિર પહોંચતા પહેલાં લાખો ભક્તોએ ભગવાનના દર્શન કર્યાં. જય જગન્નાથ, નારા સાથે કિર્તન કર્યું.

સોનાની સાવરણીથી પહિંદવિધિ બાદ રથયાત્રા શરૂ થઈ
રથયાત્રાની વિધિ સવારે મંગળા આરતી અને પૂજા સાથે શરૂ થઈ. પછી ભગવાનને ભોગ ધરાવવામાં આવ્યો. સવારે 7 વાગ્યે ભગવાન જગન્નાથ મોટા ભાઈ અને બહેન સાથે મંદિરથી બહાર આવ્યાં. તે પછી રથ પ્રતિષ્ઠા અને અન્ય વિધિ થઈ હતી. પુરીના રાજા દિવ્ય સિંહ દેવે છોરા પોહરાની પરંપરા પૂર્ણ કરીને સોનાની સાવરણીથી રથને સાફ કર્યાં. તે પછી રથયાત્રા શરૂ થઈ.

સૌથી આગળ બળભદ્ર, છેલ્લે ભગવાન જગન્નાથ
રથયાત્રામાં સૌથી આગળ ભગવાન બળભદ્રનો રથ, વચ્ચે બહેન સુભદ્રા અને છેલ્લે ભગવાન જગન્નાથનો રથ હતો. કોવિડના બે વર્ષ પછી આ વખતે રથયાત્રામાં લાખો લોકો સામેલ થયા હતાં. ત્યાં જ, PM મોદીએ રથયાત્રાની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કહ્યું- અમે ભગવાન જગન્નાથ પાસે તેમના નિરંતર આશીર્વાદ માટે પ્રાર્થના કરીએ છીએ. આપણને બધાને સારા સ્વાસ્થ્ય અને સુખના આશીર્વાદ મળે.

રથયાત્રાની થોડી ખાસ તસવીરો....

રથયાત્રામાં સૌથી આગળ 14 પૈડાનો લાલ અને લીલા રંગનો રથ ભગવાન બળભદ્રનો છે. તે પછી દેવી સુભદ્રાનો રથ 12 પૈડાનો લાલ-કાળા રંગનો. છેલ્લે 16 પૈડાવાળો લાલ અને પીળા રંગનો રથ ભગવાન જગન્નાથનો છે.

દર વર્ષે અષાઢ મહિનાના સુદ પક્ષની બીજ તિથિએથી યાત્રા શરૂ થાય છે. અષાઢ સુદ દશમીએ આ ત્રણેય રથ ગુંડિચા મંદિરથી ફરીથી મુખ્ય મંદિર તરફ પ્રસ્થાન કરે છે.

રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બળભદ્ર અને બહેન સુભદ્રાના ત્રણ વિવિધ રથ હોય છે.

ભગવાન જગન્નાથના રથના સારથી દારૂક છે. આ રથના રક્ષક ગરૂડ અને નૃસિંહ છે. રથમાં જય અને વિજય નામના બે દ્વારપાળ પણ હોય છે.

રથયાત્રાના આ રથનું નિર્માણ ખૂબ જ ખાસ રીતે કરવામાં આવે છે. રથ બનાવવામાં કોઈપણ પ્રકારની ધાતુનો ઉપયોગ કરવામાં આવતો નથી.

ત્રણેય રથ પવિત્ર લાકડાઓથી બનાવવામાં આવે છે. રથ બનાવવા માટે સ્વસ્થ અને શુભ વૃક્ષની ઓળખ કરવામાં આવે છે.

રથ માટે લાકડા પસંદ કરવાનું કામ વસંત પંચમીએથી શરૂ થાય છે. જ્યારે લાકડા પસંદ કરી લેવામાં આવે છે ત્યારે અખાત્રીજથી રથ બનાવવાની પ્રક્રિયા શરૂ થાય છે.

ભગવાન જગન્નાથના રથમાં કુલ 16 પૈડા હોય છે. જગન્નાથજીનો રથ લાલ અને પીળા રંગનો હોય છે અને આ રથ અન્ય બે રથથી આકારમાં થોડો મોટો પણ હોય છે.

જગન્નાથજીના રથ ઉપર હનુમાનજી અને ભગવાન નૃસિંહનું ચિહ્ન બનાવવામાં આવે છે. રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાજી શહેરનું ભ્રમણ કરીને જગન્નાથ મંદિરથી જનકપુરના ગુંડિચા મંદિર પહોંચે છે. અહીં ભગવાનની માસીનું ઘર છે.

યાત્રાના બીજા દિવસે રથ ઉપર રાખવામાં આવતી ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાજીની મૂર્તિઓને વિધિ-વિધાન સાથે ઉતારવામાં આવે છે અને માસીના મંદિરમાં સ્થાપિત કરવામાં આવે છે. ભગવાન માસીને ત્યાં સાત દિવસ આરામ કરે છે અને આઠમાં દિવસે એટલે અષાઢ સુદ દશમીએ ત્રણેય દેવી-દેવતાઓને રથમાં બેસાડીને યાત્રા શરૂ થાય છે. રથના રવાના થવાની આ યાત્રાની વિધિને બહુડા યાત્રા કહેવામાં આવે છે.

રથના ઘોડા સફેદ હોય છે અને તેમનું નામ શંખ, બલાહક, શ્વેત અને હરિદ્રાશ્વ. રથને ખેંચવામાં આવતા દોરડાને શંખચૂડ કહેવાય છે. આ એક નાગનું નામ છે. રથયાત્રામાં 8 ઋથિ રહે છે. આ ઋષિ નારદ, દેવલ, વ્યાસ, શુક, પારાશર, વશિષ્ઠ, વિશ્વામિત્ર અને રૂદ્ર છે.

અન્ય સમાચારો પણ છે...